Monday, May 20, 2024
HomeNATIONALNATIONAL: હવે IRCTC તમને કરાવશે માત્ર 9 હજાર રૂપિયામાં માતા વૈષ્ણોદેવીના દર્શન,...

NATIONAL: હવે IRCTC તમને કરાવશે માત્ર 9 હજાર રૂપિયામાં માતા વૈષ્ણોદેવીના દર્શન, જાણો ટુર પેકેજની ડીટેલ…..

- Advertisement -

IRCTC સસ્તા દરે માતા વૈષ્ણો દેવીની મુલાકાત માટે ટ્રેન ટૂર પેકેજ લઈને આવ્યું છે. ચાલો જાણીએ કે આ ટૂર પેકેજ ક્યારે શરૂ થઈ રહ્યું છે અને પ્રવાસ માટે કેટલા રુપિયા ખર્ચવા પડશે.ભારતીય રેલવેનું ઉપક્રમ આઈઆરસીટીસી (IRCTC) સમયાંતરે ધાર્મિક સ્થળોના સ્પેશ્યલ ટૂર પેકેજ લાવતું રહે છે. ત્યારે હવે IRCTC માતા વૈષ્ણોદેવીના (Mata Vaishno Devi) ભક્તો માટે એક સ્પેશ્યલ ટૂર પેકેજ લઈને આવ્યું છે. જો તમે પણ તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે યાત્રા કરવા માંગતા હોવ તો તમે આ ટૂર પેકેજનો લાભ ઉઠાવી શકો છો.

આ ટૂર પેકેજનું નામ માતા વૈષ્ણોદેવી એક્સ વારાણસી ટૂર છે. જેમાં તમે ટ્રેન દ્વારા વારાણસીથી કટરા પહોંચી શકશો. આ પેકેજની શરૂઆત વારાણસીથી થશે. જણાવી દઈએ કે આ પેકેજ 4 રાત અને 5 દિવસનું હશે. માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માંગતા ભક્તો દર ગુરુવારે આ ટ્રેન દ્વારા યાત્રા કરી શકશે. આ ટ્રેનમાં તમે થર્ડ એસીમાં પણ ટ્રાવેલ કરી શકશો. સાથે જ આ પેકેજમાં તમને 2 બ્રેકફાસ્ટ અને 2 ડિનર પણ મળશે. તેમજ યાત્રાળુઓને કટરા ખાતે 3 સ્ટાર હોટલ જય માં ઇનમાં રોકાવાની તક મળશે.’

આ ટૂર પેકેજનું ટેરિફ પેસેન્જર દ્વારા પસંદ કરાયેલ એક્યુપેન્સી અનુસાર હશે. આ પેકેજની શરૂઆત લગભગ 9 હજાર પ્રતિ વ્યક્તિ હશે. તેમજ ટ્રિપલ ઓક્યુપેન્સી પર ખર્ચ 8,650 રૂપિયા છે. તો ડબલ ઓક્યુપેન્સી પર ખર્ચ 9,810 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. જ્યારે સિંગલ ઓક્યુપેન્સી પર ખર્ચ 15,320 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. તો 5થી 11 વર્ષના બાળક માટે બેડ સાથે 7650 રૂપિયા અને બેડ વિના 7400 રૂપિયા ચાર્જ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular