હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પણ કરી શકશે CA ફાઉન્ડેશન કોર્સ, ICAIએ બદલ્યા નિયમ

0
0

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા (ICAI)એ હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઉન્ડેશન કોર્સ 2020 માટે પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે પ્રવેશ મેળવવાની મંજૂરી આપી છે. રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ આ અંગેની સંપૂર્ણ વિગતો icai.orgની મુલાકાત લઈને તમે તેના વિશે સંપૂર્ણ વિગતો જાણી શકે છે.

ICAIએ બદલ્યા નિયમ

આઇસીએઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલી નવી જોગવાઈ હેઠળ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ હવે સીએ ફાઉન્ડેશન કોર્સ 2020 માટે અરજી કરી શકે છે. પહેલાં, ફક્ત તે જ ઉમેદવારો માટે વ્યવસ્થા હતી કે જેમણે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી.

આઈસીએઆઈના પ્રમુખ અતુલકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે સંસ્થાને તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન્સ, 1988 ના રેગ્યુલેશન્સ 25E, 25F અને 28F માં સુધારો કરવા માટે ભારત સરકારની મંજૂરી મળી છે. આ મુજબ, હવે ધોરણ 10ની પરીક્ષાઓ પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ આઇસીએઆઈના ફાઉન્ડેશન કોર્સમાં પ્રોવિઝનલ નોંધણી કરાવી શકે છે.

CA Foundation Course 2020: લાયકાતનું ધોરણ

વિદ્યાર્થીઓએ મે / જૂન અથવા નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં લેવાનાર પરીક્ષા માટે અનુક્રમે જાન્યુઆરી પહેલા અથવા જુલાઈના પ્રથમ દિવસે સંસ્થાના અધ્યયન મંડળમાં નોંધણી કરાવવી પડશે. બીજા શબ્દોમાં કહીએ તો, ફાઉન્ડેશનની પરીક્ષામાં હાજર થતાં પહેલાં 4 મહિનાનો અભ્યાસ સમયગાળો જરૂરી છે.

આઈસીએઆઈના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવેલી ઓફિશિયલ નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નોંધણી ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નવી જોગવાઈ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રોગ્રામમાં પ્રવેશવાની મંજૂરી અપાશે, જેથી તેમને સીએની પરીક્ષા માટે વધુ સમય મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here