હવે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા જોવા મળશે વેબ સીરીઝમાં

0
6

ભારતની પ્રખ્યાત ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ટીબી વિશે જાગૃતિ લાવવા માટે એક વેબ સિરીઝમાં અભિનય કરવા જઈ રહી છે. આ વેબ સીરીઝનું નામ છે ‘એમટીવી પ્રોહિબિશન અલોન ટુગેધર’ છે અને તે તેમાં અભિનય કરી રહી છે.

એક્ટિંગ અંગે સાનિયાએ કહ્યું, ટીબી હજી પણ આપણા દેશની આરોગ્ય વ્યવસ્થાની મુખ્ય ચિંતા છે. ટીબીથી પીડિત હોય તેમાં 50 ટકા લોકો 30 વર્ષથી ઓછી ઉંમરના છે અને તેથી આ બીમારી અંગે લોકોમાં રહેલી મૂંઝવણને દૂર કરવા અને લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. આ વેબ સિરીઝ આ વિષય ખૂબ જ અનન્ય અને અસરકારક રીતે સંદેશ આપે છે.

તેણે કહ્યું કે હવે, ટીબીની રોકથામ પહેલા કરતા વધારે મુશ્કેલ બની ગઈ છે અને તેથી જ મને આ વેબ સિરીઝમાં કામ કરવાની પ્રેરણા મળી છે. હું આશા રાખું છું કે આ વેબ સિરીઝમાં મારું કાર્ય ટીબી સામેના સામૂહિક લડતમાં મદદ કરશે અને તે સકારાત્મક પરિવર્તન લાવશે.

આ વેબ સિરીઝની મુખ્ય વાર્તા એક નવા પરિણીત દંપતી વિક્કી અને મેઘા વિશે છે. અચાનક જાહેર કરાયેલા લોકડાઉનને કારણે દંપતીને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વેબ સિરીઝ પાંચ એપિસોડની છે અને નવેમ્બર 2020 ના અંતિમ અઠવાડિયામાં એમટીવી ઇન્ડિયા અને એમટીવી પ્રોહિબિશનના સોશિયલ મીડિયા હેન્ડલ પર શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here