ભાવનગર: ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. જંગલમાં પાણીનાં સ્ત્રોત સુકાવા લાગ્યા છે. વન્ય પ્રાણીઓને ઉનાળામાં સરળતાથી પાણી મળી રહે તે માટે કામગીરી શરૂ કરી છે. વન વિભાગ દ્વારા પાણીનાં કુત્રિમ પોઇન્ટ ભરવામાં આવી રહ્યાં છે. વન્ય પ્રાણીઓ જંગલ છોડીને બહાર ન જાય તેની કાળજી લેવામાં આવી રહી છે.
ભાવનગર જિલ્લાના જેસર રેન્જમાં પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહ્યાં છે.આરએફઓએ એન.આર. વેગડાએ જણાવ્યું હતું કે, જેસર રેન્જમાં થી 25થી 30 સિંહનો વસવાટ છે. જેસર રેન્જનો વન વિભાગ સ્ટાફ દ્વારા ઉનાળામાં સિંહને પાણીની તકલીફ ન પડે તે માટે સતત ખડેપગે રહી પાણીના પોઇન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. જેસર રેન્જ વિસ્તાર અંદાજે 30 કિ.મી. ધરાવતો રેન્જ છે. આ એરિયાની અંદર 25 થી 30 સિંહ વસવાટ કરે છે. તેથી અહીં 10થી વધુ જેટલા પાણીના પોઇન્ટ ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને પાણી ભરવામાં આવી રહ્યું છે.