જ્યોતિષ : 29 જૂને ભડલી નોમનું શુભ મુહૂર્ત : હવે 25 નવેમ્બરથી લગ્ન અને માંગલિક કાર્યો શરૂ થશે

0
6

અષાઢ મહિનાના સુદ પક્ષની નોમ તિથિને ભડલી નોમ કહેવામાં આવે છે. આ દિવસને લગ્ન અને અન્ય માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત માનવામાં આવે છે. આ વર્ષે ભડલી નોમ 29 જૂન સોમવારે છે. આ દિવસે ગુપ્ત નવરાત્રિ પૂર્ણ થશે. રાજસ્થાન, ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં ભડલી નોમને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસના એક દિવસ પછી દેવશયની એકાદશી આવી જવાથી 4 મહિના માટે લગ્ન, સગાઈ, મુંડન, ગૃહપ્રવેશ અને અન્ય માંગલિક કામ થઇ શકતાં નથી. પરંતુ આ વર્ષે અધિકમાસ હોવાથી 5 દિવસ સુધી દેવશયની રહેશે. એટલે 29 જૂન પછી 25 નવેમ્બરથી જ લગ્ન અને માંગલિક કાર્યોની શરૂઆત થઇ શકશે.

ત્યાર બાદ 25 નવેમ્બરથી શુભ મુહૂર્ત.

હંદુ નવવર્ષમાં લગ્ન મુહૂર્તની શરૂઆત એક મેથી થઇ ગઇ હતી. જે હવે દેવશયની એકાદશી સુધી રહેશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે મે મહિનામાં લગ્ન અને અન્ય માંગલિક કાર્યોના 11 મુહૂર્ત હતાં. ત્યાર બાદ જૂનમાં ભડલી નોમ સહિત 6 શુભ મુહૂર્ત છે.

મહામારીના કારણે મે મહિનામાં જે લોકોના લગ્ન રોકાઇ ગયા હતાં. તેઓ 29 જૂને ભડલી નોમના વણજોયાં મુહૂર્તમાં લગ્ન કરી શકે છે. એક જુલાઈએ દેવશયની એકાદશી સાથે ચાતુર્માસ હોવાથી લગભગ 5 મહિના માટે લગ્ન જેવા માંગલિક કામ બંધ થઇ જશે. ત્યાર બાદ મુહૂર્ત 25 નવેમ્બરથી શરૂ થશે. નવેમ્બરમાં માત્ર 2 દિવસ અને ડિસેમ્બરમાં સાત દિવસ જ લગ્નના મુહૂર્ત રહેશે.

એક જુલાઈથી 5 મહિના સુધી લગ્ન મુહૂર્ત નથી.

એક જુલાઈ દેવશયની એકાદશીથી લગ્ન મુહૂર્ત રહેશે નહીં. દેવઉઠની એકાદશી 25 નવેમ્બરથી શરૂ થશે. જુલાઈથી નવેમ્બર સુધી 5 મહિના સુધી લગ્નમાં બ્રેક રહેશે. આ વર્ષે નવેમ્બરમાં 26 અને 27 તારીખે જ મુહૂર્ત રહેશે, જ્યારે ડિસેમ્બરમાં માત્ર 1 થી 11 સુધી સાત દિવસ જ મુહૂર્ત રહેશે.

કોરોના મહામારીના કારણે લગ્ન ઉપર ગ્રહણ લાગશે.

જૂનમાં પહેલાં 17, 20 અને હવે 27, 28, 30ના રોજ શુભ મુહૂર્ત છે. તેમાં 29 જૂનનું વિશેષ મુહૂર્ત છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે માર્ચથી અત્યાર સુધી થોડાં લોકો જ દાંપત્ય સૂત્રમાં બંધાયાં.