Friday, May 16, 2025
Homeટેક્નોલોજીTECHNOLOGY : બેંક કાર્ડ્સ જેવી સવલત હવે યુપીઆઈમાં પણ મળવાની શક્યતા

TECHNOLOGY : બેંક કાર્ડ્સ જેવી સવલત હવે યુપીઆઈમાં પણ મળવાની શક્યતા

- Advertisement -

ભારતમાં રૂપિયાની લેવડદેવડનું આખું ચિત્ર યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને કારણે ખાસ્સું બદલાઈ ગયું છે અને હવે તેમાં હજુ એક મોટો ફેરફાર આવી રહ્યો છે. બહાર આવી રહેલી વિગતો અનુસાર યુપીઆઇમાં ‘યુપીઆઇ મેટા’ નામે એક નવું ફીચર આવી રહ્યું છે. તેની મદદથી આપણે વિવિધ ઇ-કોમર્સ વેબસાઇટ તથા એપ પર પોતાનાં યુપીઆઇ આઇડી સેવ કરી શકીશું.

અત્યારે આપણે ઓનલાઇન ખરીદી કરવાની હોય ત્યારે દરેક ટ્રાન્ઝેક્શન માટે મેન્યુઅલી પોતાની યુપીઆઇ એપ પસંદ કરીને તેમાં આપણું યુપીઆઇ આઇડી લખવાનું થાય છે. કંઈક અંશે દરેક ટ્રાન્ઝેકશન વખતે પોતાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડની બધી વિગતો નવેસરથી લખવા જેવી આ વાત છે. પરંતુ આપણા કાર્ડની વિગતો આપણે ઓનલાઇન સેવ કરી શકીએ છીએ. બરાબર એ જ રીતે આપણે ઓનલાઇન વેબસાઇટ, એપ કે પેમેન્ટ ગેટવે પર ફોનપે કે ગૂગલપે જેવી યુપીઆઇ એપનું પોતાની પસંદગીનું યુપીઆઇ આઇડી સલામત રીતે સેવ કરી શકીશું.

અલબત્ત, એ માટે પહેલાં આપણી મંજૂરી લેવામાં આવશે.

જે રીતે આપણા બેંક કાર્ડની વિગતોનું ટોકનાઇઝેશન કરવામાં આવે છે અને પછી તેને જે તે ઓનલાઇન શોપિંગ વેબસાઇટ કે એપની સિસ્ટમમાં સલામત રીતે સેવ કરવામાં આવે છે, જેથી તેનો દુરુપયોગ ન થાય, બરાબર એ જ રીતે યુપીઆઇ આઇડીને પણ સલામત રીતે સેવ કરવામાં આવશે.

જોકે અત્યારે આ ફીચર હજી અમલમાં આવ્યું કે નથી કે તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી. પરંતુ નેશનલ પેમેન્ટ્સ ઓફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)માં તેની સક્રિય વિચારણા ચાલી રહી હોવાના સમાચાર છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular