હવે વિલંબથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે માત્ર 1 તક મળશે

0
3

જો તમે ટેક્સપેયર છો ધ્યાન આપો. સરકારે લેટ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ હવે ટેક્સપેયર્સને લેટ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે માત્ર એક તક મળશે. સરકારે ફાઈનાન્સ બિલ 2021માં સુધારો કરીને આ ફેરફાર કર્યો છે. આ નવો નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થઈ જશે.

અત્યારે બે તક મળે છે

વર્તમાન સમયમાં ટેક્સપેયર્સને મોડેથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે બે તક મળે છે. અસેસમેન્ટ યરમાં માર્ચના અંત સુધી રિટર્ન ફાઈલ કરવા પર કોઈ ફી નથી. આગામી નાણાકીય વર્ષમાં ડિસેમ્બરના અંત સુધી રિટર્ન ફાઈલ કરવા પર 5 હજાર રૂપિયાની લેટ ફી આપવી પડે છે. જ્યારે 10 હજાર રૂપિયાની લેટ ફીની સાથે આગામી વર્ષ માર્ચના અંત સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકાય છે.

આ નવો નિયમ હશે

1 એપ્રિલથી લેટ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના નિયમો બદલાઈ જશે. એપ્રિલથી ટેક્સપેયરને ગત નાણાકીય વર્ષના ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ચાલુ અસેસમેન્ટ યરમાં માર્ચના અંત સુધી તક નહીં મળે. હવે ટેક્સપેયર માત્ર ડિસેમ્બર સુધી 5 હજાર રૂપિયાની લેટ ફીની સાથે રિટર્ન ફાઈલ કરી શકશે. 10 હજાર રૂપિયાની લેટ ફીની સાથે રિટર્ન ફાઈલ કરવાના ઓપ્શનને દૂર કરી દેવામાં આવ્યો છે. જો કે, 5 લાખ રૂપિયા સુધીની આવકવાળા લોકોને 1 હજાર રૂપિયાની લેટ ફીની સાથે રિટર્ન દાખલ કરવાનો ઓપ્શન મળતો રહેશે.

આ કારણે ફેરફાર કરવામાં આવ્યો

રિટર્ન ફાઈલિંગની પ્રોસેસને શક્ય તેટલી ઝડપથી પૂરી કરવાના હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. રિટર્ન ફાઈલિંગની પ્રક્રિયાને વહેલી પૂરી કરવાથી યોગ્ય ટેક્સપેયર્સને રિફંડ પણ ઝડપથી જાહેર કરી શકાશે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકાર સમયાંતરે ફેરફાર કરતી રહે છે. સરકારનો હેતુ ઈન્કમ ટેક્સ રિટર્નની પ્રોસેસને સરળ અને સુવિધાજનક બનાવવાનો છે.

પેન સાથે આધાર લિંક કરાવવામાં વિલંબ કરવા પર દંડ ભરવો પડશે

ફાઈનાન્સ બિલ 2021માં પેન સાથે આધારને લિંક નહીં કરાવવા પર દંડની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમ અનુસાર, 31 માર્ચ 2021 સુધી પેનથી આધારને લિંક નહીં કરાવવા પર 1 હજાર રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961માં નવી સેક્શન 234H ઉમેરીને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here