ગાંધીનગર : હવે 23 જૂન સુધી ઉદ્યોગો ગુજરાત ગેસનું બીલ 15 દિવસના 4 હપ્તામાં ભરી શકશેઃ અશ્વિની કુમાર

0
8
  • ગુજરાતમાં દર દસ લાખે 109 લોકો કોરોના પોઝિટિવ, દેશની સરેરાશ દસ લાખે 43ની 
  • રાજ્યમાં 24 નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 449, અમદાવાદમાં 22 સાથે કુલ મોત 343
  • છેલ્લાં અઠવાડિયામાં નવા કેસમાં રોજ 7%  વધ્યાં, કેસ બમણાં થવાનો દર 10 દિવસનો

ગાંધીનગર. ભાવનગરમાં મોડી રાત્રે નોંધાયેલા નવા સાત કેસ તથા ગાંધીનગર જિલ્લામાં 14 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7424 થઇ ગઇ છે.  જ્યારે મૃત્યુઆંક 449એ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1872 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  નવસારી જિલ્લામાંથી આવેલા 8 લોકોને રાજકોટ જિલ્લાના પારડીમાં હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ઉદ્યોગો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ઘણા ઉદ્યોગો એવા છે જે ગુજરાત ગેસનો ઉપયોગ ઉદ્યોગો માટે કરે છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગ અને સાઉથ ગુજરાતના નાન ઉદ્યોગો, સૌ ઔધ્યોગિક ગ્રાહકો માટે ચાર મહત્વના નિર્ણય લીધા છે. ગુજરાત ગેસના ગેસ વાપરતા હોય માર્ચના બીજા પખવાડિયામાં જે કોઇપણ બીલ ડ્યૂ થતા હતા એ તમામ બીલોની ડ્યૂ ડેટ 10મી મે કરવામાં આવી છે. 10 મેના દિવસે ગેસના ચાર્જ ડ્યૂ થાય તેને ભરવા માટે 23 જૂન સુધી 15 દિવસના ચાર હપ્તા કરી આપવામા આવ્યા છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એપ્રિલ મે અને જૂન ત્રણ મહિના માટે એમજીઓમાંથી ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવી છે.

કુલ 7403 દર્દી, 449ના મોત અને 1872 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 5260 343 1001
વડોદરા 465 31 198
સુરત 824 38 389
રાજકોટ 64 01 26
ભાવનગર 84 06 23
આણંદ 77 06 43
ભરૂચ 27 02 25
ગાંધીનગર 97 05 20
પાટણ 24 01 15
નર્મદા 12 00 12
પંચમહાલ 57 03 06
બનાસકાંઠા 74 02 25
છોટાઉદેપુર 14 00 13
કચ્છ 07 01 05
મહેસાણા 42 01 08
બોટાદ 51 01 11
પોરબંદર 03 00 03
દાહોદ 19 00 02
ખેડા 27 01 03
ગીર-સોમનાથ 04 00 03
જામનગર 16 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 17 02 03
મહીસાગર 43 01 07
અરવલ્લી 67 02 14
તાપી 02 00 01
વલસાડ 06 01 04
નવસારી 08 00 05
ડાંગ 02 00 01
દેવભૂમિ દ્વારકા 04 00 00
સુરેન્દ્રનગર 01 00 01
જૂનાગઢ 02 00 00
અન્ય રાજ્ય 01 00 00
કુલ  7403 449 1872

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here