હવે વેગનઆર, ઇગ્નિસ અને એસ-ક્રોસને પણ મંથલી સબસ્ક્રિપ્શન પર ઘરે લાવી શકાશે : જાણો કઈ સુવિધાઓ મળશે.

0
0

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL)એ બુધવારે વેગનઆર, ઇગ્નિસ અને એસ-ક્રોસ ક્રોસ-ઓવર જેવા મોડેલ માટે પણ સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યો. પહેલા જ્યાં સબસ્ક્રિપ્શન પ્લાન માત્ર મોંઘા મોડેલ સુધી મર્યાદિત હતો, ત્યારે હવે કંપની સસ્તા અને વધારે વેચાણવાળા મોડેલ પર પણ આ સુવિધા આપી રહી છે. સબસ્ક્રિપ્શન પ્લાનમાં કઈ કઈ સુવિધાઓ મળશે, જાણો..

કયા શહેરોમાં સુવિધા મળશે?

આ સુવિધા અમદાવાદ, દિલ્હી-NCR, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, મુંબઈ અને ચેન્નઈ જેવા મુખ્ય શહેરોમાં કંપનીની ‘મારુતિ સુઝુકી સબસ્ક્રાઈબ’ સ્કીમ અંતર્ગત મળશે.

દર મહિને કેટલો ખર્ચ આવશે?

મોડેલના હિસાબથી સબસ્ક્રિપ્શન વિવિધ છે. દિલ્હીમાં 48 મહિનાના સમયગાળા માટે ગ્રાહકોને વેગનઆર Lxi વેરિઅન્ટ માટે 12,722 રૂપિયા પ્રતિ માસ અને ઇગ્નિસ સિગ્મા માટે 13,772 રૂપિયા (તમામ ટેક્સ સહિત) ચૂકવવા પડશે.

પ્લાનમાં શું સુવિધા મળશે?

મારુતુ સુઝુકી સબસ્ક્રાઈબમાં ગ્રાહકોને માત્ર એક માસિક સબસ્ક્રિપ્શન આપવાનું હોય છે, જેના બદલામાં તેને પસંદ કરેલા પ્લાનના સંપૂર્ણ કાર્યકાળ માટે મેઈન્ટેનન્સ, 24×7 રોડ સાઈડ અસિસ્ટન્સ અને વીમાની સુવિધા આપવામાં આવે છે. ગ્રાહકો પોતાની સુવિધા અનુસાર 24, 36 અને 48 મહિના સુધીનો પ્લાન પસંદ કરી શકે છે.

પ્લાન પૂર્ણ થયા બાદ શું વિકલ્પ મળશે?

સબસ્ક્રિપ્શનનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ ગ્રાહકો વર્તમાન પ્લાનને વધારવા, કોઈ નવા વાહનમાં અપગ્રેડ કરવા અને માર્કેટ પ્રાઈસ પર તેમના દ્વારા ઉપયોગ કરવામાં આવેલા વાહનની ખરીદી સુધીના વિકલ્પ પસંદ કરી શકે છે.

ગત વર્ષે સ્કીમ શરૂ થઈ હતી

કંપનીએ ગત વર્ષે દિલ્હી-NCR, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, મુંબઈ, ચેન્નઈ અને અમદાવાદ જેવા મુખ્ય શહેરોમાં મારુતિ સુઝુકી સબસ્ક્રાઈબ સ્ક્રીમ શરૂ કરી હતી, જેમાં એરિના ડીલરશીપની સ્વિફ્ટ, ડિઝાયર, વિટારા બ્રેઝા, અર્ટિગા અને નેક્સા ડીલરશીપની બલેનો, સિયાઝ અને XL6 સામેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here