Home ટોપ ન્યૂઝ આજે 12 વાગ્યે રાજ્યસભામાં મોદી સરકારની અગ્નિપરિક્ષા, ઉપલાગૃહમાં NRC બિલ થશે રજૂ

આજે 12 વાગ્યે રાજ્યસભામાં મોદી સરકારની અગ્નિપરિક્ષા, ઉપલાગૃહમાં NRC બિલ થશે રજૂ

0
21

સોમવારે લોકસભામાં નાગરિક સંશોધન બિલ સહેલાયથી પસાર થઈ ગયું છે. ત્યારે આજે ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં આ બિલ રજૂ થશે. રાજ્યસભામાં આ બિલ પર લગભગ 12 વાગ્યાની આસપાસ ચર્ચા શરૂ થશે. આજે રાજ્યભામાં પ્રશ્નકાળ નહીં હોય. આ બિલ પર ચર્ચા માટે 6 કલાકનો સમય આપવામાં આવ્યો છે.

બિલ પર ચર્ચાની શરૂઆત કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ અને આનંદ શર્મા કરશે. આ ઉપરાંત ટીએમની ડેરેક ઓબ્રાયન, ડીએમકેના તિરુચી સિવા, બસપાના સતીશ મિશ્રા, બસપાના જાવેદઅલી ખાન, આપના સંજય સિંહ, એનસીપી તરફથી પ્રફુલ પટેલ અને આરજેડીના મનોઝ ઝા ચર્ચામાં ભાગ લેશે. મોદી સરકારની પરીક્ષા ત્યારે શરૂ થશે જ્યારે ચર્ચા બાદ બિલ રાજ્યસભામાં પસાર કરવા માટે વોટિંગ થશે. ચર્ચા દરમિયાન રાજ્યસભામાં હોબાળાની પૂરેપૂરી શક્યતા છે.

રાજ્યસભામાં આ બિલનો વિરોધ કરવા માટે કોંગ્રેસ, ટીએમસી અને સપાએ પોતાના સાંસદો ગૃહમાં હાજર રહે તે માટે વ્હિપ જાહેર કર્યુ છે. નોંધનિય છે કે લોકસભામાં સરકારની સાથે જેડીયૂ, શિવસેના, બીજેડી અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાંક પક્ષ સમર્થનમાં વોટિંગ કર્યુ હતું તેના કારણે આ બિલ સહેલયાથી પસાર થઈ શક્યું હતું. પરંતુ રાજ્યસભામાં બિલ પાસ થાય તે પહેલાં શિવસેનાએ કેટલીક શર્ત રાખી છે અને જો આ શર્ત પૂરી થશે તો જ બિલના સમર્થનમાં મતદાન કરશે તેવો નિર્ધાર કર્યો છે. જેને પગલે મોદી સરકારની મુશ્કેલી વધી શકે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App