Home દિલ્હી દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારની એનએસએ ડોભાલે મુલાકાત લીધી

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારની એનએસએ ડોભાલે મુલાકાત લીધી

0
4

નવીદિલ્હી : નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં છેલ્લા ૩ દિવસથી થઈ રહેલી હિંસાને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે  નિરીક્ષણ કરી સ્થિતિ જાણી દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી હતી.


નવીદિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી હિંસામાં એક હેડ કોન્સ્ટેબલ સહિત ૨૦ લોકો માર્યા ગયા છે.હવે હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પોલીસને દંગાઈઓને દેખો ત્યાં ઠારના આદેશો અપાયા છે.ડોભાલે ગાડીમાં બેસીને સીલમપુર, ભજનપુરા, મૌજપુર, યમુના વિહાર જેવા વિસ્તારોની સ્થિતિની જાણકારી મેળવી હતી.દિલ્હી પોલીસના સ્પેશ્યિલ કમિશ્ર્‌નર (ક્રાઈમ) સતીષ ગોલચાએ જણાવ્યુ હતું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.૫ાછલા અમુક દિવસથી બળકે બળી રહેલા દિલ્હીના એનક વિસ્તારોમાં આજે પણ કફર્યું જેવી સ્થિતિ છે મૃતકાંક કુલ ૨૦ને પાર થવા પામી ગયો છે ત્યારે હવે જાણે કે રહી રહીને સરકાર જાગી હોય તેમ એનએસએ ડોભાલ દ્વારા દિલ્હીની રૂબરૂ મુલાકાત કરવામાં આવી છે.

Live Scores Powered by Cn24news