વડોદરા : વિદ્યાર્થીઓની 6 મહિનાની ફી માફ કરવાની માંગ સાથે NSUIએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

0
4

વડોદરા. વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં વડોદરા શહેરની સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં પ્રથમ સેમેસ્ટરની 6 માસની ફી માફીની માંગ સાથે વડોદરા NSUI દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. NSUIના પ્રમુખ વ્રજ પટેલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની મહામારીના કારણે દરેક વર્ગના લોકોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે, જેથી પરિવારો આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે. જો આવા સમયે સરકાર આર્થિક પેકેજ જાહેર કરતી હોય તો વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં 6 માસની ફી માફી કરવી જોઇએ તેવી અમારી માંગ છે.