Tuesday, September 21, 2021
HomeNTPCએ એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેનીના પદ પર ફીમેલ ઉમેદવારો પાસેથી અરજી માગી
Array

NTPCએ એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેનીના પદ પર ફીમેલ ઉમેદવારો પાસેથી અરજી માગી

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)એ એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેનીના 50 પદની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. સૌથી ખાસ વાત એ છે કે, પદો માટે માત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે. આ પદ માટે 06 મે સુધી અરજી પ્રક્રિયા ચાલુ રહેશે. ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યા- 50 પદ

લાયકાત…

આ પદ માટે એન્જિનિયરિંગ/ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન કરી ચૂકેલા ઉમેદવારો અરજી કરી શકે છે.

વય મર્યાદા…

એન્જિનિયરિંગ એક્ઝિક્યુટિવ ટ્રેનીના પદ પર અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 27 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

સિલેક્શન પ્રોસેસ…

આ પદ માટે ઉમેદવારોનું સિલેક્શન એપ્ટિટ્યુડ ટેસ્ટમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

સેલરી…

પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને 40,000 – 1,40,000 રૂપિયા સેલરી આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ…

અરજી શરૂ થવાની તારીખ- 15 એપ્રિલ
અરજીની છેલ્લી તારીખ- 06 મે

અરજી ફી…

આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોને કોઈપણ પ્રકારની અરજી ફી નહીં ચૂકવવી પડે.

આ રીતે અરજી કરવી…

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે નક્કી તારીખ પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments