Friday, August 6, 2021
Homeરાજકોટ : 42 કેસ- 5ના મોત, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 9 હજારને...
Array

રાજકોટ : 42 કેસ- 5ના મોત, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 9 હજારને પાર, 8590 દર્દી રિકવર, 1292 દર્દી સારવાર હેઠળ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. જેથી હાલ તો માસ્ક જ આપણી વેક્સિન છે. રાજકોટમાં 24 કલાકમાં 5નાં મોત નીપજ્યાં છે. શહેરમાં 42 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 6875 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજકોટ સહિત જિલ્લાભરમાં પોઝિટિવ કેસની સંખ્યા 9 હજારને પાર પહોંચી ગઈ છે. આગામી સપ્તાહમાં વધુ એક હજાર કેસ આવે તો 10,000 સુધી પહોંચી શકે છે અને ત્યારબાદ કેસની સંખ્યા ઘટે તેવી આશા છે. મંગળવારે શહેરી વિસ્તારમાં 104, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 43 કેસ નોંધાયા છે. રાજ્ય કક્ષાએથી જાહેર થયેલા આંકડા મુજબ રાજકોટમાં 1292 એક્ટિવ કેસ છે. તેમજ 145નાં મોત નીપજ્યાં છે. કુલ 8590 દર્દી રિકવર થયા છે.

કરણપાર્ક, અંબિકાપાર્ક સહિત 7 નવા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
કોરોના સંક્રમણ અટકાવવા મનપાએ વધુ સાત વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે. જેમાં મવડી મેઇન રોડ પર શ્રીહરિ પાર્ક, નાનામવા મેઇન રોડ પર કરણપાર્ક, ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગુરુવરદ એપાર્ટમેન્ટ, અંબિકાપાર્ક, રૈયા રોડ મણિનગર, કોઠારિયા મેઇન રોડ અમરનાથ પાર્ક, નાણાવટી ચોક પાસે સંતોષ પાર્ક, કાલાવડ રોડ પર ક્રિષ્ના પાર્કને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. મનપાની 1031 સર્વેલન્સની ટીમે 34925 ઘરનો સરવે કર્યો હતો, ચાર વ્યક્તિને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા.

માસ્કથી જ આ કસોટીનો સામનો કરવાનો છે : ડીસીપી જાડેજા
ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોના સામેનો જંગ વિશ્વ આખું લડી રહ્યું છે, જ્યાં સુધી વેક્સિન આવે નહીં ત્યાં સુધી માસ્ક જ વેક્સિન છે, માસ્કને આપણા જીવનનો હિસ્સો બનાવવો પડશે, માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળવું નહીં, તેમજ માસ્કને ચહેરાથી નીચે ઉતરવા દેવું નહીં આટલી તકેદારી પોતાને તથા પરિવારને સુરક્ષિતતા આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments