Sunday, February 16, 2025
Homeસાંસદ નુસરત જહાંનો પતિ નિખિલ જૈન લૂંટાયો, નીકળ્યું ગુજરાત કનેકશન
Array

સાંસદ નુસરત જહાંનો પતિ નિખિલ જૈન લૂંટાયો, નીકળ્યું ગુજરાત કનેકશન

- Advertisement -

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને ચર્ચિત બાંગ્લા અભિનેત્રી નુસરત જહાંના બિઝનેસમેન પતિ નિખિલ જૈને વીઆઈપી ફોન નબંર આપવાના નામ પર 45000 રૂપિયાનો ચૂનો ચોપડી દીધો. છેતરપિંડી કરનારાઓએ નિખિલ જૈનને વચન આપ્યું હતું કે તેમને તેમની પસંદગીનો મોબાઇલ નંબર અપાવી દેશે. તાજેતરમાં નુસરતની સાથે તુર્કીમાં સાત ફેરા લેનાર રંગોલી સાડીના માલિક નિખિલે પોતાના રિપેસ્પશનની પાર્ટીના એક દિવસ પહેલાં જ ફરિયાદ નોંધાવી.

કોલકત્તા પોલીસના સાઇબર સેલ એ ફરિયાદ મળ્યા બાદ કેસ નોંધાવી લીધો છે પરંતુ હજુ સુધી કોઇની ધરપકડ કરાઇ નથી. એવું નથી કે માત્ર નિખિલ જ છેતરપિંડીનો ભોગ બન્યા છે. કોલકત્તાના કેટલાંય લોકોને પૈસા લઇ વીઆઈપી ફોન નંબર આપવા માટે મેસેજ મોકલાય છે. તેમાં કેટલાંય લોકો છેતરપિંડીનો શિકાર બન્યા છે.

દિલ્હી પોલીસની એક ટીમ દ્વારા 4 વર્ષ પહેલાં સાલ્ટ લેકમાં વીઆઈપી નંબર આપવાના બ્હાને છેતરપિંડી કરનારનો ભાંડાફોડ કર્યા બાદ આ ફરિયાદ આવી છે. નિખિલ જૈનની એફઆઇઆરના મેત 26મી મે બાદ એક દિવસ આરોપીએ ગુનાના ષડયંત્રની અંતર્ગત એક ટેલિકોમ કંપનીના અધિકારીના ઇમેલથી કોઇ મેસેજ મોકલ્યો. આરોપીઓએ વીઆઈપી નંબર આપવાના બદલામાં એક ખાનગી ખાતામાં 45000 રૂપિયા જમા કરાવા માટે કહ્યું.

આ ખાતું વડોદરા ગુજરાતના સુભાનપુરા બ્રાન્ચમાં છે. આ છેતરપિંડીના સંબંધમાં આઇટી એક્ટ અને આઇપીસીની કલમોમાં કેસ નોંધાઇ ગયો છે. સાઇબર સેલ એ કેસની તપાસ શરૂ કરી દીધી છે. શહેરમાં આ પ્રકારની ગેંગ ઘણા સમયથી સક્રિય થઇ છે. ચાર વર્ષ પહેલાં મધ્યપ્રદેશના છિંદવાડના રહેવાસી અક્ષય કુમાર અગ્રવાલને અરેસ્ટ કરાયા હતા. તેને કોલકત્તા, દિલ્હી અને ઇન્દોરમાં કેટલાંય બિઝનેસમેનને નિશાન બનાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular