પ્રતિક્રિયા : કેન્દ્રીય કર્મચારીઓના DA રોકવા પર કોંગ્રેસને વાંધો, મનમોહનસિંહે કહ્યું- કર્મચારીઓ અને સૈનિકોની મુશ્કેલી વધારવી અયોગ્ય

0
12

નવી દિલ્હી:. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સહિત અમુક કોંગ્રેસના નેતાઓએ શનિવારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને રોકવાનો વિરોધ કર્યો. મનમોહનસિંહે કહ્યું- આ મુશ્કેલ સમયમાં સરકારી કર્મચારીઓ અને સૈનિકોની પરેશાનીઓ વધારવામાં આવી રહી છે, જે ખોટું છે. રાહુલ ગાંધી અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે પણ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યો. બન્ને નેતાઓએ કહ્યું કે સરકારે પૈસા બચાવવા માટે બુલેટ ટ્રેન જેવી યોજનાઓ ટાળવી જોઇએ.

અમે કર્મચારીઓ સાથે

કોંગ્રેસ દ્વારા જાહેર એક વીડિયોમાં મનમોહનસિંહે કહ્યું- મને લાગે છે કે આ સમયે સરકારી કર્મચારીઓ અને સૈનિકોની પરેશાની વધારવી જોઇએ નહીં. અમે એ લોકો સાથે જેમના મોંઘવારી ભથ્થા રોકવામાં આવ્યા છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here