રાજ્યભરમાં વાળંદોને તડાકો – લોકડાઉન ખૂલતાં જ કટિંગ-દાઢીના ભાવ 3 ગણા વધ્યા, 50ની દાઢીના 150 તો 80ના હેર કટિંગના રૂ. 200 થયા

0
17
પ્રતિકાત્મક
  • નુકસાનને સરભર કરવા ભાવમાં વધારો કરવામાં આવ્યો
પ્રતિકાત્મક

સીએન 24,ગુજરાત

અમદાવાદકોરોના વાઈરસના કારણે દેશભરમાં 25 માર્ચથી લોકડાઉન છે. લોકડાઉનના ત્રણ તબક્કામાં જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી, પરંતુ લોકડાઉનના ચોથાં તબક્કામાં છૂટછાટ આપવામાં આવી છે. જોકે આ છૂટછાટનો વેપારીઓ ગેરલાભ ઉઠાવી રહ્યાં છે. બે મહિનાથી વેપાર-ધંધો બંધ રહેતા વેપારીઓ બેફામ અને મનફાવે તેવો ભાવ લઇ રહ્યાં છે. આ રીતનો ભાવ વધારો સલૂનના વ્યાપારમાં પણ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં અનેક સલૂનમાં હેરકટિંગ અને દાઢીના ભાવમાં સેનિટાઇઝેશન સહિતની વસ્તુઓના નામે બેથી ત્રણ ગણો ભાવ લેવામાં આવી રહ્યો છે. હેરકંટિગમાં 200 તો દાઢીના 150 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે.

નુકસાનની ભરપાઈ કરવા ભાવમાં વધારો કરાયો
બે મહિનાથી દુકાનો બંધ રહેવાથી હેર સલૂનના વેપારમાં ભારે નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં અનેક હેર સલૂન છે જ્યાં દાઢી, હેર કંટિગના ભાવમાં બેથી ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. એક તો દુકાન બંધ રહેવાથી થયેલું નુકસાન અને ઉપરથી ધંધો ફરી શરૂ કર્યા બાદ સેનિટાઇઝેશન, માસ્ક, ડિસ્પોઝેબલ ગળોકું બાંધવા સહિતની કોરોનાથી બચવા માટેની સામગ્રીનો ઉપયોગ કરવાના ખર્ચને દાઢી અને હેર કંટિગના ભાવમાં ઉમેરી દેવામાં આવ્યો છે.

હેર કંટિગ અને દાઢીના ભાવમાં વધારી દીધી
નુકસાન અને ખર્ચને સરભર કરવાનું કારણ આગળ ધરીને શહેરમાં હેર કંટિગ માટે જ્યાં સામાન્ય રીતે 80 રૂપિયા લેવામાં આવતા હતા તેના 200 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. એવી જ રીતે લોકડાઉન પહેલા સામાન્ય રીતે દાઢીના 50 રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ અત્યારે 100થી 150 વસૂલવામાં આવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here