10 ઓક્ટોબરનું રાશિફળ : ગુરૂવારે ધન રાશિના જાતકોએ સાવધાન રહેવું, ધનહાનિ અને યશહાનિ થવાની સંભાવના છે

0
0

મેષ

પોઝિટિવઃ– આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. કાર્યોમાં સફળતા મળશે અને અપૂર્ણ કાર્યો પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે સમય સામાન્ય રહેશે. પરીક્ષાઓમાં સફળતા મહેનત ઉપર નિર્ભર થશે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ભાગ લઇ શકો છો, જેનાથી સમાજમાં સન્માન વધશે.

નેગેટિવઃ– કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લઇ શકવાની જગ્યાએ દુવિધાનો અનુભવ થશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. સંતાન પક્ષને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહી શકે છે. નાની-નાની સમસ્યાઓ જોવા મળી શકે છે.

લવઃ– પ્રેમ-સંબંધોમાં સફળતા મળવાની સંભાવા થોડી ઓછી છે.
વ્યવસાયઃ– આર્થિક સ્થિતિ અનુકૂળ રહેવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે.

 

વૃષભ

પોઝિટિવઃ– તમારી મહેનત અને કઠોર પરિશ્રમથી બધા જ કાર્ય સમયે પૂર્ણ થશે. કાર્યક્ષેત્રમાં બધા કાર્ય સરળતાથી થશે, જેથી અધિકારી પ્રસન્ન રહેશે. તમારા કાર્યોના કારણે પ્રમોશન પણ મળી શકે છે. નવા કાર્યની શરૂઆત માટે સમય સારો છે. અપૂર્ણ કાર્ય પૂર્ણ થશે.

નેગેટિવઃ– ઘરમાં એવું વાતાવરણ બનાવવું નહીં જેથી પરિવારની સ્થિતિ ખરાબ થાય. આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરેલૂ વિવાદના કારણે આર્થિક વિકાસમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે. કોર્ટ-કચેરીના મામલે સાવધાન રહેવું.

લવઃ– પતિ-પત્નીની વિચારધારા એકબીજાને યોગ્ય રીતે મળશે.
વ્યવસાયઃ– સમય આર્થિક લાભની દ્રષ્ટિથી સારો અને ઉન્નતિ દાયક રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– આરોગ્ય સામાન્ય રહેશે.

 

મિથુન

પોઝિટિવઃ– આજનો દિવસ સમાન્ય રહેશે. મનમાં કાલ્પનિક વિચાર આવશે, જેથી સૃજનાત્મક શક્તિને યોગ્ય દિશા મળી જશે. અભ્યાસના ક્ષેત્રમાં તમને રસ વધશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે અને ધનલાભ પણ થઇ શકે છે.

નેગેટિવઃ– કોઇ પ્રકારની ચલ-અચલ સંપત્તિને લઇને વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. તમારી કામ કરવાની રીતમાં બદલાવ લાવો, નહીંતર નુકસાન થઇ શકે છે. ઘરની સજાવટ પર ભારે સંખ્યામાં ખર્ચ થઇ શકે છે.

લવઃ– કપલ વચ્ચે મનમુટાવ થઇ શકે છે.
વ્યવસાયઃ– વેપારમાં નાની-મોટી પરેશાની આવી શકે છે.
સ્વાસ્થ્યઃ– માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતાઓ ઉત્પન્ન થઇ શકે છે.

કર્ક

પોઝિટિવઃ– કોઇ પ્રોપર્ટી સંબંધિત વાદ-વિવાદ છે તો તે તમારી ફેવરમાં રહેશે. પરિજનો સાથે સંબંધ સરૂચિપૂર્ણ રહેશે. થોડાં શુભ સમાચાર પણ મળી શકે છે. જો લાંબા સમયથી નવું ઘર કે નવી ગાડી માટે પ્રયાસ કરી રહ્યા છો તો આ સમય સફળતા મળવાના અણસાર પણ બનશે.

નેગેટિવઃ– આ સમયે પરિવારનું સંતુલન ખરાબ થવાની સંભાવના છે. આ સમય તમારી માટે તણાપવપૂર્ણ સાબિત થઇ શકે છે. આર્થિક દ્રષ્ટિથી થોડાં સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે અને આર્થિક લાભ થવાના યોગ બની રહ્યા છે.

લવઃ– પ્રેમ જીવન અને દાંપત્ય જીવનમાં તમારી માટે પરેશાનીઓ ઊભી થઇ શકે છે.
વ્યવસાયઃ– બેરોજગાર જાતકોને રોજગારના અવસર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ– માથાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે.

 

સિંહ

પોઝિટિવઃ– તમારું ભાગ્ય ફરી ચમકશે. કામકાજ ધીમી ગતિથી ચાલી રહ્યું છે તો તેમાં અચાનક ગતિ આવશે. તમારું ધન ક્યાંક અટકાયેલું છે તો તેને મળવાના અણસાર છે. સંપત્તિ સંબંધી મામલે લાભ મળવાની સંભાવના છે.

નેગેટિવઃ– પરિજનો વચ્ચે મનમુટાવ જોવા મળી શકે છે. આ દરમિયાન તમે સંયમથી કામ લો અને પરિસ્થિતિઓને નિયંત્રણમાં રાખવાની કોશિશ કરો. વધારે ગુસ્સો કામમાં વિઘ્ન અને નુકસાન કરાવી શકે છે.

લવઃ– એકબીજા પ્રત્યે સારી ભાવના ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ– તમને ધનલાભ થવાની સંભાવના રહેશે અને જીવનમાં સમૃદ્ધિનું આગમન થશે.
સ્વાસ્થ્યઃ– જીવનસાથી અને માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

 

કન્યા

પોઝિટિવઃ– જીવનશૈલી અને રહેણી-કરણીમાં બદલાવ લાવવાની કોશિશ કરશો. કારોબારી સ્થિતિ આશાજનક રહેશે. માનસિક શાંતિની શોધમાં આધ્યાત્મક સાથે જોડાવાનો અવસર મળશે. શરીરમાં વધારે ઊર્જા રહેવાના કારણે તમે તમારા અટકાયેલાં કાર્યો પૂર્ણ કરી શકશો.

નેગેટિવઃ– જીવનને લઇને કોઇ કઠોર નિર્ણય કરી શકો છો. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. વાદ-વિવાદ અને ઝગડાના કારણે માનસિક કષ્ટ વધશે. વિના કારણે જ મન બેચેન રહેશે, જેથી કોઇ કામમાં મન લાગશે નહીં.

લવઃ– જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થવાથી કાર્યની સાથે-સાથે બહારગામની યાત્રામાં સફળતા પ્રાપ્ત થશે.
વ્યવસાયઃ– નોકરીમાં પ્રમોશનના યોગ બની શકે છે.
સ્વાસ્થ્યઃ– માતાનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

તુલા

પોઝિટિવઃ– આજનો દિવસ સારો રહેશે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો. મિત્રો-સહયોગિઓને ભરપૂર સહયોગ મળશે. પરિવાર સાથે સમયનો સારો ઉપયોગ થશે. તમારા જ્ઞાન અને બુદ્ધિથી બીજાને પ્રભાવિત કરશો. સફળતા અને સહયોગના સારા સંકેત છે.

નેગેટિવઃ– અનુશાસનનું ધ્યાન રાખો. અજાણ્યા લોકોની નજીક આવવામાં સાવધાન રહો. કારણ વિના કોઇ સાથે વિવાદ કરવાથી બચવું. ગુસ્સા ઉપર કાબૂ રાખો. નહીંતર પરિવારના લોકો સાથે વિવાદ થઇ શકે છે.

લવઃ– પ્રેમીઓની એકબીજા સાથે વિચારધારા સારી હોવાથી એક બીજા પ્રત્યે પ્રેમ ભાવના વધારે થઇ શકે છે.
વ્યવસાયઃ– આ વર્ષે તમારા ખર્ચમાં વૃદ્ધિ તો થશે, પરંતુ વિવિધ માધ્યમોથી ધનનું આગમન પણ થશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ થઇ શકે છે.

 

વૃશ્ચિક

પોઝિટિવઃ– ખૂબ જ પ્રસન્ન રહેશો અને ભવ્યતા અને સભ્યતા પર જોર રહેશે. ખર્ચ અને રોકાણ વધશે. લોકો તમારા વખાણ કરશે. કોઇ ધાર્મિક સ્થળે જઇને જરૂરિયાતમંદને દાન કરો. આત્મિક શાંતિ મળશે. ધાર્મિક કોશિશો સારી બની રહેશે. લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલી વસ્તુઓ પ્રત્યે રસ વધશે.

નેગેટિવઃ– તમારા પરિવારને લઇને ચિંતિત રહેશો. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. જો કોઇ કામમાં મુશ્કેલી આવી રહી છે તો ધૈર્યપૂર્વક કાર્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. કોઇ કારણે વધારે ખર્ચ કરવો પડી શકે છે.

લવઃ– એકબીજા પ્રત્યે સહયોગની ભાવના વધારે રહેશે.
વ્યવસાયઃ– સીનિયર્સ તમારા કામના વખાણ કરશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે સજાર રહેવું.

 

ધન

પોઝિટિવઃ– ધનપ્રાપ્તિના યોગ બનશે. કારોબારમાં આર્થિક લાભના પ્રબળ યોગ છે. સામાજિક કાર્યોમાં સુયશ મળશે અને સમાજમાં પ્રતિષ્ઠાનો પ્રભાવ વધશે. જે પણ કરો તેમાં તમે શ્રેષ્ઠ રહેશો. રચનાત્મક કાર્યોમાં રસ વધશે.

નેગેટિવઃ– બિનજરૂરી વસ્તુને ખરીદવાથી બચવું. ખોટાં ખર્ચાઓમાં ધન વેડફાશે. ધનહાનિ અને યશહાનિ થવાની સંભાવના છે. જેથી મનમાં ચિંતા થશે. નેગેટિવ માનસિકતા તમને નુકસાન પહોંચાડી શકે છે.

લવઃ– એકબીજાના સહયોગથી ઉત્તરાર્ધમાં સ્થિતિઓ અનુકૂળ થઇ શકે છે.
વ્યવસાયઃ– કામ વધારે હોવાથી ઓફિસમાં વધારે સમય આપવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ– ખાન-પાન ઉપર ધ્યાન આપવું.

મકર

પોઝિટિવઃ– કોઇ જૂના મિત્રને મળવાથી મનમાં ઉત્સાહ બની રહેશે, જૂની યાદો તાજા થશે. કરિયરની નવી શરૂઆત થવાના યોગ બનશે. ઉન્નતિના નવા રસ્તાઓ ખુલશે. ખેતી સાથે જોડાયેલાં લોકોને સારો ફાયદો થશે.

નેગેટિવઃ– ખર્ચામાં વૃદ્ધિ થઇ શકે છે. આર્થિક નિર્ણય લેતી સમયે તેના વિશે વિચાર જરૂર કરો. તમારી જવાબદારીઓ પૂર્ણ કરવા માટે તમારે ઉધાર લેવું પડી શકે છે.

લવઃ– આ સમય તમારું દાંપત્ય જીવન સારુ રહેવાની સંભાવના બની રહી છે.
વ્યવસાયઃ– કામકાજથી લાભનો પ્રયાસ સફળ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ– આરોગ્યની સ્થિતિ અનુકૂળ રહેશે.

 

કુંભ

પોઝિટિવઃ– આર્થિક રૂપથી દિવસ લાભદાયક રહેશે. શારીરિક તથા માનસિક રૂપથી ઉત્સાહિત રહેશો. દાંપત્યજીવન સુખમય રહેશે. પરિવારમાં માંગલિક આયોજન થઇ શકે છે. યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે.

નેગેટિવઃ– બિનજરૂરી ખર્ચ અને પરિવારમાં વાદ-વિવાદથી બચવું. પોતાની ઉપર સંયમ રાખો. ગુસ્સા અને આવશેમાં વધારો થશે. ધન અને યશની હાનિ થવાની સંભાવના છે.

લવઃ– એકબીજા સાથે સારું સામંજસ્ય હોવાથી કામકાજમાં સહયોગ પ્રાપ્ત થશે.
વ્યવસાયઃ– આર્થિક લાભ પ્રાપ્તિ માટે કરેલી મહેનતમાં ભાગ્યની ઉન્નતિ થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ– માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે.

 

મીન

પોઝિટિવઃ– આજનો દિવસ મિશ્રિત રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. જીતનો પ્રશ્ન તમને ખુશ કરશે. આ ઉત્સાહ બેગણો કરવા માટે તમારા મિત્રોને તમે ભાગીદાર બનાવી શકો છો. અચાનક આવેલાં અપ્રત્યાશિત ખર્ચ તમારી ઉપર આર્થિક રીતે બોજ વધારી શકે છે.

નેગેટિવઃ– પારિવારિક શાંતિ જાળવી રાખવા માટે નિરર્થક વાદ-વિવાદ કરવાથી બચો. આવકમાં વૃદ્ધિ થશે. વધારે પરિશ્રમ કરવાથી સફળતા મળશે, પરંતુ બિનજરૂરી ખર્ચ પણ વધારે વધશે. સંતાન કે સંબંધીઓ સાથે મનમુટાવ થઇ શકે છે.

લવઃ– થોડી સારી વાતો તમારા મનને પ્રસન્ન કરી શકે છે.
વ્યવસાયઃ– ધન પ્રાપ્તિ માટે કરેલાં પ્રયાસમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સંબંધિત માનસિક તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here