12 ઓક્ટોબરનું રાશિફળ : ધન રાશિના લોકોએ આજે ધનની લેવડ-દેવડ કરવાથી બચવું, નુકસાન થશે

0
16

મેષ

પોઝિટિવઃ– આજનો દિવસ થોડાં પોઝિટિવ પરિવર્તન લઇને આવી શકે છે. પરિવાર સાથે સમય વિતાવવો. પરિજનો સાથે ક્યાંક ફરવા જઇ શકો છો. આજે તમે કામમાં વ્યસ્ત રહેશો. ધન આગમનની સંભાવના રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે.

નેગેટિવઃ– ધન અચલ સંપત્તિને લઇને થોડી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. થોડી ઘટનાઓ તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. કોઇપણ કાર્યને વિચારીને તથા સમય પ્રમાણે કરવું તમારી માટે લાભદાયક રહેશે.

લવઃ– તમે તમારા સાથીને ઓછો સમય આપી શકશો.
વ્યવસાયઃ– કારોબારમાં ધનપ્રાપ્તિ થશે.
સ્વાસ્થ્યઃ– પેટ સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– પતિ-પત્ની વચ્ચે તાલમેલ બની રહેશે. દાંપત્ય જીવનમાં ખુશહાલી રહેશે. તમે જે કોઇ ક્ષેત્રમાં કાર્યરત છો તેને પૂર્ણ વિશ્વાસ સાથે કરવાનો પ્રયત્ન કરો. તમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે. જો તમે વેપાર કરી રહ્યા છો તો વ્યાવસાયિક દ્રષ્ટિએ લાભ સારો થશે.

નેગેટિવઃ– તમે જે પણ કાર્ય કરશો તે કાર્યમાં થોડું મોડું થઇ શકે છે. માટે સ્થિરતા અને ગંભીરતા પૂર્વક કોઇપણ કાર્ય કરો. જેમાં તમને સારી સફળતા મળે.

લવઃ– પ્રેમીઓની નિરાશા તમને માનસિક રીતે નિરાશ કરી દેશે.
વ્યવસાયઃ– કારોબારમાં સારો લાભ કમાઇ શકો છો.
સ્વાસ્થ્યઃ– તમને કફ અથવા ફેફસા સંબંધિત સમસ્યા થઇ શકે છે.

મિથુન

પોઝિટિવઃ– તમારા કાર્યોથી અધિકારી પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓને નવા અવસર મળશે. કોઇ મિત્રને મળવાથી ખુશ રહેશો. લગ્નજીવન સુખમય રહેશે. આર્થિક સુખ સમૃદ્ધિને વધારવાનો સમય છે. ધન આગમનના રસ્તા બનશે.

નેગેટિવઃ– થોડી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળશે. રાજનૈતિક લાભ લેવા માટે તમારે વધારે મહેતન કરવી પડી શકે છે. તમે કોઇપણ કાર્યને સ્થિરતા અને ગંભીરતા પૂર્વક કરવાનો પ્રયાસ કરો.

લવઃ– ઘરનું અશાંત વાતાવરણની અસર તમારા જીવનસાથી ઉપર પડી શકે છે.
વ્યવસાયઃ– આજે તમે રોકાણની યોજના બનાવી શકો છો.
સ્વાસ્થ્યઃ– બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધાર થશે.

કર્ક

પોઝિટિવઃ– પારિવારિક સ્થિતિઓ સુદઢ રહેશે. એકબીજા સાથે સામંજસ્ય સારું થઇ શકે છે. ઘર-પરિવારમાં મેલજોલના કારણે દરેક ક્ષેત્રોમાં ઉન્નતિ મળી શકે છે. જ્યાં પરિવારનો સાથ મળે ત્યારે દરેક ક્ષેત્રમાં વિકાસ તથા પારિવારિક ઉત્થાન પ્રાપ્ત થાય છે.

નેગેટિવઃ– વ્યાવસાયિક ગતિવિધિઓ ખૂબ જ સારી સ્થિતિમાં રહેશે. આજે વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો.

લવઃ– પ્રેમ સંબંધોના મામલે આ સપ્તાહ ચુનોતીપૂર્ણ રહેવાની આશંકા છે.
વ્યવસાયઃ– આજે વેપારમાં લાભ થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સુખમાં પરેશાની થઇ શકે છે.

સિંહ

પોઝિટિવઃ– તમે બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ છો. તમે કોઇપણ કાર્યને સમજી-વિચારીને કરવામાં જ માનો છો. આ કારણે તમને સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. કોઇપણ કાર્યને કરતાં પહેલાં તેની પૂર્ણ જાણકારી રાખીને આગળ વધવાનો પ્રયાસ કરો.

નેગેટિવઃ– કાર્યની સફળતા માટે આજે આકરી મહેનત કરવી પડશે. પતિ-પત્નીને યાત્રા દરમિયાન મનમુટાવ થઇ શકે છે. લોકો પ્રત્યે સારા વિચાર રાખવાથી ફાયદો થશે. વાણી ઉપર સંયમ રાખવો પડશે.

લવઃ– તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.
વ્યવસાયઃ– ધન આગમનના યોગ છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઇને પ્રસન્ન રહેશો.

કન્યા

પોઝિટિવઃ– ધાર્મિક લાભ અને આકસ્મિક ધન આગમનના યોગ છે. કાર્યસ્થળ ઉપર કોઇ નવી યોજના શરૂ કરી શકો છો, જેની બધા જ લોકો ચર્ચા કરશે. શિક્ષા પ્રાપ્તિ માટે સમય સારો રહેશે અને ઉન્નતિ દાયક છે.

નેગેટિવઃ– કારોબારમાં લાભ થશે અને ધનપ્રાપ્તિના યોગ રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચ વધવાથી ચિંતા પણ વધશે. સંતાન પક્ષ તથા પ્રેમ પક્ષને લઇને તણાવનું વાતાવરણ ઉત્ન્ન થઇ શકે છે.

લવઃ– પરણિતા લોકો માટે સમય અનુકૂળ નથી.
વ્યવસાયઃ– આર્થિક લાભ પ્રાપ્ત થવાના સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા

પોઝિટિવઃ– અટકાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. પરિજનો અને મિત્રોની મદદથી ધનલાભની પ્રાપ્તિ થશે. રોજગાર મળવાથી પરિવારના બધા જ સભ્યો ખુશ રહેશે. પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે.

નેગેટિવઃ– વાણી ઉપર નિયંત્રણ રાખવું, નહીંતર કોઇ વિવાદમાં ફસાઇ શકો છો. બધા સાથે મેલજોલ જાળવી રાખવાથી દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્ત થવાનું બળ મળશે.

લવઃ– આ દરમિયાન સાસરિયા પક્ષનો સહયોગ કરવો.
વ્યવસાયઃ– ઓફિસમાં ઉન્નતિ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ– યાત્રા પર જવાથી બચવું.

વૃશ્ચિક

પોઝિટિવઃ– ક્યાંક ફરવા જઇ શકો છો. પરિવારના લોકો સાથે પિકનિક પર પણ જઇ શકો છો અને પરિવારજનો સાથે હ્રદયની વાત કરી શકો છો. સ્નેહીજનો, આત્મજનો તથા મિત્રો સાથે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ– કારોબારમાં બાધા આવી શકે છે, પરંતુ સહકર્મીઓના સહયોગથી કામ સફળ થશે. માનસિક અને શારીરિક રૂપથી થાકનો અનુભવ કરશો. ખાન-પાનનું ધ્યાન રાખવું. પરિવારમાં સામાન્ય વાતે વિવાદ થઇ શકે છે.

લવઃ– આ સમયે તમારે બંનેએ તમારા દાંપત્ય જીવન ઉપર ધ્યાન આપવાની જરૂર છે.
વ્યવસાયઃ– વેપારમાં સારો નફો અને નોકરીમાં ઉન્નતિની સંભાવના રહેશે.
સ્વાસ્થ્યઃ– ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

ધન

પોઝિટિવઃ– નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય સારો છે. ધનલાભના યોગ બની રહ્યા છે. આકસ્મિક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. કારોબારને લઇને યાત્રા પર જવાનું થઇ શકે છે. જે લાભદાયક રહેશે. સમાજમાં માન-સન્માન મળશે.

નેગેટિવઃ– બિનજરૂરી ધનની લેવડ-દેવડ કરવી નહીં. કોઇ અન્ય વ્યક્તિને ધન આપવાની કોશિશ ન કરો, નહીંતર નુકસાન ભોગવવું પડી શકે છે.

લવઃ– ચંદ્રની તમારી રાશિમાં ઉપસ્થિતિ તમારા આ પવિત્ર સંબંધને વધારે મજબૂત બનાવવાનું કામ કરશે.
વ્યવસાયઃ– આકસ્મિક ધનલાભ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ– બિનાકારણે તમે તણાવમાં આવી શકો છો.

મકર

પોઝિટિવઃ– આર્થિક રૂપથી દિવસ લાભદાયક રહેશે. મિત્રો સાથે ફરવા જઇ શકો છો. દાંપત્ય જીવન સુખમય રહેશે. યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. તમે કોઇપણ કાર્યને વિચારીને કરશો તો તમને સારી સફળતા મળી શકે છે.

નેગેટિવઃ– પરિવારના લોકો સાથે વિવાદથી ઘરના વાતાવરણને હાની પહોંચી શકે છે. વાણી ઉપર સંયમ રાખવો, નહીંતર વિવાદમાં પડી શકો છો.

લવઃ– પરણિતાઓ માટે આ સમય સારો છે.
વ્યવસાયઃ– કાર્ય અને વેપાર સાથે આ સમયે ઘર-પરિવારનું ધ્યાન રાખવું પણ તમારી જવાબદારી છે.
સ્વાસ્થ્યઃ– શારીરિક તથા માનસિક રૂપથી થાક લાગશે.

કુંભ

પોઝિટિવઃ– ભવન, વાહન વગેરેની સુવિધા પ્રાપ્ત થઇ શકે છે. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના બની શકે છે. માતા-પિતાના આશીર્વાદથી તમને અનેક લાભ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ– ઉતાવળમાં કોઇપણ કાર્ય કરશો નહીં. નહીંતર તમારું જ નુકસાન થશે. તમે તમારી જરૂરિયાત અને ક્ષમતા પ્રમાણે જ કાર્યો કરો.

લવઃ– તમારો જીવનસાથી લાભ અર્જિત કરી શકશે.
વ્યવસાયઃ– જો તમે વેપાર સાથે જોડાયેલાં છો તો લાભ પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ– બિનજરૂરી યાત્રાઓથી બચવાનો પ્રયાસ કરો.

મીન

પોઝિટિવઃ– પદ પોઝિશન પ્રાપ્તિની દ્રષ્ટિએ સ્થિતિ સારી રહેવાની સંભાવના છે. જો તમે નોકરી કરો છો અને કોઇ પદ પોઝિશન પ્રાપ્તિ માટે આવેદન કર્યું છે અને તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તેમાં તમે સફળ થઇ શકો છો.

નેગેટિવઃ– સ્થિતિ અને પરિસ્થિતિ પ્રમાણે તમારો કાર્ય કરવું જોઇએ. જો સારો અવસર પ્રાપ્ત થાય છે તો તે સમયમાં સારો લાભ લેવો જોઇએ. જો સમય ખરાબ હોય તો સાવધાનીપૂર્વક પગલા ભરવાં.

લવઃ– પ્રેમ સંબંધ માટે સમય અનુકૂળ નથી.
વ્યવસાયઃ– આર્થિક મામલે આ સમય વૃદ્ધિ થશે.
સ્વાસ્થ્યઃ– શારીરિક રૂપથી કોઇ ગંભીર સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here