Wednesday, December 8, 2021
Home13 ઓક્ટોબરનું રાશિફળ : મેષ રાશિના જાતકોને આત્મવિશ્વાસ રાખી નવા...
Array

13 ઓક્ટોબરનું રાશિફળ : મેષ રાશિના જાતકોને આત્મવિશ્વાસ રાખી નવા કામની શરૂઆત કરવાથી મોટી સફળતા મળી શકે છે

મેષ

પોઝિટિવ- આજે દિવસ સારો રહેશે. કુટુંબીજનો અને ઓફિસના કર્મચારીઓની મદદથી સફળતા મળશે. સામાજિક કામમાં ભાગ લેશો, જેનાથી સમાજમાં તમારું માન-સન્માન વધશે. જૂના મિત્રો સાથે મળવાનું થશે જે લાભદાયી રહેશે. મન પ્રફુલ્લિત રહેશે.

નેગેટિવ- કેટલીક ગતિવિધિઓમાં પરેશાની આવી શકે છે, પરંતુ કઠિન પરિશ્રમથી કામમાં સફળતા મળશે. ઓફિસમાં કામ વધુ રહેવાથી શારીરિક અને માનસિક રીતે થાક લાગશે. ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો.

લવ- પ્રેમને લગતા મામલાઓ માટે આ સમય સામાન્ય જ રહેશે, પરંતુ પ્રિયતમની સાથે પ્રેમભર્યા પળોનો આનંદ લઈ

શકશો, વચ્ચે તમારી કેટલીક ખરાબ આદતોથી સાથી નારાજ રહેશે.

વ્યવસાય- વ્યવસાયમાં યશ મળશે. અધિકારી વર્ગ તમારા કામની પ્રશંશા કરશે. વ્યવસાયિક યાત્રા થઈ શકે.
સ્વાસ્થ્ય- હેલ્થ પ્રત્યેની સજાગતાથી તમે સ્વસ્થ રહેશો.

વૃષભ

પોઝિટિવ- ગ્રહોની અનુકૂળતાથી તમને ધનલાભ થઈ શકે. કારોબાર સારો ચાલશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. મિત્રો સાથે ઘનિષ્ઠતા વધશે. પારિવારિક જીવનમાં સુખ-સંતોષનો અનુભવ થશે. વાહન કે કોઈ પ્રકારની સંપત્તિ ખરીદવામાં રસ જાગશે.

નેગેટિવ- કોઈની સાથે ધનને લગતો વ્યવહાર ન કરો. કોઈ પણ વિવાદમાં પડવાથી બચવું પડશે. મન એકાગ્ર કરવાનો પ્રયાસ કરો. આજે ખર્ચ પર કંટ્રોલ રાખો. તમારી કોઈ વાતે કોઈને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું.

લવ- તમારા પ્રેમ સંબંધમાં વિવાદની સ્થિતિને સંભાળીને યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. નહીંતર વિવાદ ભવિષ્યમાં નુકસાન કરી શકે છે.

વ્યવસાય- વેપાર-ધંધો સારો સારો ચાલશે અને ધનલાભની સ્થિતિ રહેશે. નોકરીમાં બદલી થઈ શકે. ધનલાભની નવી તકો મળશે.

સ્વાસ્થ્ય- માનસિક રીતે તમે સ્વસ્થ જણાશો. બપોર પછી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.

મિથુન

પોઝિટિવ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. તમારું મનોબળ વધશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. જરૂરી કામમાં સમયસર પૂરાં થશે. સામાજિક કામ કરવાની ઈચ્છા થશે. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા થઈ શકે. પરિવારમાં મંગળ કાર્યોનું આયોજન થઈ શકે. વાહન કે સંપત્તિ ખરીદીના યોગ છે.

નેગેટિવ– ઓફિસમાં નાની-મોટી પરેશાનીઓ આવી શકે છે, પરંતુ તમારા પ્રયાસો અને કઠોર મહેનતથી કામ સફળ થશે. જમીન-મકાનની ખરીદી અને કોર્ટ-કચેરીના કામથી બચવું પડશે. કામ વધુ રહેવાથી થાક લાગશે.

લવ- લગ્ન કરેલાં દંપતીઓના જીવનમાં ઊતાર-ચઢાવ આવી શકે. પરંતુ તમારા બંને વચ્ચે પ્રેમ અકબંધ રહેશે. જેનાથી તમે પવિત્ર સબંધમાં તાદાત્મય જળવાશે.

વ્યવસાય- વેપાર-ધંધામાં લાભની સ્થિતિ રહેશે. બેરોજગારોને નોકરીની સારી તકો મળશે. પ્રોપર્ટી અને શેયર બજારમાં રોકાણ લાભ આપશે.

સ્વાસ્થ્ય– સ્વાસ્થ્યની અનદેખી ન કરો. ખાન-પાનનું ધ્યાન રાખો.

કર્ક

પોઝિટિવ- આજનો દિવસ સારો રહેશે. વડીલોના આશીર્વાદથી કામમાં સફળતા મળશે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. પરિવારના માહોલ ખુશ જણાશે. કોઈ માંગલિક આયોજનમાં ભાગ લઈ શકો છો. ઘરની સજાવટ માટે નવી વસ્તુઓની ખરીદી કરી શકો છો.

નેગેટિવ– જીવનમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં કોઈ સભ્ય સાથે ઝઘડો થઈ શકે છે. થોડા વાદ-વિવાદની સ્થિતિ રહેશે. એટલે સમજગારીથી સમસ્યાને હલ કરો.

લવ- પ્રેમ સંબંધો માટે આ સમય તણાવપૂર્ણ રહી શકે છે. કારણ કે તમારા અને તમારા પ્રેમીની વચ્ચે કોઈ કારણે તણાવની સ્થિતિ પેદા થયેલી છે.


વ્યવસાય-
 તમારે વ્યાવસાયિક સંબંધો મજબૂત બનાવીને દરેક પ્રકારની સ્થિતિ સામે લડવાની ક્ષમતા તમારે ડેવલપ કરવી પડશે.

સ્વાસ્થ્ય- માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા પેદા થઈ શકે છે. કોઈ સ્વાસ્થ્ય સમસ્યા આવી શકે છે. સમયસર ઈલાજ કરાવો.

સિંહ

પોઝિટવ- આજે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. તમારી મહેનત પર વિશ્વાસ કરો અને આગળ વધતા રહો. તમારા પ્રયાસોથી કામમાં સફળતા મળશે. જમીન-સંપત્તિના સોદા કરતાં પહેલાં વડીલોની સલાહ જરૂર લેજો. ધર્મ-કર્મ પ્રત્યે આસ્થા વધશે.

નેગેટિવ- તમારું પારિવારિક જીવન થોડું સંઘર્ષપૂર્ણ રહી શકે છે. ઓફિસમાં કામ વધુ રહેશે અને કેટલીક પરેશાનીઓ પણ આવી શકે છે, પરંતુ કઠિન પરિશ્રમથી કામમાં સફળતા મળી શકે છે.

લવ- પ્રેમ સંબંધોમાં આપસી તણાવની સ્થિતિનું ઝડપથી નિરાકરણ લાવવાની જરૂર રહેશે, નહીંતરો તેનાથી તમારી બંને વચ્ચેના ઝઘડા થઈ શકે છે.

વ્યવસાય- વેપાર-ધંધો સારો સારો ચાલશે અને ધનલાભની સ્થિતિ રહેશે. નોકરીમાં પ્રગતિ થવાના યોગ છે. વેપારિક યાત્રાના યોગ છે જે લાભ આપશે.

સ્વાસ્થ્ય- સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખો. આ સમયમાં તમને કેટલીક માનસિક પરેશાનીઓ વધુ રહી શકે છે.

કન્યા

પોઝિટિવ– તમારી યોગ્યતા અને ક્ષમતાઓનો ભરપૂર લાભ ઊઠાવશો અને કામમાં સફળતા પ્રાપ્ત કરશો. આવકના સોર્સ વધશે અને આકસ્મિક ધનલાભના યોગ છે. મિત્રોનો સહયોગ મળશે. પરિવારનો માહોલ તમારી અનુકૂળ રહેશે. સામાજિક અને ધાર્મિક કાર્યોની પ્રત્યે આસ્થામાં વધારો થશે. સંતાનનો કોઈ ખાસ નિર્ણય લેવો પડશે.

નેગેટિવ- ઓફિસમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. બીનજરૂરી ખર્ચ વધવાથી ચિંતા રહેશે. જેનાથી ગુસ્સો આવી શકે. વગર વિચારેલાં કોઈ કામની શરૂઆત ન કરો, નહીંતર નુકસાન થઈ શકે. સહયોગીઓ કામમાં અડચણ કરી શકે.

લવ- આ સમયે સાથીને કોઈ ગિફ્ટ આપો જેનાથી તમારા સાથીનો ક્રોધ ઝડપથી શાંત થઈ જશે. વિવાહિત લોકોને જીવનસાથી કોઈ મદદ કરી શકે. જેનાથી કોઈ લાભ થઈ શકે.

વ્યવસાય- વ્યાવસાયિક ક્ષેત્રમાં આર્થિક લાભ અને નોકરીમાં પ્રગતિ થવાના યોગ છે. પ્રોપર્ટી અને શેયર બજારમાં રોકાણ લાભદાયી રહેશે, પરંતુ રોકાણનો નિર્ણય સમજી-વિચારીને લોવો.

સ્વાસ્થ્ય- માનસિક અશાંતિ અને તણાવની સ્થિતિ રહેશે.

તુલા

પોઝિટવ- આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ઘણો સારો રહેશે. કારોબારમાં ધનલાભની સ્થિતિ રહેશે. જૂના મિત્રો સાથે સુખદ મિલન થશે. મિત્રો-પરિજનોની ભરપૂર મદદ મળશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. ઘરેલું માહોલ અનુકૂળ રહેશે.

નેગેટિવ- ઝડપથી રૂપિયા કમાવાની ઈચ્છા થશે, પરંતુ નવા કામની શરૂઆત કરવાથી બચવું, નહીંતર નુકસાન થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. આળસથી બચવું પડશે. નહીંતર કામમાં બાધાઓ આવી શકે છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખો.

લવ- આ સમયે શક્ય હોય તો તમારા સાથીને સમય આપો કે તેમની સાથે ડિનર માટે બહાર જાઓ અને સંબંધમાં નવો પ્રાણ પૂરો. પ્રેમ સંબંધમાં મિશ્ર સમય રહેશે.

વ્યવસાય- બેરોજગારોને રોજગારની તકો મળે અને સફળતા મળશે. કારોબારના વિસ્તારની નવી યોજના બની શકે છે.

સ્વાસ્થ્ય- પેટને લગતી સમસ્યા પેદા થઈ શકે છે. બહારનું ભોજન ન કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વૃશ્ચિક

પોઝિટિવ- કામ વધુ રહેશે અને સહયોગીઓની મદદથી બધા કામમાં સફળતા મળશે. તમારી કાર્યશૈલીથી અધિકારીઓ પ્રસન્ન થશે. કારોબારને લઈને કરવામાં આવેલા નિર્ણય સાર્થિક લાભ વધારશે. ધાર્મિક તથા આધ્યાત્મિકતા પ્રત્યે રસ વધશે. પરિવારનો માહોલ આનંદિત રહેશે.

નેગેટિવ- નવા કાર્યોની જવાબદારી મળવાથી વ્યસ્તતા વધશે. શારીરિક અને માસનિક રીતે થાકનો અનુભવ થશે. ક્રોધ પર ક્ંટ્રોલ રાખજો, નહીંતર વિવાદ વકરી શકે છે. આખો દિવસ ભાગદોડી રહેશે. ઉતાવળમાં કોઈ રોકાણ ન કરો.

લવ- આ સમય પ્રિયતમની સાથે તમારા સંબંધોમાં અહંનો ટકરાવ જોવા મળશે. તો લગ્ન સંબંધમાં અંતરંગ સંબંધો મબજૂત રરહેશે.

વ્યવસાય– કોઈ નવા વ્યક્તિ સાથે સંબંધ જોડાવાથી તમને વધુ લાભ મળવાના યોગ્ય માર્ગ દેખાશે અને તમે તમારી ફાયનાન્શિયલ સ્થિતિને મજબૂત બનાવી શકો.

સ્વાસ્થ્ય- યાત્રાએ જવાથી બચવું અને અકસ્માત થવાના પ્રબળ યોગ છે.

ધન

પોઝિટિવ- રાજનીતિક ક્ષેત્રે તમારી પક્કડ મજબૂત થશે. સાહસ અને પરાક્રમનીસાથે સારી પોઝિશન મળી શકે છે. જો તમે સર્વિસ કરતાં હોવ તો કદ પ્રમાણે પ્રમોશન મળી શકે. મિત્રોનો સહયોગ મળી શકે. આજે દિવસ સારો રહેશે.

નેગેટિવ- પારિવારિક સ્થિતિઓ પ્રતિકૂળ રહી શકે છે. માતા-પિતા સાથે સંબંધ ખરાબ થઈ શકે. જમીન-વાહન વગેરે પ્રાપ્ત થવામાં અડચણ પેદા થઈ શકે છે તથા માતા-પિતા ઘર પરિવારમાં આપસી સામંજસ્ય ખરાબ થઈ શકે.

લવ- આ દરમિયાન તમારી માટે મર્યાદિત આચરણ કરવું જ યોગ્ય રહેશે. તો લગ્ન કરેલાં જાતકોના દાંપત્ય જીવનમાં સ્થિતિ પહેલાં જેવી જ અનુકૂળ રહેશે, પરંતુ જીવનસાથીના સ્વાસ્થ્યમાં પરેશાની રહી શકે.

વ્યવસાય- વ્યાવસાયિક ગતિવિધિઓમાં સફળતા મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે અને નવી ઊર્જાની સાથે કામ કરશો. ધન અચલ સંપત્તિ પ્રાપ્ત થવાની સાથે સગા-સંબંધીઓની સાથે સંબંધ સુધરી શકે છે.

સ્વાસ્થ્ય– તમને જૂનો સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે તથા તમે આ દરમિયાન કોઈ પ્રકારના વાયરસના શિકાર થઈ શકો છો.

મકર

પોઝિટિવ- સંતાન પક્ષે સ્થિતિ અનુકૂળ રહેશે. જો તમે કોઈ પ્રકારે કોઈ કોર્સ કરી રહ્યા હોવ કે કોઈ સર્વિસ માટે તૈયારી કરી રહ્યા હોવ તો તેમાં સફળ થઈ શકો છો. જમીન-વાહન વગેરેના સારા યોગ બની રહ્યા છે.

નેગેટિવ- એવું બની શકે કે તમારા પરિવારમાં કોઈ કલેશ વધી શકે છે. એવી વખતે એકબીજા પર વિશ્વાસ જીતવામાં પ્રયત્ન કરો અને એકબીજાની સાથે આપસી સામંજસ્ય રાખવાનો પ્રયાસ કરો.

લવ- તમારા સાથીની દેખભાળ કરવી તે જ તમારા સંબધને મજબૂતી આપવાનું કામ કરશે. જેનાથી તમે એકબીજાનું મહત્વ સમજી શકશો.

વ્યવસાય- બધાની સાથે આપસી તાળમેળ રાખીને ચાલો. બધા સાથે બેલેન્સ બનાવીને આગળના કામ વધારવાનો પ્રયાસ કરો. થોડી ભાગદેડી રહેશે પરંતુ લાભનો આશય પૂરો થશે.

સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા રહેશે. બહારનું ભોજન કરવાથી બચો

કુંભ

પોઝિટિવ– દુશ્મન પક્ષ તમારી સાથે સામાન્ય વ્યવહાર રાખવાનો પ્રયાસ કરશે. તમે દુશ્મનો પર હાવી થઈ શકો છો. એટલા માટે જો કોઈ પ્રકારના કોર્ટમાં કેસ કે કોઈ વિવાદ હોય તો તેને દૂર કરવાના પ્રયાસમાં સફળ થઈ શકો છો.

નેગેટિવ– આર્થિક લેન-દેનમાં સંબંધીઓથી બચવાનો પ્રયાસ કરો, નહીંતર આર્થિક નુકસાન થવાની સાથે શારીરિક નુકસાન પણ સહન કરવું પડી શકે છે. પરિવારમાં અશાંતિથી દરેક પ્રકારની પરેશાનીઓ સામો ઊભી થઈ શકે છે. તમે પરિવાર પ્રત્યે સહજ રહો, બધાને જોડીને રાખો. જેનાથી સ્થિતિ અનુકૂળ થઈ જશે.

લવ- આ સમયે વિશેષ ધ્યાન રાખો કે સાથીના ચિડિયા સ્વભાવથી પરેશાન ન થાઓ. તેની માટે તેમના સ્વાસ્થ્યને સમજીને પ્રતિક્રિયા આપો.

વ્યવસાય- રોકાણ કરવા માટે ક્ષેત્રની પસંદગી કરવી તમારા માટે મહત્વપૂર્ણ છે. જો તમે ઈચ્છો તો પ્રોપર્ટીના ક્ષેત્રમાં રોકાણ કરી શકો છો અને ફાયનાન્શિયલ ક્ષેત્રે રોકાણ કરો. જેનાથી તમને આર્થિક લાભ સારો મળી શકશે.

સ્વાસ્થ્ય- પોતાના સ્વાસ્થ્યની પ્રત્યે સચેત રહેવું તથા કોઈ પ્રકારની પરેશાનીઓને આવતા પહેલાં સાવધ રહેવું યોગ્ય રહેશે.

મીન

પોઝિટિવ- કોઈ કાર્યને કરતાં પહેલાં તેની પૂરી તપાસ કર્યા પછી જ તે કરવાનો પ્રયાસ કરો. જેનાથી તમારી કાર્યપ્રણાલી સારી રહેશે. તમે જે કોઈ ક્ષેત્રમાં હોવ તે ક્ષેત્રમાં સારી સ્થિતિ પેદા કરવાની ક્ષમતા તમારી અંદર છે.

નેગેટિવ– પોતાના જ્ઞાનથી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવાનો પ્રયાસ કરો. આ પ્રકારે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની સાથે તમારો વિકાસ પણ સારો થઈ શકે છે. કામકાજના ક્ષેત્રમાં તમે સારી પકડ બનાવી શકો છો.

લવ- પ્રેમ સંબંધોમાં આ સમય મિશ્રફળદાયી રહેશે. આ સમયે મનમાં ચાલતી અજીબ હલચલ તમને બીજા કામોમાં પણ વ્યસ્ત રાખશે. જેનાથી તમે સાથીથી દૂર રહી શકો છો.

વ્યવસાય– પોતાના વ્યવસાયને લગતી સારી સફળતા મળી શકે છે. જેનાથી આર્થિક લાભ મળી શકે છે. અતિ ઉત્સાહિત થઈને કોઈપણ કામ કરવામાં સફળ થશો.

સ્વાસ્થ્ય- સ્વાસ્થ્યને લગતી બીનજરૂરી કોઈ સમસ્યા પેદા થઈ શકે છે. પેટને લગતા વિકાર પેદા થવાની શક્યતા રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments