Tuesday, September 21, 2021
Home14 ઓક્ટોબરનું રાશિફળ : વૃષભ રાશિ માટે દિવસ સામાન્ય, કર્ક જાતકોએ તેમના...
Array

14 ઓક્ટોબરનું રાશિફળ : વૃષભ રાશિ માટે દિવસ સામાન્ય, કર્ક જાતકોએ તેમના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું

મેષ

પોઝિટિવઃ– આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. સમાજમાં માન-સન્માનની વૃદ્ધિ થશે. કોઇ ધાર્મિક સ્થળની યાત્રા કરી શકો છો. પરિવારનું વાતાવરણ તમારી માટે અનુકૂળ રહેશે. સમજી-વિચારીને કામ કરવું તમારી માટે લાભદાયી રહેશે. સામાજિક ગતિવિધિઓમાં આખો દિવસ સક્રિય રહેશો. અટકાયેલાં કાર્યોમાં ગતિશીલતાં આવશે.

નેગેટિવઃ– ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી પર સંયમ રાખવું જોઇએ, નહીંતર વિના કારણે વિવાદમાં ફસાઇ શકો છો. સહયોગિઓ સાથે વિવાદ થઇ શકે છે. આશા-નિરાશાના મિશ્રિત ભાવમાં રહેશે.

લવઃ– અનેકવાર તમે તમારા પ્રેમ જીવનને લઇને ખૂબ જ ખુશ રહેશો. તમે એવા અવસર શોધવામાં રહેશો જેમાં તમે તમારા સાથી સાથે બેસીને તેમને હ્રદયની વાત કહી શકો.
વ્યવસાયઃ– કારોબારમાં ધનલાભ અને નોકરીમાં ઉન્નતિના યોગ રહેશે. ઓફિસમાં સાથે કામ કરનાર લોકો મદદ માટે આગળ આવશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પણ થોડું નરમ રહેશે. શારીરિક રીતે અસ્વસ્થ રહેવાથી તથા આજે ખાન-પાનમાં ધ્યાન રાખો.

 

વૃષભ

પોઝિટિવઃ– આજનો દિવસ સામાન્ય રહેશે. અચાનક ધનલાભ થવાની સંભાવના બની રહી છે. સંતાન પક્ષથી સારા સમાચાર મળી શકે છે. આખો દિવસ ઉત્સાહ અને આનંદથી ભર્યો રહેશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઇ શકો છો. મોજ-શોખ તથા મનોરંજન પાછળ ખર્ચ થશે. પરિવારના સભ્યો સાથે ભોજનનો આનંદ ઉઠાવી શકો છો.

નેગેટિવઃ– નકારાત્મક વિચારોથી બચવું. યાત્રા પર જવાથી બચવું. તમારી આસપાસના લોકો ઉપર ગુસ્સો આવી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખવું, નહીંતર પરિજનો સાથે મનમુટાવ થઇ શકે છે. અહંકાર અને અતિ આત્મવિશ્વાસથી બચવાની કોશિશ કરવી.

લવઃ– આ સમય તમારા પ્રેમ જીવન માટે ખાસ રહેશે. ગણેશજીની કૃપાથી આ સમયે તમે તમારા પ્રેમના સંબંધને વધારે મજબૂત કરી શકશો.
વ્યવસાયઃ– આગળ વધવાના અનેક અવસર તમને મળશે. કોઇ નવા કાર્યની શરૂઆત કરશો નહીં. કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં મોડું થવાથી નિરાશા રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવધાની જાળવવી. ખાન-પાનમાં ધ્યાન રાખવું.

 

મિથુન

પોઝિટિવઃ– આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. પરિસ્થિતિઓ તમારી માટે અનુકૂળ રહે તેવી સંભાવના છે. દુશ્મન પક્ષ નબળો રહેશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. આસપાસની યાત્રા કરવી પડી શકે છે. કાર્ય વિસ્તારની યોજના બનાવી શકો છો. પરિજનો સાથે હરવા-ફરવાનું થઇ શકે છે.

નેગેટિવઃ– બિનજરૂરી ખર્ચ વધવાની સંભાવના રહેશે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મનમુટાવ થઇ શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. શારીરિક સ્ફર્તિનો અભાવ થઇ શકે છે. થોડી સમસ્યાઓ આવશે જે અંતમાં ઠીક થઇ જશે.

લવઃ– આ સમયે જે લોકો તેમના પ્રેમને શોધી રહ્યા છે તેઓની શોધ પૂર્ણ થશે. આ સમય તમારી નવી લવ સ્ટોરી શરૂ થઇ શકે છે.
વ્યવસાયઃ– વેપારીઓને કારોબારમાં લાભ થશે તથા તેમના કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પણ થશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. અધિકારી તમારા કામથી પ્રસન્ન થશે.
સ્વાસ્થ્યઃ– શારીરિક રૂપથી થાકનો અનુભવ કરશો. વસ્તુઓને વધારે મગજ પર હાવી થવા દેવી નહીં.

 

કર્ક

પોઝિટિવઃ– પરિવારમાં માંગલિક આયોજન થઇ શકે છે. સ્વજનો સાથે મુલાકાત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં રસ વધશે. કોર્ટ-કચેરી સાથે સંબંધિત કાર્યોમાં ભાગ લેવો પડી શકે છે. પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે.

નેગેટિવઃ– અજાણ વ્યક્તિઓથી સાવધાન રહેવું. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખશો તો દરેક કાર્યોમાં સફળ થશો.

લવઃ– પ્રેમી સાથે કોઇ વાતને લઇને મનમુટાવ થઇ શકે છે. આવું થાય તો વાતને વધારવી નહીં અને પરિસ્થિતિને કાબૂ કરવાનો પ્રયાસ કરવો.
વ્યવસાયઃ– તમને તમારા કરિયરમાં મિશ્રિત પરિણામ મળશે. નવા કાર્યોની શરૂઆત કરવી ફાયદાકારક રહેશે.
સ્વાસ્થ્યઃ– પેટ અને આંખ સાથે જોડાયેલી મુશ્કેલીઓ તમને પરેશાન કરી શકે છે.

 

સિંહ

પોઝિટિવઃ– આજનો દિવસ પ્રતિકૂળતાઓ સાથે ભર્યો રહેશે. ધનલાભ સાથે જોડાયેલાં કાર્યોમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થઇ શકે છે. કાર્ય ઝડપી ગતિએ પૂર્ણ થશે. અધિકારીઓના સહયોગ અને મિત્રોની સલાહથી ધનલાભની સ્થિતિ બનશે.

નેગેટિવઃ– વૈચારિક ગુંચવણના કારણે માનસિક તણાવ બની રહેશે. યાત્રા પર જવાથી બચવું. કામકાજમાં અધિક સમય આપવાનું વિચારવું. પારિવારિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. બિનજરૂરી ધન વ્યય થવાની સંભાવના છે. ખર્ચ વધવાથી આર્થિક સ્થિતિ નબળી થઇ શકે છે.

લવઃ– આ સમયે તમારા મનમાં કામુક વિચાર આવી શકે છે. જોકે, આ વિચાર પર તમારે નિયંત્રણ રાખવું પડશે.
વ્યવસાયઃ– નોકરીમાં ઉન્નતિ મળી શકે છે, પરંતુ ઓફિસમાં કાર્યભાર પણ વધશે. આવક વધશે અને વિવિધ સાધનોથી તમને આવક પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ– તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલાં લાભ મળશે. આ સમયે તમે સ્વસ્થ અનુભવ કરશો. શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ તથા પ્રસન્ન રહેશો.

 

કન્યા

પોઝિટિવઃ– મનોરંજનના કાર્યોમાં ધન વ્યય થઇ શકે છે, પરંતુ પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. પ્રતિસ્પર્ધિઓ પર વિજય પ્રાપ્ત થશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. પ્રવાસથી મન આનંદનો અનુભવ કરશે. તમારા દરેક પ્રયાસમાં વધારે સફળતાના સંકેત જોવા મળી રહ્યા છે. માન-સન્માનમાં વૃદ્ધિ થવાથી તમે ખૂબ જ પ્રસન્ન રહેશો.

નેગેટિવઃ– અજાણ લોકોની વધારે નજીક આવતાં સંભાળવું. સફળતા મળવાથી તમારા વિરોધીઓ પણ ઉત્પન્ન થઇ જાય છે. જેની માટે વાદ-વિવાદથી બચીને રહેવું. વેપાર અંગેની બાધાઓથી ડરીને તમારા પગ પાછળ લેવાં નહીં, નહીંતર સફળતા મળી શકશે નહીં.

લવઃ– પ્રેમી સાથે આ સમયે સ્થિતિ વધારે સારી રહેવાની સંભાવના છે. જો તમે કોઇને પ્રેમ કરી રહ્યા છો તેમને તમારી લાગણી વ્યક્ત કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય શ્રેષ્ઠ છે.
વ્યવસાયઃ– કાનૂની કાર્યોમાં સફળતા મળી શકે છે. નવી પરિયોજનાઓને અમલમાં મુકી શકો છો.
સ્વાસ્થ્યઃ- વાતાવરણની પ્રતિકૂળતાઓને હળવામાં લેવી નહીં.

તુલા

પોઝિટિવઃ– આધ્યાત્મ અને મેડીટેશન તરફ રસ વધશે. કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધારે કરવો પડશે. કોઇ ધાર્મિક સ્થાનની યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ તમે લઇ શકો છો અને નવા વસ્ત્રોની ખરીદારી પણ કરશો. ઘરમાં ધાર્મિક અથવા માંગલિક આયોજન થઇ શકે છે.

નેગેટિવઃ– ગુસ્સો વધારે કરશો તો વિવાદમાં ફસાઇ જશો. પરિજનો-મિત્રો સાથે પણ મનમુટાવ થઇ શકે છે. તમારા પરિવારને લઇને ચિંતિત રહેશો. કારણ વિના કોઇ સાથે વિવાદ કરવાથી બચવું. કાર્યક્ષેત્રક્ષમાં થોડું સાવધાન રહેવાની જરૂર છે.

લવઃ– તમારા લવ પાર્ટનરને તમે લાઇફપાર્ટનર બનાવવાનું ઇચ્છશો. દાંપત્ય જીવનમાં આ દરમિયાન રોમાન્સમાં વધારો જોઇ શકાય છે.
વ્યવસાયઃ– સારી ભાષા શૈલી અને સંવાદના કારણે તમે નોકરી અને વ્યવસાયમાં તમે એક અલગ સફળતા હાંસલ કરશો. આ સમય આર્થિક જીવન સામાન્ય રહેશે તેવા સંકેત મળી રહ્યાં છે.
સ્વાસ્થ્યઃ– તમારા સ્વાસ્થ્ય પર તમારે ધ્યાન આપવું.

 

વૃશ્ચિક

પોઝિટિવઃ– રચનાત્મક કાર્યો તરફ રસ વધશે. કારોબારમાં સારો નફો થશે. સ્નેહીજનો સાથે મુલાકાત થશે. નવા મકાન અથવા વાહન ખરીદીના શુભ સમાચાર મળી શકે છે. નવીન યોજનાઓ સફળ થઇ શકે છે. કોઇ મિત્ર કે જીવનસાથી પાસેથી શુભ સમાચાર મળશે.

નેગેટિવઃ– આ સમય તમારે અનાવશ્યક ગંભીર સમસ્યાઓ પણ ઉત્પન્ન થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધવાથી સ્વભાવ ચીડિયો પણ થઇ શકે છે. કઠોર પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ– પ્રેમ સંબંધને લઇને તણાવનું વાતાવરણ બની શકે છે. કપલમાં બિનજરૂરી મનમુટાવ થઇ શકે છે. આ કારણે એકબીજા પ્રત્યે તણાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ– રોકાણ માટે સમય વધારે અનુકૂળ છે. જો દેવું કે લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમને સફળતા મળી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ખરાબ રહેશે. ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યા તમને ઘેરી શકે છે.

 

ધન

પોઝિટિવઃ– આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રમાં તમારા કાર્યના વખાણ થશે. આવકમાં વૃદ્ધિ થઇ શકે છે અને વરિષ્ઠ વ્યક્તિ તમને આવક વધારવાના થોડાં ગુણ શિખવાડવામાં મદદગાર થઇ શકે છે.

નેગેટિવઃ– આર્થિક વિષયોમાં સંભાળીને નિર્ણય લેવાં. મનમુટાવ કે તણાવના પ્રસંગ બની શકે છે. વેપારની બાબતે તમારે ભાગદોડ રહેશે. ખર્ચ વધી શકે છે. માનસિક તણાવ દૂર થશે.

લવઃ– આ સમયે એકબીજા ઉપર વિશ્વાસ કરવો તથા પૂર્ણ વિશ્વાસ સાથે એકબીજાના પ્રેમને સમજવો ખૂબ જ જરૂરી છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કામનો વધારો રહેશે, પરંતુ પરિશ્રમ અને ભાગદોડનો ફાયદો મળશે.
સ્વાસ્થ્યઃ– શારીરિક રૂપથી શિથિલતાનો અનુભવ તમે કરશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મકર

પોઝિટિવઃ– સામાજિક તથા બાહ્ય ક્ષેત્રોમાં તમારા વખાણ થઇ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. બિઝનેસમાં સારો ફાયદો થશે. પરિજનો સાથે સારો સમય વ્યતીત કરવા મળી શકે છે. કોઇપણ ધાર્મિક કાર્યોમાં ભાગ લઇ શકો છો. શરીરમાં વધારે ઊર્જા રહેવાના કારણે તમે તમારા બધા જ અટકાયેલાં કાર્યો પૂર્ણ કરી શકશો.

નેગેટિવઃ– કોઇ વ્યક્તિને ઉધાર આપવું નહીં, નહીંતર વસૂલવું મુશ્કેલ થઇ જશે. લોકો ઉપર જલ્દી વિશ્વાસ કરવો નહીં. વધારે ધન ખર્ચ પર નિયંત્રણ કરવું પડશે. વાતચીતમાં થોડી સાવધાની રાખવી અને બિનજરૂરી વાદ-વિવાદથી બચવાની કોશિશ કરવી.

લવઃ– આ સમયે તમને જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવન સુખી રહેશે.
વ્યવસાયઃ– નોકરીમાં ઓફિસરોની મદદ મળશે. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યથી પરેશાન રહી શકો છો.

 

કુંભ

પોઝિટિવઃ– આજનો દિવસ તમારી માટે વ્યસ્તતાઓભર્યો થઇ શકે છે. વ્યવસાયિક સ્તરે તમે પ્રયાસ કરશો તો હકારાત્મક પરિણામ મળી શકે છે. અટકાયેલાં કાર્યો પૂર્ણ થશે. તમારા દુશ્મનો પર વિજય મળી શકે છે. જૂના વિવાદોથી છુટકારો મળી શકે છે.

નેગેટિવઃ– મકાન અથવા ભૂમિ સાથે સંબંધિત દસ્તાવેજોની કાર્યવાહી આજે કરવી નહીં. બિનજરૂરી ખર્ચ વધવાથી આર્થિક સમસ્યા આવી શકે છે. લક્ષ્ય સુધી પહોંચવામાં બાધા આવી શકે છે.

લવઃ– રોમેન્ટિક જીવન તમારી માટે ખૂબ જ સારું રહેશે. પરણિત જાતકોનું જીવન પણ ખુશહાલ રહેશે.
વ્યવસાયઃ– નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળી શકે છે. આર્થિક આયોજન પૂર્ણ થશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાન-પાનમાં સંયમ રાખવું.

 

મીન

પોઝિટિવઃ– આજનો દિવસ સારો રહેશે. કારોબારમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. રોજમર્રાના કામ સમય પર પૂર્ણ થશે. જીવનસાથી સાથે ફરવા જઇ શકો છો. આર્થિક આયોજન પણ કરી શકો છો. પારિવારિક જીવન સુખમય રહેશે. ભાઇનો સાથ મળશે.

નેગેટિવઃ– વાણી પર સંયમ અને ખાન-પાન પર નિયંત્રણ રાખવું. ઇચ્છા વિરૂદ્ધ કોઇ મોટી જવાબદારી મળી શકે છે. કોઇની વાણી કે વ્યવહારથી તમે દુઃખી થઇ શકો છો.

લવઃ– રોમેન્ટિક જીવનની દ્રષ્ટિએ પણ સંબંધો વધારે ગાઢ થઇ શકે છે. લગ્ન જીવન સારું રહેશે.
વ્યવસાયઃ– ઓફિસના કાર્યોમાં વ્યસ્ત રહેશો. સરકારી કાર્ય સંપન્ન થશે.
સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક રીતે શિથિલતાંનો અનુભવ કરશો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments