Thursday, April 18, 2024
Home3 ઓક્ટોબરનું રાશિફળ : ગુરૂવારે વૃષભ જાતકોને આર્થિક લાભ થશે, કર્ક માટે...
Array

3 ઓક્ટોબરનું રાશિફળ : ગુરૂવારે વૃષભ જાતકોને આર્થિક લાભ થશે, કર્ક માટે દિવસ લાભદાયક રહેશે

- Advertisement -

મેષ

પોઝિટિવઃ– આજનો દિવસ મિશ્રિત રહેશે. પરિવારમાં શુભ કાર્ય થઇ શકે છે. તમે માંગલિક કાર્યોમાં ભાગ લઇ શકો છો. આર્થિક સ્થિતિમાં થોડાં સુધાર આવશે અને તમે ધન સંબંધી મામલાઓમાં રાહત અનુભવશોય મિત્રોની સાથે પ્રવાસનું આયોજન લાભદાયી રહેશે.

નેગેટિવઃ– કોઇ નવું કામ શરૂ કરવા માંગો છો તો તેને ટાળો નહીંતર નુકસાન થઇ શકે છે. સંતાન સંબંધી દાયિત્વો પ્રત્યે મન ચિંતિત રહેશે. ભવિષ્ય પ્રત્યે નકારાત્મક વિચાર ઉત્સાહમાં ઘટાડો લાવી શકે છે.

લવઃ– તમારા કામ સાથે પરિવારને પણ સમય આપવો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં અનુકૂળ વાતાવરણ મળવાના યોગ બની રહ્યા છે.

સ્વાસ્થ્યઃ– આંખને સમસ્યા ઘેરી શકે છે.

વૃષભ

પોઝિટિવઃ- આર્થિક લાભના યોગ રહેશે. કોઇ મહત્વપૂર્ણ કાર્યની સાર્થકતા માટે પ્રયત્નશીલ રહેશો. કઠોર પરિશ્રમથી રચનાત્મક યોજનાઓને સાર્થક કરવામાં સફળ રહેશો. જૂનું અટકાયેલું ધન પણ મળી શકે છે. પરિવાર સાથે સમય વિતાવી શકશો.

નેગેટિવઃ– તમારા મન ઉપર નકારાત્મક વિચારોનું આક્રમણ થવાથી મનમાં નિરાશા રહેશે. અનૈતિક અને અપ્રામાણિક કાર્ય વિપત્તિમાં મુકી શકે છે. આર્થિક મામલે સંભાળીને રહેવું. સંતાનોની ચિંતા થશે.

લવઃ– તમે કામમાં વ્યસ્ત રહેવાના કારણે લગ્નજીવનને ઓછો સમય આપી શકશો.

વ્યવસાયઃ– રોકાણની યોજના બનાવી રહ્યા છો તો સફળ થશો.

સ્વાસ્થ્યઃ– કાનની સમસ્યાથી બચીને રહેવું.

મિથુન

પોઝિટિવઃ– તમારા પ્રત્યેક કાર્ય સરળતાપૂર્વક સંપન્ન થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે, જે લાભદાયક રહેશે. નવી યોજનાઓ અને વિચારધારાની નવીનતાથી વેપાર પ્રગતિની દિશામાં અગ્રસર થવા લાગશે. કળા પ્રત્યે તમારો રસ વધશે.

નેગેટિવઃ– કાર્યભારમાં વધારો થશે. જેના કારણે શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ કરશો. તણાવથી બચવા માટે તમારો કિંમતી સમય બાળકો સાથે પસાર કરવો.

લવઃ– લવ પાર્ટનર સાથે રોમાન્સ કરવાનો ભરપૂર અવસર મળશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સારું વાતાવરણ અને વેપારમાં અપેક્ષિત સફળતા મળશે.

સ્વાસ્થ્યઃ– ખાન-પાનનું ધ્યાન રાખવું.

કર્ક

પોઝિટિવઃ– પરિશ્રમથી કાર્યોમાં સફળતા મળશે અને આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. સામાજિક પ્રસંગમાં ક્યાંક બહાર જવાનું થઇ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે, જે લાભદાયક રહેશે.

નેગેટિવઃ– ગાડી ચલાવતી સમયે સાવધાન રહેવું. તમારા જીવનસાથીનો સ્વભાવ તમને આખો દિવસ નિરાશ કરી શકે છે. આજના દિવસે તમે કાર્યક્ષેત્રમાં આલોચનાનો શિકાર થઇ શકો છો.

લવઃ– આ સમયે સાથી ઉપર કોઇપણ પ્રકારનો દબાવ બનાવવો નહીં.

વ્યવસાયઃ– નવા કરાર ફાયદાકારક જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ

પોઝિટિવઃ– આજનો દિવસ મોજ-મસ્તી અને આનંદ ભર્યો રહેશે. આજે કંઇક નવું અને સર્જનાત્મક કરવા માટે દિવસ સારો છે. પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ લોકો સાથે પરિચય વધારવા માટે સામાજિક ગતિવિધિઓ સારો અવસર સાબિત થશે.

નેગેટિવઃ– ઉતાવળમાં રોકાણ કરવું નહીં. અચાનક યાત્રાના કારણે તમે તણાવનો શિકાર થઇ શકો છો. ઉધાર માંગતાં લોકોને નજરઅંદાજ કરો.

લવઃ– રોમેન્ટિક વિચારો બધાને જણાવવા નહીં.

વ્યવસાયઃ– નોકરો અને સહકર્મીઓથી પરેશાન થઇ શકો છો.

સ્વાસ્થ્યઃ– શારીરિકથી વધારે માનસિક સ્વાસ્થ્ય ઉપર તમારે જોર આપવાની જરૂર છે.

કન્યા

પોઝિટિવઃ– સેમિનાર અને પ્રદર્શની વગેરે તમને નવી જાણકારીઓ અપાવશે. વિદ્યાલયનું કામ પૂરૂ કરવા માટે બાળકો તમારી મદદ લઇ શકે છે. આજે તમે જે નવી જાણકારી હાંસલ કરી છે, તે તમને તમારા પ્રતિસ્પર્ધીઓથી આગળ રાખશે.

નેગેટિવઃ– તમે જે વ્યક્તિ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો, તે તમારો વિશ્વાસ તોડી શકે છે. ઉતાવળમાં નિર્ણય લેવો નહીં. ઓફિસમાં આજે તમે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખી શકશો નહીં.

લવઃ– કુંવારા લોકોના પ્રેમ લગ્ન થાય તેવા યોગ બની રહ્યા છે.

વ્યવસાયઃ– કારોબાર સારો ચાલશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.

તુલા

પોઝિટિવઃ– તમારા મનમાં જલ્દી રૂપિયા કમાવાની તીવ્ર ઇચ્છા હશે. આ સારો સમય છે, જે તમારી માટે સફળતા અને સુખ લાવશે. તમારા ઉદ્દેશ્યો તરફ તમારે શાંતિથી આગળ વધવું. સફળતા મળશે.

નેગેટિવઃ– થોડો તણાવ અને મતભેદ તમને બેચેન બનાવી શકે છે. તમે તમારા સંબંધીઓ ઉપર નિર્ણય થોપવાની કોશિશ કરશો તો તે તમને જ નુકસાન પહોંચાડશે.

લવઃ– ડેટ પર જઇ રહ્યા છો તો વિવાદિત મુદ્દાઓ ઉઠાવવા નહીં.

વ્યવસાયઃ– કારોબાર વિસ્તારની યોજના બનાવી શકો છો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવાની જરૂર છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– કાર્યક્ષેત્રમાં તમારી મહેનતથી સફળતા મળશે. જેના ફળસ્વરૂપ આત્મવિશ્વાસ વધશે અને મન ઉત્સાહિત રહેશે. અટકેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. ઘરમાં તથા સંતાન સંબંધી શુભ સમાચાર મળશે.

નેગેટિવઃ– થોડી પરિસ્થિતિઓ એવી બની શકે છે, જે તણાવ વધારશે. ધાર્મિક કાર્યો પાછળ ધન ખર્ચ થઇ શકે છે. નવા કામમાં બાધા આવી શકે છે. સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કોઇની સલાહ લઇ શકો છો.

લવઃ– અનપેક્ષિત રોમેન્ટિક આકર્ષણની સંભાવના છે.

વ્યવસાયઃ– કારોબારમાં ઉતાર-ચઢાવ રહેશે.

સ્વાસ્થ્યઃ– ખાન-પાનનું ધ્યાન રાખવું.

ધન

પોઝિટિવઃ– રચનાત્મક કાર્ય પ્રત્યે રસ વધશે. આ અવસરનો લાભ ઉઠાવો અને નવી રીતથી કામ કરવાનો અવસર હાથમાંથી જવા દેશો નહીં. તમારી રચનાત્મકતાથી તમારા ઘરને સુંદર બનાવી શકો છો.

નેગેટિવઃ– કાર્યભારમાં વધારો થવાથી જરૂરી કામોને સમય આપી શકશો નહીં. નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને અધિકારીઓ સાથે વાદ-વિવાદ કરવાથી બચવું.

લવઃ– આ દરમિયાન કોઇ ગેરસમજ તમારા સંબંધોને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ– બેરોજગારને રોજગારના નવા અવસર પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક સ્વાસ્થ્ય બની રહેશે.

મકર

પોઝિટિવઃ– ભવિષ્ય માટે યોજનાઓ બનાવી શકો છો, જે આગળ શુભ ફળદાયક રહેશે. સત્તા સાથે જોડાયેલાં લોકો સાથે સારા સંબંધ બની શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે.

નેગેટિવઃ– નકારાત્મક વિચારોથી બચવું. વધારે પરિશ્રમથી શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ કરશો. કોઇપણ પ્રકારના ભયને મનમાંથી દૂર કરવો અને પરિશ્રમથી કાર્યોમાં જોડાયેલાં રહો.

લવઃ– પ્રેમના મામલે દબાવ બનાવી રાખવાની કોશિશ કરશો નહીં.

વ્યવસાયઃ– નોકરીમાં સ્થિતિ સારી રહેશે નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

કુંભ

પોઝિટિવઃ– નવી યોજનાઓ લાભ આપશે. કામમાં પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. નવા કામના અવસર મળશે. દાંપત્ય જીવનમાં પરમાનંદનો અનુભવ થશે. વડીલો પાસેથી તમને કોઇ લાભ થશે.

નેગેટિવઃ– બીજાના કામમાં દખલ આપશો નહીં. પરિવારમાં ક્લેશ પણ થઇ શકે છે. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. વાહન સાવધાની પૂર્વક ચલાવવું. કોઇ સાથે તર્ક-વિતર્ક કરવું નહીં.

લવઃ– પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે.

વ્યવસાયઃ– નોકરી અને બિઝનેસમાં અચાનક મોટા નિર્ણય લેવા પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઇને પરેશાન થવું પડી શકે છે.

મીન

પોઝિટિવઃ– આજે તમારે ઘર-પરિવાર અને સંતાનાનો મામલો આનંદ અને સંતોષની ભાવનાનો અનુભવ થશે. ઈશ્વરની આરાધના, જાપ અને આધ્યાત્મિકતા તમને શાંતિનો અનુભવ કરાવશે.

નેગેટિવઃ– ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખો. આગ, પાણી અને વાહન દુર્ઘટનાથી સંભાળીને રહેવું. દૈનિક કાર્યોમાં થોડાં અવરોધ આવશે.

લવઃ– દાંપત્ય જીવનમાં પ્રેમની અનુભૂતિ થશે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક દ્રષ્ટિથી સ્થિતિ અનુકૂળ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય વિશે તમે વધારે ચિંતિત રહેશો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular