4 ઓક્ટોબરનું રાશિફળ : શુક્રવારે માતા લક્ષ્મી વૃશ્ચિક રાશિના જાતકોની સુખ-સુવિધાઓમાં વધારો કરશે

0
0

મેષ

પોઝિટિવઃ– સ્થાળાંતરણ, પરિવર્તન અથવા નવી શરૂઆતનો પ્રયાસ ફળશે. મોજ-શોખના સાધન, ઉત્તમ આભૂષણ અને વાહનની ખરીદી કરશો. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. સામાજિક કાર્યોમાં આગળ વધીને ભાગ લેશો.

નેગેટિવઃ– નિરાશા વૃત્તિ અને શંકાના વાદળ તમારા મન ઉપર ઘેરાયેલાં હોવાથી માનસિક રાહત અનુભવ કરશો નહીં. વિશેષ રૂપથી સંતાન અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલીઓ આવશે.

લવઃ– તમારું ભાગ્ય તમને સારો સાથ આપી શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં નવા અવસર પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવાની જરૂર છે.

વૃષભ

પોઝિટિવઃ– કઠોર પરિશ્રમથી સારા અને અનુકૂળ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે. પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળ થઇ શકો છો. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઇ શકે છે. ધનલાભના અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– અનૈતિક રૂપથી ધન કમાવાના પ્રયાસ લાભ આપશે. બિનજરૂરી વિવાદથી દૂર રહેવું. થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. જેનાથી કાર્યમાં મન લાગશે નહીં.

લવઃ– સ્થિતિઓ અનુકૂળ થઇ શકે છે. દાંપત્ય જીવન સારું રહેશે.
વ્યવસાયઃ– નોકરી કરનાક અધિકારી વર્ગથી સાવધાન રહે.
સ્વાસ્થ્યઃ– સારી દિનચર્ચાના કારણે સ્વાસ્થ્યમાં સુધાર આવશે.

મિથુન

પોઝિટિવઃ– આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં પરિશ્રમથી પરિવાર સાથે પણ સારો સમય વિતાવવા મળશે. પરિશ્રમથી દરેક કાર્યોમાં સફળતા મળશે. નવા લોકો સાથે સંપર્ક વધશે. આવકમાં સંતુલન બની રહેશે.

નેગેટિવઃ– ધનની આવક સામાન્ય રહેશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાથી વિવાદોથી બચી શકો છો. વિપરીત લિંગના વ્યક્તિઓ સાથે વાતચીત કરતી વખતે સાવધાન રહેવું. મિત્રો સાથે મનમુટાવ થઇ શકે છે.

લવઃ– લગ્નજીવનમાં તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં મંદીનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યમાં સુધાર આવશે.

કર્ક

પોઝિટિવઃ– મહેનતનું સારું પરિણામ સામે આવશે. શરીરમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળશે અને દરેક કાર્ય સરળતાથી પૂર્ણ કરશો. અટકાયેલાં કામ પણ પૂર્ણ થઇ શકે છે. આજનો દિવસ શુભફળદાયી રહેશે.

નેગેટિવઃ– ઉતાવળમાં નિર્ણય લેવાથી બચવું. સ્વભાવમાં કઠોરતા રાખશો નહીં. વિના કારણે વિવાદ થવાની સંભાવના છે. કાર્યભાર વધવાથી માનસિક અને શારીરિક રૂપથી થાકનો અનુભવ થશે.

લવઃ– તાલમેલના અભાવના કારણે એકબીજા સાથે વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ– પ્રોપર્ટીમાં રોકાણ ફાયદાકારક રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું.

સિંહ

પોઝિટિવઃ– આજનો દિવસ સારો રહેશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે, જેનાથી સમાજમાં માન-સન્માન મળશે. વડીલોની સલાહ લઇને કામ કરશો તો સફળતા સાથે લાભના અવસર મળશે.

નેગેટિવઃ– લોભના ચક્કરમાં પડશો નહીં. લેણ-દેણથી બચવું પડશે. શાંતિ માટે યોગ અને ધ્યાન કરવાની કોશિશ કરો.

લવઃ– આજે કોઇ નુકસાન ઉઠાવવું પડી શકે છે.
વ્યવસાયઃ– કારોબાર સારો રહેશે.
સ્વાસ્થ્યઃ– માથાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે.

કન્યા

પોઝિટિવઃ– આર્થિક લાભના પ્રબળ યોગ છે. શરીરમાં વધારે ઊર્જા રહેવાના કારણે તમે તમારા અટકાયેલાં કાર્યો પૂર્ણ કરી શકશો. સામાજિક કાર્યોમાં સુયશ મળશે અને સમાજમાં પ્રતિષ્ઠા અને પ્રભાવમાં વધારો થશે.

નેગેટિવઃ– કારણ વિના મન બેચેન રહેશે, જેનાથી કોઇ કામમાં મન લાગશે નહીં. નવા કાર્યની શરૂઆત કરવાથી બચવું. જીવનને લઇને કોઇ કઠોર નિર્ણય લઇ શકો છો. લોકોનો વ્યવહાર તમારી માટે નિરાશાજનક રહેશે.

લવઃ– પારિવારિક સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે.
વ્યવસાયઃ– નોકરીમાં ઉન્નતિ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.

તુલા

પોઝિટિવઃ– જીવનશૈલી અને રહેણી-કરણીમાં બદલાવ લાવવાની કોશિશ કરો. આજના દિવસે ખૂબ જ સારું અનુભવ કરશો. માનસિક રૂપથી આનંદની અનુભૂતિ થશે. નવી જગ્યાએ ભ્રમણ પર જઇ શકશો. મિત્રોનો સાથ ઉત્સાહિત રાખશે.

નેગેટિવઃ– તમારી આસપાસના લોકો ઉપર ગુસ્સો આવી શકે છે. ગુસ્સા ઉપર કાબૂ અને ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. કામકાજમાં વધારે સમય આપવાનું વિચારો.

લવઃ– તમારા જીવનમાં નવો પ્રેમ આવી શકે છે.
વ્યવસાયઃ– નોકરીમાં ઉન્નતિ અને વ્યવસાયમાં સારો નફો થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ– કોઇ જૂની બીમારીથી છુટકારો મળી શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– ઘરમાં સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ છે. શુભ કાર્યોમાં રસ બની રહેશે. પરિજનો સાથે આનંદમય સમય વિતાવશો. નવા વ્યાવસાયિક સંબંધ મજબૂત થશે. કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– બિનજરૂરી વિચારોના કારણે પરેશાની વધારે ઉત્પન્ન થઇ શકે છે. તમારી મહેનત તમને સારી સફળતા પ્રાપ્ત કરાવી શકે છે. સગા-સંબંધીઓની સાથે રિલેશન ખરાબ થવાની સંભાવના છે.

લવઃ– લગ્ન જીવનમાં નાનો-મોટો વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ– કારોબારમાં આર્થિક લાભ અને નોકરીમાં ઉન્નતિ મળવાના યોગ બનશે.
સ્વાસ્થ્યઃ– ખરાબ સ્વાસ્થ્યના કારણે તમે જરૂરી કાર્યો કરી શકશો નહીં.

ધન

પોઝિટિવઃ– આજનો દિવસ મિશ્રિત રહેશે. ખૂબ પ્રસન્ન રહેશો અને ભવ્યતા અને સભ્યતા ઉપર વધારે ભાર રહેશે. ખર્ચ અને રોકાણ વધશે. કાર્ય સ્થળ પર મહેનત વધારે કરશો. ઘરમાં આનંદનું વાતાવરણ બની રહેશે.

નેગેટિવઃ– પરિવાર અને કામકાજની વચ્ચે ગુંચવણ અનુભવ કરશો. વિદ્યાર્થીઓને સફળતા માટે આકરી મહેનત કરવી પડશે. અશુભ સમાચારથી નિરાશ થઇ શકો છો.

લવઃ– સ્થિતિ અનુકૂળ રહેશે અને પ્રેમ વ્યવહાર સારો રહેશે.
વ્યવસાયઃ– કારોબાર સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ– ખાન-પાન ઉપર ધ્યાન આપવાની સાથે-સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો.

મકર

પોઝિટિવઃ– આજનો દિવસ સારો રહેશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો. તમારા જ્ઞાન અને બુદ્ધિથી બીજાને પ્રભાવિત કરશો. સફળતા અને સહયોગના સારા સંકેત છે.

નેગેટિવઃ– પારિવારિક જવાબદારી પૂર્ણ થશે નહીં. વ્યક્તિગત સ્વાર્થ હાવી થઇ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધી શકે છે. પરિવારમાં કોઇ સાથે મનમુટાવની સંભાવના રહેશે.

લવઃ– દાંપત્ય જીવનને લઇને સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ– નોકરિયાત લોકોને કાર્યક્ષેત્રમાં મોટી જવાબદારી મળી શકે છે.
સ્વાસ્થ્યઃ– ખાન-પાનનું ધ્યાન રાખવું.

કુંભ

પોઝિટિવઃ– આજનો દિવસ સારો રહેશે. કઠોર પરિશ્રમ કરવા છતા તમે તમારી માટે સમય કાઢી શકશો. પરિવારના લોકો સાથે આજે તમારો સમય વિતશે. બાળકોના કરિયર માટે પરિવારમાં વડીલો પાસેથી પરામર્શ લો.

નેગેટિવઃ– સંબંધીઓના કારણે થોડો તણાવ પેદા થઇ શકે છે. ગુસ્સા ઉપર કાબૂ રાખો. અસ્થિર સ્વભાવના કારણે તમારા પ્રિય વ્યક્તિ સાથે તમારે મતભેદ થઇ શકે છે. કાર્યભારમાં વધારો થશે.

લવઃ– પતિ-પત્નીમાં તાલમેલનો અભાવ થવાથી વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વાતાવરણ તમારી અનુકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ– તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

મીન

પોઝિટિવઃ– સાહિત્ય લેખનમાં રસ રહેશે. આધ્યાત્મિકતા તરફ રસ વધશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સાહિત્યિક વસ્તુઓને વાંચવામાં મન લાગશે, જેનાથી જીવનમાં આગળ વધવા માટે નવા વિચાર આવી શકે છે.

નેગેટિવઃ– અનેક નવી ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખવો.

લવઃ– તમે પાર્ટનર માટે સરપ્રાઇઝ પાર્ટી કરી શકો છો.
વ્યવસાયઃ– વેપાર-ધંધો મધ્યમ રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here