5 ઓક્ટોબરનું રાશિફળ : શનિવારે 12માંથી 4 રાશિ માટે નક્ષત્રો શુભ રહેશે, ધન પ્રાપ્તિના યોગ બનશે

0
12

મેષ

પોઝિટિવઃ– આજનો દિવસ સારો રહેશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. કાર્યક્ષેત્રમાં સક્રિયતા વધશે. લેખનકાર્ય માટે સમય સારો છે. આત્મવિશ્વાસ વધશે. વ્યક્તિગત જીવનમાં તાજગીનો અનુભવ થશે. સારા લોકો સાથે સંપર્ક થશે. કાર્યશૈલીમાં રચનાત્મકતા તમને કાર્યજીવનમાં પ્રગતિ માટે પ્રેરિત કરશે.

નેગેટિવઃ– કામમાં ઉતાવળ કરશો નહીં. આજે તમને અપેક્ષાનુસાર પરિણામ જરૂર મળશે. જો કોઇ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે તો ધૈર્યપૂર્વક કાર્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. આજે તમે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખશો તો લાભદાયક રહેશે.

લવઃ– કામકાજના ક્ષેત્રમાં પણ એકબીજાના સહયોગની ભાવના ઉત્પન્ન થઇ શકે છે.
બિઝનેસઃ– તમે વેપાર કાર્યમાં વ્યસ્ત રહી શકો છો.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃષભ

પોઝિટિવઃ– કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન સારું રહેશે અને નક્કી સમયે લક્ષ્ય સુધી પહોંચવામાં સફળતા મળશે. ધન કમાવાના નવા સ્ત્રોત મળી શકે છે. તમે તમારી આસપાસની પોઝિટિવ ઊર્જાને અનુભવ કરશો. સમજી-વિચારીને લીધેલો નિર્ણય તમારા જીવનમાં પોઝિટિવ બદલાવ લઇને આવશે.

નેગેટિવઃ– અફવાહોથી બચવું જોઇએ. કાર્યો પ્રત્યે પોઝિટિવ દ્રષ્ટિકોણ રાખવો જોઇએ. વિદ્યાર્થીઓ માટે સમય મહેનત કરવાનો રહેશે. માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડશે. સમજી-વિચારીને રોકાણ કરવું.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સામંજસ્ય સારું હોવાથી દરેક ક્ષેત્રોમાં સહયોગની ભાવના ઉત્પન્ન થઇ શકે છે.
બિઝનેસઃ– નોકરિયાત લોકો તેમના કામને વધારે સારું કરી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું ખરાબ થઇ શકે છે.

મિથુન

પોઝિટિવઃ– આજનો દિવસ તમે તમારી ભાવનાઓમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. આ પરિવર્તન આનંદથી ભરપૂર રહેવાના અણસાર છે. રચનાત્મક કાર્યોમાં રસ રાખતાં લોકો માટે સમય સારો છે. ધન સંબંધી પરેશાનીથી રાહત મળશે.

નેગેટિવઃ– કોઇ કાર્યને સિદ્ધ કરવા માટે આજે વધારે મહેતન કરવી પડશે. પરિજનો સાથે ધન ખર્ચ થવાની સંભાવના રહેશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે. નવા કામની શરૂઆત કરી રહ્યા છો તો અન્ય લોકોની સલાહ લેશો નહીં.

લવઃ– સાથીનો પૂર્ણ સહયોગ મળવાના અને સંબંધોના મધુર હોવાની સંભાવના છે.
બિઝનેસઃ– નોકરી અથવા બિઝનેસની અંદર તમને સારા પરિણામ મળશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક

પોઝિટિવઃ– આજનો દિવસ સારો રહેશે. ધન સંબંધી પરેશાનીઓથી છુટકારો મળશે. પરિવારનો કોઇ વિવાદ ઉકેલાઇ શકે છે. આકરી મહેનત અને રચનાત્મક કાર્યોને પૂર્ણ કરશો તો સારું પરિણામ મળશે. આજે તમે નવી કોશિશોથી બધાને આકર્ષિત કરશો. તમારા જ્ઞાન અને બુદ્ધિથી બીજાને પ્રભાવિત કરશો.

નેગેટિવઃ– બિનજરૂરી ખર્ચ વધવાથી આર્થિક સ્થિતિ નબળી થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું પડશે. નકારાત્મક વિચારોને છોડીને તમારી ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરો. વાણી ઉપર નિયંત્રણ રાખવું.

લવઃ– તમારા સંબંધોને પહેલાં સમય આપો.
બિઝનેસઃ– નોકરિયાત લોકો તેમના કામને વધારે સારું કરી શકે છે.
સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક રૂપથી થાક અનુભવ કરશો.

સિંહ

પોઝિટિવઃ– સ્નેહીજનો, આત્મજનો તથા મિત્રો સાથે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. પરિજનો સાથે યાત્રા અથવા પિકનિક પર જઇ શકો છો. આજે આખો દિવસ તમે મોજ-મસ્તીમાં વિતાવશો. કારોબાર સારો રહેવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ– સમજી-વિચારીને કોઇ નિર્ણય લેશો તો સારું રહેશે. ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે. કોઇપણ નવું કામ શરૂ કરશો નહીં. કાર્યક્ષેત્રમાં થોડું સરળ રહેવાનો પ્રયાસ કરો.

લવઃ– તમારો પ્રેમ સંબંધ લગ્ન સંબંધમાં બદલાઇ શકે છે.
બિઝનેસઃ– નોકરીમાં ઉન્નતિ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

કન્યા

પોઝિટિવઃ– મિત્રો તથા સ્વજનો સાથે મુલાકાત થશે. સહકર્મિઓ અને અધિકારીઓ પાસેથી સંપૂર્ણ સહયોગ મળશે. શુભકાર્ય કરવાની પ્રેરણા મળશે અને લેખન જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં રસ વધશે.

નેગેટિવઃ– પરિવારની સમસ્યાઓ પરેશાન કરશે. આવી સ્થિતિમાં પૂર્ણ વિવેકથી કામ લેવું પડશે. મન એકાગ્રા કરવાનો પ્રયાસ કરો. આજે તમારે ખર્ચ પર સંયમ રાખવો પડશે. સંતાનની ચિંતા રહેશે.

લવઃ– તમારા પ્રેમ સંબંધમાં શંકા અને ગેરસમજને આવવા દેશો નહીં.
બિઝનેસઃ– વેપારમાં નવા રોકાણના અવસર મળશે.
સ્વાસ્થ્યઃ– શારીરિક રૂપથી થાકનો અનુભવ થશે.

તુલા

પોઝિટિવઃ– પરિશ્રમથી દરેક કાર્યોમાં સફળતા મળશે અને સર્જનાત્મક વિચારોનો ભરપૂર લાભ ઉઠાવશો. સ્વાભિમાની સ્વભાવ લોકપ્રિયતા અપાવામાં મદદગાર થશે. મિત્રો પાસેથી ભેટ મળશે. જમીન-વાહન વગેરેની ખરીદી કરી શકો છો.

નેગેટિવઃ– ભાગદોડ વધારે કરવી પડશે. જેથી શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ કરશો. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખો. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું.

લવઃ– પ્રેમ સંબંધોને લઇને ભાગદોડ તથા તણાવની સ્થિતિમાંથી પસાર થવું પડી શકે છે.
બિઝનેસઃ– આજે ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે અને પરિજનો સાથે સમય આનંદપૂર્વક વ્યતીત થશે. પરિજનો સાથે કોઇ લાંબી યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે. કાર્યોમાં સફળતા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

નેગેટિવઃ– ખોટી ચિંતાઓથી બચવું. કાર્યક્ષેત્રમાં નાની-નાની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કામમાં વધારો રહેશે અને આખો દિવસ ભાગદોડમાં વ્યતીત થશે. રોકાણ કરવાથી બચવું પડશે.

લવઃ– નવી રિલેશનશિપમાં ઉતાવળ કરશો નહીં.
બિઝનેસઃ– વેપારમાં જોખમ ઉઠાવવાથી બચવું.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

ધન

પોઝિટિવઃ– પરિવાર સાથે દિવસ આનંદપૂર્ણ વ્યતીત થશે. કામને કારણે કોઇ યાત્રા પર જવાનું થઇ શકે છે. સંતાનની સફળતાથી પ્રસન્ન રહેશો. આધ્યાત્મ અને મેડીટેશન તરફ રસ વધશે. કોઇ ધાર્મિક સ્થાનની યાત્રા પર જવાનું યોજના બની શકે છે.

નેગેટિવઃ– કાર્યક્ષેત્રમાં કાર્યભારમાં વધારે થશે અને સફળતા મેળવવા માટે આકરી મહેનત કરવી પડશે.

લવઃ– જીવનસાથી સાથે તાલમેલમાં કમી આવી શકે છે.
બિઝનેસઃ– વ્યાવસાયિક ક્ષેત્રમાં વાતાવરણ તમારી અનૂકૂળ રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મકર

પોઝિટિવઃ– આજનો દિવસ સારો રહેશે. કાર્યસિદ્ધિ અને લક્ષ્મી બંનેની પ્રાપ્તિ થઇ શકે છે. શારીરિક અને માનસિક રીતે તમે ઉત્સાહી તથા પ્રફુલ્લિત રહેશો. પરિવારમાં માંગલિક કાર્ય થઇ શકે છે. વડીલોના આશીર્વાદથી દરેક કાર્ય સફળ થશે.

નેગેટિવઃ– વધારે ધન ખર્ચ થાય નહીં તેનું ધ્યાન રાખવું. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખવો. કોઇપણ નિર્ણય લેતાં પહેલાં સરખી રીતે વિચાર કરી લેવો.

લવઃ– પ્રેમ સંબંધને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે.
બિઝનેસઃ– કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિથી સમસ્યાઓ ઉત્પન્ન થશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ

પોઝિટિવઃ– ભાઇ પાસેથી સહયોગ મળશે અને જીવનમાં સફળતાના નવા માર્ગ ખુલશે. લાંબા સમયથી બનેલી યોજનાઓ સફળ થઇ શકે છે. સામાજિક કાર્યોમાં રસ વધશે. ધાર્મિક આયોજનમાં સામેલ થઇ શકો છો. અભ્યાસના ક્ષેત્રોમાં ઉન્નતિ થશે.

નેગેટિવઃ– પરિવારમાં થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. વિના કારણે કોઇ સાથે તર્ક-વિતર્ક કરશો નહીં. વિવાદથી દૂર રહેવું. શારીરિક રૂપથી થાક અને અસ્વસ્થતા અનુભવ કરશો.

લવઃ– પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે.
બિઝનેસઃ– પરિશ્રમથી કરેલાં કાર્યોમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન

પોઝિટિવઃ– આજનો દિવસ શુભફળદાયી રહેશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઇ શકશો અને નવા વસ્ત્રની ખરીદારી પણ કરશો. વાહન સુખ મળી શકે છે. નવા લોકો સાથે મુલાકાત ફાયદાકારક રહેશે. કાર્યક્ષેત્રમાં સન્માન વધશે.

નેગેટિવઃ– કાર્યભારમાં વધારો થવાથી શારીરિક સ્ફૂર્તિ તથા માનસિક ઉલ્લાસમાં કમી આવી શકે છે. બોલચાલ અને સ્વભાવ પર કાબૂ રાખો. કાર્યસ્થળ પર વિવાદની સ્થિતિ બની શકે છે.

લવઃ– પાર્ટનરની સાથે સારો સમય વિતશે.
બિઝનેસઃ– નોકરીમાં સારી સ્થિતિ રહેશે નહીં.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવાની જરૂર છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here