Friday, May 16, 2025
HomeઅમદાવાદAHMEDABAD : ઓઢવ પોલીસ ઇકો કારની ચોરી કરતા શખ્સને પકડયો

AHMEDABAD : ઓઢવ પોલીસ ઇકો કારની ચોરી કરતા શખ્સને પકડયો

- Advertisement -

પૂર્વ વિસ્તારમાં ઇકો કાર અને તેના સાયલન્સની ચોરીના અનેક બનાવો બની ચૂક્યા છે ઓઢવ પોલીસે સિગરવા ખાતેથી રાજસ્થાનના શખ્સને ચોરીની નંબર પ્લેટ વગની ઇકો કાર સાથે પકડી પાડયો હતો. પોલીસે હાલ રૃા. ૮.૧૦ લાખની પાંચ ઇકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ,સુરત અને મહારાષ્ટ્ર, ધાનેરા, દાંતા સહિતના વિસ્તારમાં ઇકોની ચોરી કરી રૃા. ૮.૧૦ લાખનો મુદ્દામાલ કબજે

ઓઢવ પોલીસ પેટ્રોલિગ કરીને વાહન ચેકિંગ કરી રહી હતી આ સમયે સિંગરવા પાસેથી નંબર પ્લેટ વગરની કારને પોલીસે પકડીને તપાસ કરતાં તે ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભીનમાલ તાલુકાના લાખાવાસ ગામના  ફિરોજખાન અનવરખાન મુસ્લા (ઉ.વ.૨૭) ધરપકડ કરીને તેની પાસેથી ચોરીની રૃા. ૮, ૧૦,૦૦૦ની પાંચ ઇકો કબજે કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular