Friday, April 19, 2024
Homeવનડે સીરિઝ : હાર્દિક પંડ્યા સાથે પાંચમી વિકેટ માટે 70* રનની ભાગીદારી...
Array

વનડે સીરિઝ : હાર્દિક પંડ્યા સાથે પાંચમી વિકેટ માટે 70* રનની ભાગીદારી કરી

- Advertisement -

ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે 34 ઓવરમાં 4 વિકેટે 230 રન કર્યા છે. ઋષભ પંત અને હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા છે. બંનેએ 50* રનની ભાગીદારી કરી છે. પંતે પોતાના વનડે કરિયરની ત્રીજી ફિફટી મારી છે. ઇંગ્લેન્ડ માટે આદિલ રાશિદે 2, જ્યારે લિયમ લિવિંગ્સ્ટોન અને મોઇન અલીએ 1-1 વિકેટ ઝડપી છે.

હાર્દિકે એક ઓવરમાં ત્રણ સિક્સ મારી

હાર્દિક પંડ્યાએ ભારતીય ઇનિંગ્સની 28મી ઓવરમાં ત્રણ સિક્સ મારી હતી. મોઇન અલીએ નાખેલી ઓવરના પહેલા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ, પાંચમા બોલે ડીપ મિડવિકેટ અને છઠ્ઠા બોલે ડીપ સ્કવેર લેગ પર સિક્સ મારી હતી. ત્રણ સિક્સ ઉપરાંત બે સિંગલ સહિત ઓવરમાં 20 રન આવ્યા હતા.

કોહલી અને રાહુલ બંને 7 રને આઉટ થયા

શ્રેણીની નિર્ણાયક મેચમાં ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ નિરાશ કર્યા હતા. તે મોઇન અલીની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 10 બોલમાં 1 ફોરની મદદથી 7 રન કર્યા હતા. જ્યારે લોકેશ રાહુલ પણ 7 રને જ આઉટ થયો હતો. તે લિયમ લિવિંગ્સ્ટોનની બોલિંગમાં લો-ફૂલ ટોસ પર મોઇન અલી દ્વારા કેચ આઉટ થયો હતો. આ લિવિંગ્સ્ટોનની વનડે કરિયરની પ્રથમ વિકેટ હતી. તે પોતાની બીજી વનડે મેચ જ રમી રહ્યો છે.

ધવને 32મી ફિફટી મારી

શિખર ધવને આક્રમક બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી. તેણે પોતાના વનડે કરિયરની 32મી ફિફટી ફટકારતાં 56 બોલમાં 10 ફોરની મદદથી 67 રન બનાવ્યા હતા. તે લેગ સ્પિનર આદિલ રાશિદની બોલિંગમાં રાશિદના હાથે જ કેચ આઉટ થયો હતો.

રોહિત 37 રને બોલ્ડ થયો, ધવન સાથે 17મી વખત 100+ રનની ભાગીદારી કરી

ભારતીય ઓપનર રોહિત શર્મા આદિલ રાશિદની બોલિંગમાં બોલ્ડ થયો હતો. રોહિતે 37 બોલમાં 6 ફોરની મદદથી 37 રન કર્યા હતા. તેણે શિખર ધવન સાથે પ્રથમ વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી.હતી બંનેએ વનડેમાં 17મી વખત 100+ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. તેમણે એડમ ગિલક્રિસ્ટ-મેથ્યુ હેડન (16 વખત)નો રેકોર્ડ તોડ્યો છે.

વનડેમાં સૌથી વધુ 100+ રનની ઓપનિંગ ભાગીદારી

21 સચિન તેંડુલકર- સૌરવ ગાંગુલી

17 રોહિત શર્મા- શિખર ધવન

16 એડમ ગિલક્રિસ્ટ- મેથ્યુ હેડન

છેલ્લા 10 વર્ષમાં ઘરઆંગણે વનડેમાં શ્રેષ્ઠ શરૂઆત

ભારતે આજે ઇંગ્લેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતાં 10 ઓવરમાં વિના વિકેટે 65 રન કર્યા. ભારતની આ છેલ્લા 10 વર્ષમાં ઘરઆંગણે વનડેમાં શ્રેષ્ઠ શરૂઆત છે. આ પહેલાં ટીમે 2011ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 73/1 કર્યા હતા.

કેપ્ટન તરીકે કોહલીની 200મી ઇન્ટરનેશનલ મેચ

કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ ત્રણેય ફોર્મેટમાં મળાવીને 200મી ઇન્ટરનેશનલ મેચ છે. તે આ સિદ્ધિ મેળવનાર વર્લ્ડનો આઠમો અને ભારતનો ત્રીજો કેપ્ટન છે. વર્લ્ડમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ 332 મેચમાં કપ્તાની કરી છે.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી

ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ભારત સામેની ત્રીજી વનડેમાં પુણે ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે. ટોમ કરનની જગ્યાએ માર્ક વુડ રમી રહ્યો છે. જ્યારે ભારતે પણ પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. કુલદીપ યાદવની જગ્યાએ ટી-નટરાજન રમી રહ્યો છે. શ્રેણી 1-1ની બરાબરી પર છે. આજે મેચ જીતનાર ટીમ સીરિઝ પોતાના નામે કરશે.

ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને પ્રસિદ્વ કૃષ્ણ

ઇંગ્લેન્ડની પ્લેઈંગ-11: જેસન રોય, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ડેવિડ મલાન, જોસ બટલર (કેપ્ટન/ વિકેટકીપર), લિયમ લિવિંગ્સ્ટોન, મોઇન અલી, સેમ કરન, માર્ક વુડ, આર. ટોપ્લે અને આદિલ રાશિદ

81 વનડે પછી ટીમ ઇન્ડિયા રીસ્ટ-સ્પિનર વગર રમી રહી છે

ભારતની પ્લેઈંગ-11માં કુલદીપ યાદવ કે યુઝવેન્દ્ર ચહલ બંનેમાંથી કોઈને પણ સ્થાન મળ્યું નથી. ટીમ ઇન્ડિયાની પ્લેઈંગ-11માં રીસ્ટ-સ્પિનર ન હોય તેવું 81 વનડે પછી પહેલીવાર બન્યું છે. છેલ્લે ભારત 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં એકપણ રીસ્ટ સ્પિનર વગર રમ્યું હતું.

ઇંગ્લેન્ડ ભારતમાં એક જ દ્વિપક્ષીય શ્રેણી જીત્યું છે

ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ભારતમાં કુલ 9 દ્વિપક્ષીય શ્રેણી રમાઈ છે. તેમાંથી 6 ભારતે અને માત્ર 1 ઇંગ્લેન્ડે જીતી છે. 2 શ્રેણી ડ્રો રહી હતી. ઇંગ્લેન્ડ 1984માં 4-1થી શ્રેણી જીત્યું હતું, પરંતુ તે પછી અહીં બાઈલેટરલ સીરિઝ જીતવામાં નિષ્ફ્ળ રહ્યું છે. બીજી તરફ, ભારત ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે છેલ્લી પાંચેય શ્રેણી જીત્યું છે અને સતત છઠ્ઠી સીરિઝ જીતવા પૂરેપૂરો પ્રયાસ કરશે.

નંબર ગેમ

1. ભારત વનડે શ્રેણી હારવાની હેટ્રિક લગાવવાથી બચવા માગશે. આ પહેલાંની બંને શ્રેણી ટીમ ઇન્ડિયાએ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાએ 2-1થી અને ન્યૂઝીલેન્ડે 3-0થી હરાવ્યા હતા.

2. શિખર ધવન 6 હજાર રનના માઈલસ્ટોનથી 90 રન દૂર છે. તે આ સિદ્ધિ મેળવી તો 6 હજાર રન કરનાર 10મો ભારતીય બેટ્સમેન બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular