મેઘમહેર : આજે ઓડિશાનું એર સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાત પહોંચતા રાજ્યમાં વરસાદ ખેંચી લાવશે, ગઈકાલે 195 તાલુકામાં વરસાદ નોધાયો

0
12

ગાંધીનગર. ઓડિશામાં સર્જાયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન આજે ગુજરાત પહોંચશે. જેના કારણે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગળ વધીને જમીનના લેવલે આવીને લો પ્રેશર બનીને આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે. ગઈકાલે રાજ્યમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ઉમરગામમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ડભોઈમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો.  હવામાન વિશેષજ્ઞની આગાહી મુજબ આજે અમદાવાદમાં દોઢથી પાંચ ઇંચ, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે.

લૉ- પ્રેશર, મોન્સૂન ટ્રફ વરસાદ ખેંચી લાવશે

હાલમાં ઓડિશા પાસે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી અને ઓડિશાની આજુબાજુ છે, જે દેશનાં પશ્ચિમ વિસ્તારમાં ગતિ કરશે અને મધ્ય ભારતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. તેમજ આજે 16 જુલાઇ સુધી ગુજરાત સુધી પહોંચીને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જમીનના લેવલથી નજીક આવીને લો-પ્રેશર બનશે, સાથે મોન્સુન ટ્રફ પણ જમીન તરફ નીચે આવશે. જેને લીધે આજે 16 જુલાઈથી 18 જુલાઇ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ ખેંચી લાવશે, જેમાં 17 જુલાઇએ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ગઈગાલે 15 જુલાઈએ રાજ્યમાં નોંધાયેલાએક ઈંચથી વધુ વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
વલસાડ ઉમરગામ 96
વડોદરા ડભોઈ 78
બનાસકાંઠા ભાભર 58
બનાસકાંઠા લાખણી 57
બનાસકાંઠા અમીરગઢ 50
તાપી નિઝર 50
અમદાવાદ ધંધુકા 49
જૂનાગઢ માણાવદર 44
જૂનાગઢ વંથલી 43
જામનગર જામજોધપુર 41
ભાવનગર મહુવા 40
રાજકોટ કોટડાસાંગાણી 38
બોટાદ ગઢડા 36
સુરત ચોર્યાસી 36
બનાસકાંઠા થરાદ 35
અરવલ્લી મેઘરજ 35
પોરબંદર કુતિયાણા 34
ખેડા મહુધા 34
ગાંધીનગર ગાંધીનગર 33
ખેડા નડિયાદ 33
બનાસકાંઠા દિયોદર 32
રાજકોટ લોધિકા 32
અમરેલી વાડિયા 32
અરવલ્લી મોડાસા 31
રાજકોટ જામકંડોરણા 31
અમદાવાદ ધોળકા 31
પંચમહાલ મોરવા હડફ 30
ખેડા કપડવંજ 29
આણંદ ખંભાત 29
આણંદ સોજીત્રા 29
સુરેન્દ્રનગર લીંબડી 28
અરવલ્લી માલપુર 26
રાજકોટ ગોંડલ 25
અમરેલી લાઠી 25
અમદાવાદ સાણંદ 25
આણંદ તારાપુર 25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here