અમદાવાદ : ગુજરાતની જેલમાં સજા ભોગવતા મોટી વયના 158 કેદીઓ પૈકી 24ને સાબરમતી જેલમાંથી મુક્ત કરાયા

0
13

અમદાવાદ: મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના 158 કેદીઓને જેલ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજે સાબરમતી સેન્ટ્રલ જેલમાં 125, 304 અને 326ના ગુનામાં સજા કાપી રહેલા 24 કેદીઓને મૂક્ત કરવામાં આવ્યા છે. કેદીઓને છોડાતા જેલની બહાર લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બે તબક્કામાં 229 કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે આજે વધુ કેદીઓને જેલમુક્ત કરતા કુલ 387 કેદીઓની સજા માફ કરવામાં આવી છે.

66 ટકા સજા પૂરી કરનાર કેદીઓને મુક્તિ
જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓમાં 55 વર્ષ કે તેથી વધુ ઉમરના અને સજાનો 50 ટકા સમયગાળો પૂર્ણ કર્યો હોય તેવા કેદીઓની સજા માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલા સહિત 60 વર્ષ તે તેથી વધુ વયના 5 પુરુષ કેદીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય 381 કેદીઓ કે જેમની સજાના 66 ટકા એટલે કે બે તૃતીયાંશ જેટલો સમયગાળાનો જેલવાસ ભોગવ્યો છે, તેમને પણ મુક્ત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here