બહુચરાજી : દેથલીની પરિણીતાનો દહેજ મુદ્દે અપાતા ત્રાસથી આપઘાત : પતિ, સસરા અને સાસુ સામે દુષ્પેરણનો ગુનો.

0
6

બહુચરાજી તાલુકાના દેથલી ગામની પરિણીતાએ સાસરિયાં દ્વારા દહેજની માગણી સાથે અપાતાં ત્રાસથી કંટાળી શનિવારે રાત્રે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે મૃતકના પિતાએ પતિ સહિત ત્રણ સામે આપઘાત માટે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતાં બહુચરાજી પોલીસે તપાસ હાથ ધરી છે.

કાંકરેજના કંબોઇ ગામના વતની અને હાલ પાટણ ટીબી ત્રણ રસ્તા પર વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા કિરણસિંહ નટવરસિંહ સોલંકીની દીકરી પૂજાબા (22)નાં લગ્ન બહુચરાજી તાલુકાના દેથલી ગામે ઝાલા મહેન્દ્રસિંહ ઉર્ફે લાલો ધનુભા સાથે થયા હતા. સંતાનમાં સવા વર્ષની દીકરી આરાધ્યાબા છે. દીકરીના જન્મ પછી સાસરિયાં દ્વારા દહેજની માંગણી કરી ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. શનિવારે રાત્રે પુજાબાએ તેમના ઘરના મેડા ઉપર ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જે અંગે મૃતકના પિતા કિરણસિંહ સોલંકીએ જમાઇ મહેન્દ્રસિંહ ઉર્ફે લાલો ધનુભા, વેવાઇ ધનુભા ભગવતસિંહ ઝાલા અને વેવાણ જ્યોત્સનાબા વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ રવિવારે બહુચરાજી પોલીસ મથકે નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here