SBIની તહેવાર પર ઓફર, પગારદાર ગ્રાહકને કારની ઓન રોડ કિંમતના 90% સુધી લોન મળશે, વ્યાજદર પણ ઘટાડ્યા

0
0

નવી દિલ્હીઃ SBIએ તહેવારની સિઝનને ધ્યાનમાં રાખતા સસ્તા વ્યાજ દર પર હોમ અને ઓટો લોન આપવાની મંગળવારે જાહેરાત કરી છે. કાર લોન પર પ્રોસેસિંગ ફીમાં પણ છૂટ આપવામાં આવશે. કાર લોનની શરૂઆતની ટકાવારી 8.70% છે. લોનની સમયમર્યાદામાં વ્યાજ વધારવામાં નહી આવે. જો કે, બેન્કે આ ઓફર કેટલા સમય સુધી રહેશે તે અંગેની કોઈ સ્પષ્ટતા કરી નથી.

1લી સપ્ટેમ્બરથી 8.05%ના દરે હોમ લોન મળશે

  • SBIના ડિઝીટલ પ્લેટફોર્મ યોનો અથવા વેબસાઈટના આધારે કાર લોનની અરજી કરનારા ગ્રાહકોને વ્યાજદરમાં 0.25%ની છૂટ મળશે. પગારદાર ગ્રાહકો કારની ઓન રોડ કિંમતના 90% સુધી લોન લઈ શકશે.
  • SBIએ તાજેતરમાં જ હોમ લોનના વ્યાજદરમાં 0.15%નો ઘટાડો કર્યો હતો. એપ્રિલથી અત્યાર સુધી 0.35%નો ઘટાડો થઈ ચુક્યો છે. SBIના હોમ લોનના દર હાલ સૌથી ઓછો 8.05% છે. દરેક જુના અને નવા ગ્રાહકો માટે 1લી સપ્ટેમ્બરથી આ દર લાગુ થઈ જશે. બેન્કે હોમ લોનના દરને RBIના રેપો રેટ સાથે પણ જોડી દીધો છે.
  • SBIએ 20 લાખ રૂપિયાની પર્સનલ લોન સૌથી સસ્તા દરે આપવાનો દાવો કર્યો છે. 6 વર્ષની સમયમર્યાદા માટે 10.75% દર પર લોન આપવામાં આવશે. સેલરી એકાઉન્ટવાળા ગ્રાહકોને યોનો દ્વારા 5 લાખ રૂપિયા સુધીની પ્રી-અપ્રુવ્ડ લોનની ઓફર મળશે.
  • એજ્યુકેશન લોનના શરૂઆતના વ્યાજ દર 8.25% રહેશે. આ દર દેશમાં ભણતર માટે 50 લાખ રૂપિયા સુધીની લોન પર અને વિદેશમાં ભણતર માટે 1.5 કરોડ રૂપિયા સુધીની લોન પર લાગુ કરાશે. ગ્રાહકોને ચુકવણી માટે 15 વર્ષનો સમય મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here