ઓફર : હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ તેના એક્ટિવા પર રૂપિયાનું કેશબેક આપવાની જાહેરાત કરી

0
0

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ તેના એક્ટિવા 125 સ્કૂટર પર 3,500 રૂપિયાનું કેશબેક આપવાની જાહેરાત કરી છે. હોન્ડાના જણાવ્યા અનુસાર, આ ઓફર ફક્ત 30 જૂન સુધી માન્ય છે. તેમજ, હોન્ડાએ આ ઓફરમાં થોડી શરતો પણ મૂકી છે. જેમાં તમને આ ઓફરનો લાભ SBI ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યા બાદ જ મળશે. બીજીબાજુ, જો તમે આ ઓફરનો લાભ લેવા માગતા હો અને EMI પર હોન્ડા એક્ટિવા ખરીદી રહ્યા હો તો તમારે ઓછામાં ઓછા 40 હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવવા પડશે. ત્યારબાદ જ તમે કેશબેક ઓફરનો લાભ લઈ શકશો.

કિંમત
હોન્ડા એક્ટિવા 125 કંપની દ્વારા 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. જેમાં સ્ટાન્ડર્ડ, એલોય અને ડિલક્સ વેરિઅન્ટ ઉપલબ્ધ છે. હોન્ડા એક્ટિવાના એન્ટ્રી લેવલ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની એક્સ-શો રૂમ કિંમત 71,674 રૂપિયા છે. તેમજ, તેના એલોય મોડેલ અને ડિલક્સની કિંમત 75,242 રૂપિયા અને 78,797 રૂપિયા છે.

ફીચર્સ
કંપનીએ આ સ્કૂટરમાં સાયલન્ટ સ્ટાર્ટ ACG સ્ટાર્ટર મોટરનો ઉપયોગ કર્યો છે. આ સ્કૂટરમાં LED હેડલાઇટ્સ સાથે સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેના સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં ઓટો મીટર, ફ્યુલ ગેજ અને સ્પીડોમીટર જેવી માહિતી દેખાય છે. સ્કૂટરનું કુલ વજન 107 કિલો છે. આમાં કંપનીએ 5.3 લિટરની ક્ષમતાની ફ્યુલ ટેંક આપી છે.

એન્જિન ડિટેલ્સ
આ સ્કૂટરમાં કંપનીએ 109.51ccનાં સિંગલ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 8.79Nm ટોર્ક અને 7.79PS પાવર જનરેટ કરે છે. પાવરની દૃષ્ટિએ આ સ્કૂટર BS4 મોડેલ કરતાં થોડો ઓછો પાવર આપે છે. પરંતુ કંપનીનો દાવો છે કે, આ સ્કૂટર 10% વધારે એવરેજ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here