Sunday, November 28, 2021
Homeવિજય માલ્યાનો નવો પેંતરો : ભારતીય બેન્કોને સેટલમેન્ટની કરી ઓફર
Array

વિજય માલ્યાનો નવો પેંતરો : ભારતીય બેન્કોને સેટલમેન્ટની કરી ઓફર

ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ ભારત સરકાર અને કાયદાના સકંજાથી બચવા માટે નવા પેંતરા શરૂ કરી દીધા છે. તાજેતરમાં તેણે ભારતીય બેન્કોને સેટલમેન્ટની ઓફર કરી છે. માલ્યાએ બેન્કોને જણાવ્યું કે, તે ૧૩,૯૬૦ કરોડની બાકી રકમ ચૂકવવા માટે તૈયાર છે.

વિજય માલ્યા પાસે હવે કોઈ વિકલ્પ બાકી નથી તેથી તેણે સેટલમેન્ટનો નવો રસ્તો અપનાવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, સરકાર અને બેન્કો દ્વારા આ ઓફરનો સ્વીકાર કરવામાં આવે તો તેની બચવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં પ્રત્યાર્પણથી બચવા માટે વિજય માલ્યા પાસે કોઈ કાયદાકીય રસ્તો વધ્યો નથી. આ સેટલમેન્ટ પેકેજ માલ્યાના બચવાનું એક માત્ર આશાનું કિરણ છે.

માલ્યાના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેમણે બેન્કોને વ્યાપક સેટલમેન્ટ માટે ઓફર કરી છે. મહત્ત્વની વાત એવી છે કે, બેન્કોને સેટલમેન્ટ માટે કેટલી રકમની ઓફર કરાઈ હતી તે વકીલે જણાવ્યું નહોતું. બીજી તરફ ગત મહિને માલ્યા દ્વારા કરવામાં આવેલી એક અરજીમાં ૧૩, ૯૬૦ કરોડ રૂપિયાની રકમનું સેટલમેન્ટ કરવા માટે ઓફર કરવામાં આવી હતી. આ અંગે ભારત સરકાર કે બેન્કો તરફથી કોઈપણ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments