ઓટો ડેસ્કઃ જુલાઈ મહિનામાં TVS Motor કંપની ફરી એકવાર પોતાના ગ્રાહકો માટે ઓછાં ડાઉન પેમેન્ટની ઓફર લઇને આવી છે. કંપનીએ પોતાનાં સૌથી લોકપ્રિય સ્કૂટર Jupiter ZX પર સૌથી ઓછાં ડાઉન પેમેન્ટની ઓફર રજૂ કરી છે. આ ઉપરાંત, બીજી પણ કેટલીક ઓફર્સ રજૂ કરી છે.
ટીવીએસે જે ઓફર રજૂ કરી છે તે હેઠળ માત્ર 3900 રૂપિયાનું ડાઉન પેમેન્ટ આપીને તમે Jupiter ZX સ્કૂટર તમારાં ઘરે લઈ જઈ શકો છે. પરંતુ બાકીની બચેલી રકમ તમારે EMI દ્વારા ચૂકવવાની રહેશે. ખાસ વાત એ છે કે કંપની આ સ્કૂટર પર 7.99% ઓછા વ્યાજ દરની ઓફર પણ આપી રહી છે. આ ઉપરાંત, ઝીરો પ્રોસેસિંગ ફીઝની પણ સુવિધા ગ્રાહકોને મળી રહી છે. આટલું જ નહીં, Jupiter ZX ખરીદવા પર 7000 રૂપિયાની બચત કરી શકાય છે. જો તમે Paytm દ્વારા આ સ્કૂટર ખરીદશો તો 6000 રૂપિયા સુધીનું કેશબેક પણ મળી શકે છે.
Jupiter ZX એન્જિનમાં 109.7cc CVTi એન્જિન આપવામાં આવ્યું છે, જે 7.88 PS પાવર અને 8 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં CVT ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. એક લિટરમાં આ 62 કિમીની એવરેજ આપે છે. દિલ્હીમાં આ સ્કૂટરની કિંમત 52,645 રૂપિયાથી લઇને 59,635 રૂપિયાની વચ્ચે છે.