ઉત્તરાયણના દિવસે સૂર્યદેવને આ નાનકડી વસ્તુ અર્પણ કરો, ઘરમાંથી ધન-ધાન્ય નહી ખૂટે

0
15

મકર સંક્રાંતિના અવસરે સૂર્યદેવની તલથી પૂજા કેમ કરવામાં આવે છે? તેનો શ્રીમદ્ભાગવત અને દેવી પુરાણમાં એક કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કથા અનુસાર એકવાર પુત્ર શનિ અને પોતાની બીજી પત્ની છાયાના શ્રાપના કારણે સૂર્યદેવને કુષ્ઠ રોગ થયો હતો. પરંતુ યમરાજના પ્રયાસથી જ્યારે સૂર્યદેવ નિરોગી બની ગયા ત્યારે તેમણે ક્રોધિત થઇને શનિના ઘર કુંભ રાશિને બાળીને ભસ્મ કરી દીધી હતી. જેના કારણે શનિ અને તેમની માતા છાયાને ઘણા કષ્ટનો સામનો કરવો પડ્યો હતો.

યમદેવે પોતાની ઓરમાન માતા અને ભાઇ શનિને કષ્ટોમાંથી મુક્તિ અપાવવા માટે સૂર્યદેવને ખૂબ સમજાવ્યા ત્યારે સૂર્યદેવ શનિના ઘર કુંભમાં પહોંચ્યા. આખુ ઘર બળીને રાખ થઇ ગયુ હતું. ત્યારે શનિએ કાળા તલથી પોતાના પિતા સૂર્યદેવની પૂજા કરી. તેનાથી પ્રસન્ન થઇને સૂર્યદેવે આશીર્વાદ આપ્યા કે જ્યારે હું શનિના બીજા ઘર મકર રાશિમાં જઇશ ત્યારે ધન-ધાન્યથી ઘર ભરાઇ જશે.

કાળા તલના કારણે શનિદેવનો વૈભવ પાછો મળી ગયો. આ કારણે મકર સંક્રાંતિ પર સૂર્ય તેમજ શનિની કાળા તલથી પૂજા કરવામાં આવે છે. સૂર્યદેવની તલથી પૂજા કરવાથી માન-સમ્માન અને વૈભવની પ્રાપ્તિ થાય છે. સૂર્યદેવને તલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન-ધાન્યની વર્ષા કરે છે. એટલા માટે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવને કાળા તલ અર્પણ કરો.

સૂર્યદેવને પ્રસન્ન કરવાનો મંત્ર : – ॐ घ्रिणी सूर्याय नमः ॐ सूर्य देव सहस्त्रान्सो तेजो राशे जगत्पते अनुकम्पय मां भक्त्या घ्रिह्नार्घ्यम दिवाकरः કોઇ પણ એક મંત્રથી બંને અંજલી (નમસ્કાર) અથવા લોટાથી સૂર્યદેવને અર્ધ્ય આપીને પૂજા કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here