નવો નિયમ : જમ્મુ-કાશ્મીર : અધિકારીઓએ 15 દિવસમાં મૂળ નિવાસી પ્રમાણપત્ર આપવું પડશે, આવું ન કરવા બદલ તેના પગારમાંથી રૂ. 50 હજાર કપાશે

0
0

શ્રીનગર. જમ્મુ-કાશ્મીરમાં મૂળ નિવાસી પ્રમાણપત્ર (ડોમિસાઈલ સર્ટિફિકેટ) બનાવવાનો નવો નિયમ મંગળવારે બહાર પડાયો છે. નવા નિયમ મુજબ આવેદન કર્યાના 15 દિવસમાં સર્ટિફિકેટ આપવામાં આવશે. અધિકારીઓએ નક્કી કરેલા સમયમાં આ કામ પૂરું કરવાનું રહેશે.આવું ન કરાવથી તેમના પગારમાંથી રૂ. 50 હજાર કપાશે. જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ નોકરી માટે આ સર્ટિફિકેટ આપવું જરીરી બનશે.જમ્મુ-કાશ્મીર સરકારે આ ડોમિસાઈલ સર્ટિફિકેટ પ્રોસીઝર રુલ્સ-2020 ભારતના સંવિધાનના અનુચ્છેદ 309 અને જમ્મુ-કાશ્મીર સિવિલ સર્વિસ (ડિસેંટ્રલલાઈઝેશન એન્ડ રિક્રુટમેન્ટ) એક્ટ 2010 મુજબ જાહેર કર્યા છે.

નવો નિયમમાં શું છે?

  • પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થી (ડબલ્યુપીઆર), સફાઈ કર્મચારી અને જમ્મુ કાશ્મીરની બહાર લગ્ન કરેલી મહિલાઓના બાળકો, રાહત અને પુનર્વસન ડિપાર્ટમેન્ટ દ્વારા નોંધાયેલા બીજા રાજ્યોના લોકો પણ આ સર્ટિફિકેટ મેળવવાના હકદાર હશે.
  • જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારના વિભાગો, પીએસયુ, સેન્ટ્રલ યુનિવર્સિટી, જાહેર ક્ષેત્રની બેન્કો અને કેન્દ્રની માન્યતા પ્રાપ્ત સંશોધન સંસ્થામાં 10 વર્ષ સુધી સેવા દેનાર અધિકારી અને તેના બાળકો પણ મૂળ નિવાસી પ્રમાણપત્ર લઈ શકશે.
  • જમ્મુ-કાશ્મીરમાં 15 વર્ષથી રહી રહેલા, 7 વર્ષ સુધી અભ્યાસ કરનાર કે અહીં કોઈ સ્કૂલમાં 10 કે 12માં ધોરણની પરીક્ષા આપનાર કે તેના બાળકો પણ ડોમિસાઈલ સર્ટિફિકેટ લઈ શકશે.
  • એવા લોકો જે નોકરી, વેપાર કે અન્ય કારણોથી જમ્મુ-કાશ્મીરની બહાર છે, તેઓના બાળકો  પણ મૂળ નિવાસી માનવામાં આવશે. કોઈપણ વિસ્તારના તાલુકા અધિકાર પણ આ સર્ટિફિકેટ કાઢી શકશે.

પહેલા જમ્મુ-કાશ્મીરમાં શું નિયમો હતો?

2019 પહેલા જમ્મુ-કાશ્મીરમાં પોતાનું સંવિધાન હતું. જે મુજબ અહીં કોઈ બહારની વ્યક્તિને વસવાટ કરવાનો હક ન હતો. 5 ઓગસ્ટ 2019ના રોજ અનુચ્છેદ 370 હટાવવા માટે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીરના સંવિધાન સભાનું નામ વિધાનસભા કરી દીધું હતું. પહેલા તેનું નામ સંવિધાન સભા એટલા માટે હતું, કારણ કે તે ભારતની સંસદની જેમ ઘણા સંવૈધાનિક નિર્ણયો લઈ શકતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here