Saturday, September 25, 2021
Homeસોમવારથી ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ
Array

સોમવારથી ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ

રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ 12 બાદ હવે ધોરણ 9થી 11નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા મંજૂરી આપી છે. જેમાં પણ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી, વર્ગખંડની અંદર 50% ક્ષમતા સાથે અને વાલીઓના સંમતિપત્ર બાદ ઓફલાઇન શિક્ષણ આપવા નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ધો. 9થી 11 ના વર્ગો શરૂ કરવા 70% થી વધુ વાલીઓ સંમતિ દાખવી હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ વાલીઓએ 25 ટકા ફી માફીની તો સંચાલકોએ 10 ટકા ફી વધારવાની માગ કરી છે.

સરકારના નિર્ણયને શાળા સંચાલકોએ આવકાર્યો

એક સપ્તાહ પૂર્વે ધોરણ 12 અને કોલેજમાં ઓફલાઇન શિક્ષણની મંજૂરી આપવામાં આવ્યા બાદ ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી. આ માંગને ધ્યાનમાં રાખી ગઇકાલે મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે ધો. 9થી 11ના વર્ગો નિયમો સાથે શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે જે નિર્ણયને સંચાલક મંડળ દ્વારા આવકારવામાં આવ્યો છે.

કોવિડની ગાઈડલાઈન પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.
કોવિડની ગાઈડલાઈન પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.

તમામ સ્કૂલ સંચાલક પોતાના સ્ટાફને વેક્સિનેટેડ કરી દે

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, ધો. 12 પછી ધો. 9થી 11ના વર્ગોને ઓફલાઇન શિક્ષણ માટે મંજૂરી મળી છે માટે સરકારનો આભાર માનીએ છીએ. સાથે સાથે દરેક સંચાલકોને વિનંતી કરી છે કે દરેક સંચાલક પોતાના સ્ટાફને વેક્સિનેટેડ કરી દે તે ખૂબ જ જરૂરી છે. જે સ્ટાફે વેક્સિન ન લીધી હોય તેને ત્વરિત વેક્સિન લેવા સૂચના આપવામાં આવી છે.

વાલીઓને સંમતિને લઇને સર્વે કરાયો હતો

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બાળકોનું શિક્ષણ મહત્વનું છે. ઓફલાઇન કે ઓનલાઇન આ માટે અમે ઓફલાઇન સાથે સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખીશું. જેથી કરીને જે વાલીઓ હાલમાં સંમતિ નથી આપી તેના બાળકોને પણ યોગ્ય શિક્ષણ મળી રહે. આ સાથે રાજકોટની કેટલીક ખાનગી શાળામાં સર્વે પણ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 70% વાલીઓએ ધો. 9થી 11 ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા સંમતિ દાખવી છે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા.

કોરોનામાં ઘરમાં કમાનાર સભ્ય ગુમાવ્યો હશે તે વિદ્યાર્થીને ફ્રીમા ભણાવાશે

શાળા ઓફલાઇન શરૂ થતાની સાથે ફરી એકવાર ફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. વાલીઓ દ્વારા ફરી વખત ફીમાં 25% માફીની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ સંચાલકો દ્વારા 10%ફીમાં વધારો કરવા માગ કરવામાં આવી છે. સંચાલકોનું કહેવું છે કે બીજી લહેર દરમિયાન મોટું લોકડાઉન આવ્યું નથી તો આ વર્ષે ફી માફીની જરૂરિયાત નથી. હા જે વિદ્યાર્થીએ કોરોના દરમિયાન માતા-પિતા કે ઘરમાં કમાનાર સભ્ય ગુમાવ્યો હશે તો તેને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે અને જિલ્લામાં લગભગ આવા 400 વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવ્યું પણ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સક્ષમ હોવા છતાં ફી ન ભરી હોય તેવા વાલીઓની સંખ્યા 25% હોવાનો આક્ષેપ પણ શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments