Sunday, January 19, 2025
HomeવિદેશWORLD : હે ભગવાન! VIDEO જોઈને જ માથું ફરી ગયું, ઊંટને બાઇક...

WORLD : હે ભગવાન! VIDEO જોઈને જ માથું ફરી ગયું, ઊંટને બાઇક પર બેસાડી લઇ ગયા બોલો

- Advertisement -

ઇન્ટરનેટની દુનિયા ખૂબ જ અજીબ છે. જેમાં ઘણાં અવનવા અને ચોંકાવનારા વીડિયો વાઈરલ થતાં રહે છે. હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક ઊંટનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને કોઈપણ પોતાનું માથું પકડી વિચારમાં પડી જશે કે, આ છે શું? આ વીડિયોમાં એક વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો છે અને બીજો વ્યક્તિ પાછળ બેઠો છે, પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે, આ બંનેની વચ્ચે ઊંટ બેઠેલું છે. આ દ્રશ્ય જોઈને આસપાસથી પસાર થતાં લોકો પણ ચોંકી ગયાં છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ઊંટને બાંધીને બાઇકમાં વચ્ચે બેસાડવામાં આવ્યું છે. ઊંટને આ પ્રકારે બાંધેલું જોઈને અમુક લોકો તેના પર ગુસ્સો કરતા અને બાઇક સવારને ખિજાતા જોવા મળી રહ્યા છે. વળી, અમુક લોકો આ દ્રશ્યને જોઈને આનંદ પણ લઈ રહ્યાં છે. હાલ આ વાતની હજુ સુધી જાણ નથી થઈ કે, વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તેની જાણકારી તો હજુ સુધી નથી મળી શકી, પરંતુ આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો @MeenaRamesh91 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાઈરલ વીડિયો ફક્ત 16 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 2 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. જો કે, છસોથી વધારે લોકો પોસ્ટને લાઇક કરી રહ્યા છે. વીડિયો જોઈને યુઝરે ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, ‘ઊંટને જ બાઇક પર જ બેસાડી દીધું’ બીજા યુઝરે લખ્યું, ‘આજે તો ઊંટને પણ બાઇક પર બેઠેલું પહેલીવાર જોયું’ ત્રીજા યુઝરે લખ્યું, ‘આ ઊંટને મોટરસાઇકલ પર આવી રીતે બાંધીને બેસવું, ઊંટની પ્રતિ નિર્દયતા છે.’ ચોથા યુઝરે લખ્યું, ‘આ પ્રકારે જાનવરને હેરાન ન કરવું જોઈએ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular