Wednesday, September 29, 2021
HomePOK માં સર્જિકલ સ્ટ્રાઈક બાદ ગુજરાતની તમામ બોર્ડર હાઈએલર્ટ, DGPએ બેઠક બોલાવી
Array

POK માં સર્જિકલ સ્ટ્રાઈક બાદ ગુજરાતની તમામ બોર્ડર હાઈએલર્ટ, DGPએ બેઠક બોલાવી

અમદાવાદઃ કાશ્મીરના પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 1000 કિલો બોમ્બ સાથે હુમલો કર્યો છે. આ સાથે ભારતે બીજી સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે. આ હુમલા બાદ ગુજરાત સહિતની તમામ બોર્ડર હાઈએલર્ટ કરવામાં આવી છે. કચ્છ અને જામનગરના વાયુસેનાનો તમામ સ્ટાફ શસ્ત્રો સાથે સ્ટેન્ડ ટુમાં છે. અન્ય રાજ્યોની બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ આર્મીની ત્રણેય પાંખ તૈયાર રખાય છે.

POKમાં ભારતના હુમલાને પગલે આજે ગાંધીનગરમાં યોજાનારી ડીજીપી કોનફરન્સને રદ કરી દેવામાં આવી છે. આ સાથે ડીજીપીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં પાકિસ્તાન બોર્ડર અને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષાને લઈ ચર્ચા કરવામાં આવી રહીં છે. પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા વિસ્તારમાં તેમજ એરબેઝ પર સુરક્ષા અંગે ચર્ચા થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments