Saturday, April 20, 2024
Homeકોરોનાને લીધે ઓલા-ઉબરનો નિર્ણય, ‘ઓલા શેર’ અને ‘ઉબર પૂલ’સર્વિસ અસ્થાયી રીતે બંધ...
Array

કોરોનાને લીધે ઓલા-ઉબરનો નિર્ણય, ‘ઓલા શેર’ અને ‘ઉબર પૂલ’સર્વિસ અસ્થાયી રીતે બંધ કરી

- Advertisement -

યુટિલિટી ડેસ્ક. કોરોના વાઈરસની અસર દરેક સેક્ટરમાં જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ટેક્સી સર્વિસ ‘ઓલા’ અને ‘ઉબર’એ મોટો નિર્ણય લીધો છે. હવે ઓલા અને ઉબર બંને કંપનીઓએ પોતપોતાની રાઈડ શેરિંગ સર્વિસ હાલના તબક્કે બંધ કરી દીધી છે. યાને કે બંને કંપનીઓએ પોતાની ‘ઓલા શેર’ અને ‘ઉબર પૂલ’ને અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. આમેય છેલ્લા ઘણા દિવસથી બંને કંપનીઓનાં બુકિંગમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.

ઓલાએ એક નિવેદનમાં કહ્યું કે, ‘કોરોના વાઈરસને ફેલાતો અટકાવવાની કોશિશ અંતર્ગત કંપની ‘ઓલા શેર’ સુવિધા આગામી સૂચના સુધી અસ્થાયી રીતે બંધ કરી રહી છે’. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેની માઇક્રો, મિની, પ્રાઈમ, રેન્ટલ અને આઉટ સ્ટેશન સુવિધા ચાલુ રહેશે. તેવી જ રીતે ઉબર તરફથી નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, ‘કોરોના વાઈરસને અટકાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. એટલા માટે જે શહેરોમાં અમે સેવા આપી રહ્યા છીએ, તે શહેરોમાં ઉબર પૂલની સર્વિસ સ્થગિત રહેશે.’

શું છે આ સર્વિસ?

ઓલા અને ઉબર બંને કંપનીઓ આ ‘શેર’ અને ‘પૂલ’ સર્વિસ અંતર્ગત એક જ રૂટ પર મુસાફરી કરતા ઘણા પેસેન્જરને એક સાથે મુસાફરી કરવાની સુવિધા આપે છે. આ મુસાફરી સેવાનું ભાડું ઓછું હોય છે. તેના કારણે મેટ્રો સિટીમાં આ સુવિધાની વધારે ડિમાન્ડ રહે છે. પરંતુ શેરિંગમાં અજાણ્યા લોકો એક જ કારમાં પાસપાસે બેસવાના હોવાથી કોરોનાવાઇરસનો ચેપ ફેલાવાનો ભય રહે છે. આથી આ કંપનીઓએ આ મહત્ત્વનો નિર્ણય લીધો છે.

દેશમાં 22 માર્ચે જનતા કર્ફ્યૂ

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના કારણે 10,000 કરતાં વધુ લોકોનાં મોત થયાં છે. તેની અસર ભારત પર પણ પડી છે અને અત્યાર સુધી 200થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. તેના કારણે દેશમાં 22 માર્ચે એટલે કે રવિવારે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂની ઘોષણા કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખતાં મોટાભાગની ફ્લાઈટ, બસ અને રેલવે સેવાઓ પણ થોડા સમય માટે અટકી જશે. આશંકા છે કે, જનતા કર્ફ્યુના કારણે ઓલા-ઉબરની સેવાઓને પણ અસર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular