તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા : જૂની અંજલિભાભીએ કહ્યું, ‘મને કહેવામાં આવ્યું હતું કે કામ કરવું હોય તો કરો, નહીંતર છોડીને જતાં રહો’

0
0

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિભાભીનો રોલ પ્લે કરનાર નેહા મેહતાએ આ શો છોડી દીધો છે. નેહા મેહતાના સ્થાને હવે સુનૈના ફોઝદાર જોવા મળે છે. નેહા મેહતા શોમાં પરત જવા માગતી હોવાની ચર્ચા હાલમાં થતી હતી. તેણે જ્યારે આ શો છોડ્યો ત્યારે સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું હતું કે નેહા સાથે કોઈ મુશ્કેલી નહોતી, પરંતુ તેણે શો છોડવાનું નક્કી કર્યું છે. તેમણે તેને મનાવવાના પ્રયાસ કર્યા હતા. જોકે અસિત મોદીએ એ વાત નહોતી કહી કે નેહા મેહતા શોમાં પરત આવવા માગે છે. જોકે ટીમે સુનૈના ફોઝદારને લેવાનો નિર્ણય લઈ લીધો હતો અને તેઓ તેમના નિર્ણય પર મક્કમ હતા.

હાલમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ નેહા મેહતા સાથે વાત કરી હતી. નેહાએ વાતચીતમાં કહ્યું હતું કે તેણે પરત ફરવા માટે અસિત મોદીને ફોન કર્યો હતો. તે પરત જવા તૈયાર હતી, પરંતુ એ કેટલીક શરતો સાથે અને સેટ પર કેટલાક ફેરફાર થાય તો…

આજના સમયે મોટે ભાગે એક દબાણ સાથે કામ કરવાનું હોય છે, પરંતુ પછી તેણે વિચાર્યું કે તેણે આ બધી વાતોમાં મગજ બગાડવું જોઈએ નહીં.

સેટ પર ક્યારેય ગ્રુપીઝમ થાય છે?

નેહા મેહતાએ કહ્યું હતું, ‘ક્યારેક સેટ પર ગ્રુપીઝમ થાય છે અને કેટલીક બાબતોમાં તમે ચૂપ રહીને જવાબ આપો એ જ સારું છે. હું અહીં એ કહેવા નથી માગતી કે હું સ્પર્ધા, ઈર્ષ્યા, પાવર ગેમ તથા અહંકારની શિકાર બની હતી અને આ બધી બાબતો માણસને અંધ બનાવે છે. મને લાખો લોકો પાસેથી પ્રશંસા મળી છે અને અનેક લોકોએ મારામાંથી પ્રેરણા લીધી છે. મારી જવાબદારી છે કે હું વસ્તુઓને ખોટી રીતે પ્રેરિત કરું નહીં. વધુમાં, જો તમે આ અંગે વધુ જાણવા માગશો તો કોઈપણ એ વાત સ્વીકારશે નહીં કે તેઓ ખોટા છે.’

અહીં એક જ નિયમ ચાલે છે

નેહા મેહતાએ કહ્યું હતું, ‘મેં આ પહેલાં છોડવાની વાત કહી નહોતી. સાચી વાત તો એ છે કે અહીં એક જ નિયમ છે, ‘તમારે કામ કરવું હોય તો કરો, નહીંતર છોડીને જતા રહો.’

શો છોડવા અંગે નેહા મેહતાએ કહ્યું હતું, ‘એક સમયે મને એવું લાગ્યું કે બસ મારે અહીં અટકવું જોઈએ. દરેક લોકો કહેતા હોય છે કે થોડી બાબતો ચલાવી લેવી જોઈએ, આખરે શો ટીમવર્કથી બને છે અને દરેકનો એમાં ફાળો હોય છે. જોકે આ વાત સિવાય એક્ટિંગના ફિલ્ડમાં મારું એક અલગ માન-સન્માન છે. મેં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલાં પણ ઘણું જ કામ કર્યું છે. એવું નથી કે ‘તારક મેહતા..’એ મને સેલિબ્રિટી બનાવી હોય, પરંતુ સાચી વાત એ હતી કે ‘તારક મેહતા’માં એક સેલિબ્રિટી કામ કરતી હતી. એક ભણેલી-ગણેલી તથા ભાવુક વ્યક્તિ હોવાને નાતે મેં આ અંગે ઘણું જ વિચાર્યું હતું. આ શો મને નિયમિત રીતે કામ તથા પૈસા આપતો હતો. કેટલીક બાબતો દરેક જગ્યાએ બનતી હોય છે અને તમારે તમારી જાત સાથે શાંતિ રાખવી પડે છે. જોકે તેમ છતાંય મને લાગ્યું કે આ સમયે હવે મારે અટકવાની જરૂર છે અને મેં સાચો નિર્ણય લીધો હતો.’

પિતાએ ફોન કરવા માટે કહ્યું હતું

નેહા મેહતાએ આગળ કહ્યું હતું, ‘મારા પિતા ઈચ્છતા હતા કે હું શોમાં પરત ફરું અને મને પણ અસિત મોદી માટે ઘણું જ માન છે. મેં આજસુધી જેટલા પણ પ્રોડ્યુસર્સ સાથે કામ કર્યું તે તમામ માટે મને આદર છે. મેં ફોન કરીને કહ્યું હતું કે સર, આ બાબત છે અને જો આ બાબતે આપણે વાત કરીને એનો ઉકેલ લાવવો જોઈએ. જોકે જ્યારે તમને કહેવામાં આવે કે તમારે કેટલીક બાબતો સહન કરવી પડશે, પરંતુ જો તમે જવા ઈચ્છો છો તો તમે જઈ શકો છો. અમે લોકો બીજી વ્યક્તિને લઈ શકીએ છીએ અને તેને તમારા કરતાં ઓછી ફી ચૂકવવાની છે. આ વાત ગમે તે સાથે બની શકે છે, આથી જ મેં આગળ વધવાનો નિર્ણય લીધો.’

શો છોડવાનો નિર્ણય આટલો મોડો કેમ લીધો?

નેહાએ કહ્યું હતું, ‘મેં જે કર્યું એ કંઈ મોટું નથી. દરેક લોકો કામની બાબતમાં આ બધામાંથી પસાર થતા હોય છો. જોકે તમે એક્ટરને રડાવીને તે બેસ્ટ પર્ફોર્મ કરે એવી માગણી કરી શકો નહીં. 15 ઓગસ્ટના રોજ હું અમદાવાદમાં આયોજિત એક ઈવેન્ટમાં ગઈ હતી અને આ ઈવેન્ટમાં લોકોને માસ્ક પહેરવા અંગે સજાગ કરવાના હતા. મને ચાહકોનો ઘણો જ પ્રેમ મળ્યો હતો. મેં આ શો છોડ્યો એ પહેલેથી આ ઈવેન્ટ નક્કી થઈ ગઈ હતી. ચાહકોને જ્યારે ખબર પડી કે હું શો છોડવાની છું તો તેઓ દુઃખી થઈ ગયા હતા.’

હવે આ શો નથી જોતી

નેહાએ કહ્યું હતું, ‘શો અંગે મને ખ્યાલ છે, પરંતુ હવે હું આ શો જોતી નથી. આ શોને મારી શુભેચ્છા. જોકે મને મારા કામ પ્રત્યે ઘણો જ આદર છે. જો ચાહકો ઈચ્છે તો હું ખુશીથી કામ કરવા તૈયાર છું. હું પાણીમાં મારી પાંખો ખોલવા તૈયાર છું, પરંતુ પહેલા દરવાજો તો ખોલો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here