OLXએ કાર-ખરીદવા વેચવા માટે પ્રથમ ઓફલાઈન સ્ટોર શરુ કર્યો, ‘કાર દેખો’એ જયપુરમાં પ્રથમ એક્સક્લુઝિવ ટ્રસ્ટમાર્ક સ્ટોર ખોલ્યો

0
13

ઓનલાઈન એક્સચેન્જ પ્લેટફોર્મ OLXએ ઓફલાઈન કાર ખરીદવા અને વેચવા માટે નવું પ્લેટફોર્મ બનાવ્યું છે. કંપનીએ આ ફ્રેન્ચાઇઝીને ‘OLX ઓટો’ નામ આપ્યું છે. અહિ જૂની કાર વેચવાની સાથે ખરીદી પણ શકાય છે. આ પ્લેટફોર્મ કાર દેખો, કાર ટ્રસ્ટ જેવા પ્લેટફોર્મની જેમ કામ કરશે.

OLX ઓટો પ્લેટફોર્મની શરૂઆત સૌથી પહેલા દેશના 9 શહેરોમાં થશે, તેમાં દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ, પટના, રુદ્રપુર, જમ્મુ, કોલ્હાપુર અને કોલકાતા સામેલ છે. અહિ કંપની પોતાની ફેન્ચાઈચી સ્ટોર ચાલુ કરશે.

આ ફ્રેન્ચાઈઝી નેટવર્ક હેઠળ ગ્રાહકોને ફુલપ્રૂફ ગાડીઓ મળશે. તેમને કાર પર વોરંટી, વીમો અને રોડ એક્સિડન્ટની સુવિધા મળશે. કંપનીનું અનુમાન છે કે, કોરોનાને લીધે કાર ડીલર્સ પાસે આશરે 60 ટકાથી વધારે સેકન્ડ હેન્ડ કાર જમા છે.

ભારતમાં આ લોન્ચિંગ પર ‘OLX ઓટો ઇન્ડિયા’ના હેડ અમિત કુમારે કહ્યું કે, ભારતમાં સેકન્ડ હેન્ડ કારના માર્કેટને સારી ઇકોસિસ્ટમ બનાવવા માટે અમે એક મિશનની સાથે ફ્રેન્ચાઈઝી ઓપરેશન શરુ કરી રહ્યા છીએ. દેશમાં સેકન્ડ હેન્ડ કારની ઘણી ડિમાન્ડ છે. આ માર્કેટને વ્યવસ્થિત કરવાની જરૂર છે.

‘કાર દેખો’એ એક્સક્લુઝિવ ટ્રસ્ટમાર્ક સ્ટોર ખોલ્યો ભારતની ફુલ-સ્ટેક ઓટો ટેક કંપની કાર દેખોએ જયપુરમાં પોતાનો પ્રથમ ફ્રેન્ચાઇઝી સ્ટોર કાર દેખ ગડ્ડી ટ્રસ્ટમાર્ક ઓપન કર્યો છે. હાલ કંપની પાસે દેશભરમાં 50થી વધારે કારદેખો ગડ્ડી સ્ટોર છે. અહિયા ગ્રાહકો સેકન્ડ હેન્ડ કાર ખરીદી શકે છે. કંપની હવે નવા સ્ટોર દિલ્હી NCR અને બેંગલુરુમાં પણ ખોલશે. એક્સક્લુઝિવ સ્ટોર પર વેચવામાં આવતી કાર 6 મહિના જૂની કે 7500 કિમી સુધી ચાલેલી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here