ઓલિમ્પિક ગેમ્સના એથ્લીટે 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહેવું નહીં પડે, વિદેશી ફેન્સનો નિર્ણય બાકી : આયોજક

0
8

ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ કહ્યું કે, ગેમ્સમાં ભાગ લેનારા એથળીટે 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું નહીં પડે. જોકે, જાપાન પહોંચેલા ખેલાડીોએ 72 કલાક પહેલા કોરોના ટેસ્ટ ફરજિયાતપણે કરાવવાનો રહેશે. આયોજકોએ કહ્યું કે, દેશની બહારથી આવનારા ફેન્સ માટે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ તેમણે 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રાખવું અશક્ય છે.

ટોક્યો-2020ના સીઈઓ તોશિરો મૂતોએ કહ્યું કે, ‘એથલીટ, કોચ અને ગેમ્સના અધિકારીઓને દેશમાં આવવાની મંજુરી છે. અહીં આવતા પહેલા તેમને સુરક્ષા સંબંધિત માહિતી આપી દેવાશે. દેશથી બહારથી ‌આવનારા ફેન્સ અંગે સ્થિતિ મુજબ નિર્ણય લેવાશે.’ તેમણે કહ્યું કે, અમે દેશની સાથે-સાથે બહારથી આવનારા ફેન્સ માટે પ્લાન બનાવી રહ્યા છે. તેમણે અહીં આવતા પહેલા અને આવ્યા પછી ટેસ્ટ કરાવવો પડશે. જાપાને થોડા દિવસ અગાઉ અનેક ટેસ્ટ ઈવેન્ટનું આયોજન કર્યું છે. જેમાં ગયા સપ્તાહે ચાર દેશની જિમ્નાસ્ટિક મિટનો પણ સમાવેશ થાય છે. તેમાં મર્યાદિત સંખ્યામાં જાપાનિઝ ફેન્સને મંજુરી અપાઈ હતી. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના હેડ થોમસ બાકે ગયા સપ્તાહે જાપાનની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ઓલિમ્પિકના બજેટમાં 16 ટકાનો વધારો કરાયો

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)નું એક્ઝીક્યુટિવ બોર્ડ ઓલિમ્પિકના 2021-24ના બજેટમાં 16 ટકાનો વધારો કરવા તૈયાર થયું છે. હવે બજેટ લગભગ રૂ.4400 કરોડનું થયું છે. આઈઓસીના અધ્યક્ષ થોમસ બાકે કહ્યું કે, ‘વર્તમાન કોરોનાના સમયમાં આપણને વધુ બજેટની જરૂર છે. આથી આવતા ચાર વર્ષ માટે બજેટમાં 16 ટકાનો વધારો કરાયો છે. ડાયરેક્ટ એથલીટ પ્રોગ્રામના બજેટમાં 25 ટકાનો વધારો કરાયો છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here