ઑલિમ્પિક ક્વોલિફાયર નેથ્રા કુમાનન ભારત નાટયમ અને ત્રણ રમતો પર પણ પ્રભુત્વ

0
10

ચેન્નાઈની ૨૩ વર્ષીય નેથ્રા કુમાનન ઓલિમ્પિકના ‘સેઇલિંગ’ ઇવેન્ટમાં ક્વોલિફાય બનનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. ઓમાનમાં યોજાયેલ એશિયન ટુર્નામેન્ટ અને તેના અગાઉના આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના દેખાવને નજરમાં લેતા તેણે આ ક્વોલિફિકેશન પોઇન્ટ મેળવ્યા છે. નેથ્રા બહુમુખી પ્રતિભા ધરાવે છે. ૧૨ વર્ષની વયથી જ તેને પાંચ રમતોનો શોખ હતો તે છેલ્લા ચારેક વર્ષ અગાઉ જ સેઇલિંગ કે જે વોટર સ્પોર્ટસ ઇવેન્ટ છે તેમાં કારકિર્દી બનાવવા કેન્દ્રિત થઈ હતી. તે બાસ્કેટ બોલ, સાયકલિંગ, ટેનિસ પર ખૂબ સારું રમી શકે છે. આ ઉપરાંત તેણે આર્ટ અને ભારત નાટયમના વર્ગો પણ ભર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here