ઓલિમ્પિક્સ ડે : વડોદરા એ ગુજરાતનું એક માત્ર શહેર જેણે 3 ઓલિમ્પિક્સ ખેલાડી આપ્યા

0
0

વડોદરા એ ગુજરાતનું એક માત્ર શહેર છે જેણે 3 ઓલિમ્પિક્સ ખેલાડી આપ્યા છે. 1936માં દુનિયામાં હિટલરની હાક વાગતી હતી ત્યારે જર્મનીના બર્લિન ઓલિમ્પિક્સમાં વડોદરાના શંકરરાવ થોરાતની કુસ્તીની બેન્ટમ વેઇટ કેટેગરીમાં પસંદગી થઇ હતી. તેમણે બરોડા કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને અખાડામાં કસરત કરી પહેલવાન બની બરોડા સ્ટેટમાં નામના મેળવી હતી.

મહારાજા પટિયાલા ઓલિમ્પિકના ચેરમેન હતા
ઓલિમ્પિક્સનું સિલેક્શન લાહોરમાં થવાનું હતું ત્યારે શંકરરાવની પસંદગી બરોડા સ્ટેટમાંથી થઇ હતી. શંકરરાવના પૌત્ર હર્ષવર્ધન થોરાતે જણાવ્યું કે, ‘લાહોરમાં 13થી 15 ફેબ્રુઆરી સુધી મેટ પર પ્રેક્ટિસ મેચો યોજાઇ હતી. તેમની પ્રેક્ટિસ માટી પર હતી, જેથી પહેલા રાઉન્ડમાં સિલેક્ટ ન થઇ શક્યા. બીજીવારના ટ્રાયલ માટે મહારાજાનો સંપર્ક કરાયો અને તે સમયે મહારાજા પટિયાલા ઓલિમ્પિક કમિટીના ચેરમેન હતા. મહારાજા સયાજીરાવે અંગત રસ લઇ ભલામણ કરતાં બીજા ટ્રાયલમાં શંકરરાવનું સિલેક્શન થયું હતું. સયાજીરાવે 3000ની સહાય ડેપ્યૂટેશન એક્સપેન્સ તરીકે કરી હતી.’

હોકી પ્લેયર પણ વડોદરાએ આપ્યા હતા
આ સિવાય હોકી ખેલાડી સીએસ દુબે 1952માં હેલસિંકી ઓલિમ્પિક્સમાં રમ્યા હતા. જ્યારે હોકી પ્લેયર ગોવિંદરાવ સાવંત 1960માં રોમ ઓલિમ્પિક્સમાં રમ્યા હતા. તેમનું અવસાન 1983માં થયું ત્યાં સુધી ગુજરાત સરકારે મદદ કરી ન હતી. શંકરરાવની યાદગીરીરૂપે કોઇ સ્મારક કે તક્તિ MSUમાં નથી, જેનો વડોદરાના રમતવીરો સહિત તેમના પરિવારને પણ વસવસો છે.

ઓલિમ્પિક્સમાં બે મેચો થોરાત રમ્યાં હતા
બર્લિન ઓલિમ્પિક્સમાં શંકરરાવના ભાગે બે મેચ આવી હતી. પહેલી મેચ 2જી ઓગસ્ટ,1936ના રોજ સિસર નામના સ્વિસ ખેલાડી સામે હતી. આ મેચ 6 મિનિટ અને 43 સેકન્ડ ચાલી હતી. જ્યારે બીજા દિવસે અમેરિકાના ફ્લડ નામના પહેલવાન સામેની મેચ 4 મિનિટ 50 સેકન્ડ ચાલી હતી. બંને મેચોમાં વિદેશી પહેલવાન જીત્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here