Tuesday, September 21, 2021
Homeઓલિમ્પિક : 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુનું નસીબ નિશાન પહેલા જ...
Array

ઓલિમ્પિક : 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુનું નસીબ નિશાન પહેલા જ ચૂક્યું

ઓલિમ્પિકના બીજા દિવસે રવિવારે ભારતને એકપણ ચંદ્રક મળ્યો નહીં પણ આશા જરૂર બંધાઈ. 10 ઈવેન્ટ થઈ. 5 ઈવેન્ટમાં ખેલાડી ક્વોલિફાય થયા. સૌથી મોટી આશા વર્લ્ડ નંબર-2 નિશાનેબાજ મનુ ભાકર પર હતી. પરંતુ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુનું નસીબ નિશાન પહેલા જ ચૂક્યું. તેની પિસ્તોલનું કોકિંગ લિવર તૂટી ગયું. જોકે 27 અને 29 જુલાઈએ પણ તક મળશે.

  • પપ્પા, કદાચ નસીબ નહોતું ઈચ્છતું હતું કે હું જીત મેળવું. તમે ચિંતા ન કરો. નસીબ ક્યાં સુધી દગો આપશે. હું ઓલિમ્પિક મેડલિસ્ટ જરૂર બનીશ. – મનુ (પોતાના પિતા રામકિશન ભાકરને કહ્યું)

મનુએ 16 શૂટ જ કર્યા પણ તેની પિસ્તોલનું કોકિંગ લિવર તૂટી ગયું. આ એ હિસ્સો છે કે જ્યાં ડાર્ટ નાખીને પિસ્તોલ ચલાવવાની હોય છે. તેણે કોઈપણ રીતે બદલવાની હતી. ટીમ પાસે સ્પેરપાર્ટ હોય છે. પહેલા ગ્રીપ ઊતારવામાં આવે છે. ઈલેક્ટ્રિક સર્કિટ, સ્ક્રૂ પણ ખોલવા પડે છે. ત્યારપછી લિવર બદલાય છે. ફિટ કર્યા પછી ફરી સર્કિટ ચેક કરવાની હોય છે. ટ્રિગરનું ખરાબ થવું કે ડાર્ટ ફસાય તે સામાન્ય બાબત છે.

લિવર ઓછું ખરાબ થાય છે. જ્યારે લિવર તૂટ્યું ત્યારે મનુના 44 શોટ અને 56 મિનિટ બચ્યા હતા. 18 મિનિટ પછી ત્યારે તે પાછી આવી ત્યારે તેણે 38 મિનિટમાં 44 શૂટ કરવાના હતા. ચોથા સ્થાને રહેલી મનુ હવે પાછળ થઈ ગઈ હતી. તેને એક્સ્ટ્રા ટાઈમ પણ ના મળ્યો અને બાકીના સમય સાથે જ ગેમ ખતમ કરવી પડી. તેમ છતાં મનુએ ઓછા સમય સાથે ક્વોલિફાઈ રાઉન્ડ પૂરો કર્યો. 60 રાઉન્ડ પછી 575 અંક મેળવ્યા. કટ ઓફ 577 હતા. અંતિમ શૂટ 8 પોઈન્ટ પર લાગ્યો. તે 10 કે 10 પ્લસ હોત તો ફાઈનલમાં પહોંચી હોત.

મનુએ પિસ્તોલ નહીં બદલીને યોગ્ય નિર્ણય કર્યો. કારણકે શૂટરની તેના પર ગ્રિપ હોય છે. છ મહિના પહેલા ખરીદેલી આ પિસ્તોલથી મનુએ ક્રોએશિયામાં તાલીમ લીધી હતી. 2019માં ઓલિમ્પિક માટે થયેલા ક્વોલિફાઈ જંગમાં પણ મનુની પિસ્તોલની ફાયરિંગ પિન તૂટી ગઈ હતી. ત્યારે તેને ડિસક્વોલીફાઈડ કરાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments