Wednesday, September 29, 2021
Homeઓલિમ્પિક : પીએમ મોદીએ હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સાથે ફોન પર...
Array

ઓલિમ્પિક : પીએમ મોદીએ હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સાથે ફોન પર વાત કરી

બેલ્જિયમ સામે સેમિ ફાઈનલમાં હાર બાદ ભારતનુ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનુ સપનુ રોળાઈ ગયુ છે. ભારતીય ટીમના ખેલાડીઓના ચહેરા પર તેનુ દુખ સ્પષ્ટ પણે જોઈ શકાતુ હતુ.

બીજી તરફ ટીમના ખેલાડીઓના પરિવારજનો પણ સવારથી ટીવી સામે બેઠા હતા અને ટીમ ઈન્ડિયાની હાર બાદ તેઓ પણ રડી પડ્યા હતા.

બીજી તરફ પીએમ મોદીએ ભારતની હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન મનપ્રીતસિંહ સાથે ફોન પર વાત કરી હોવાનુ જાણવા મળ્યુ છે. તેમણે સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમના શાનદાર પરફોર્મન્સના વખાણ કર્યા હતા અને બ્રોન્ઝ મેડલ માટેની મેચ માટે શુભેચ્છાઓ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય હોકી ટીમ 49 વર્ષ બાદ ઓલિમ્પિકની સેમી ફાઈનલમાં પહોંચી હતી. હવે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અથવા જર્મની સામે ગુરુવારે થશે.

ભારતીય ટીમ બેલ્જિયમ સામે આજે 5-2થી હારી ગઈ હતી. મેચની છેલ્લી અગિયાર મિનિટમાં બેલ્જિયમ ભારત પર ભારે પડી ગયુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments