કોરોના વેક્સીન વગર ઓલિમ્પિક : IOC પ્રમુખે કહ્યું- ટોક્યો ગેમ્સને 14 મહિના બાકી છે, યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે

0
7

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રમુખ થોમસ બેકે કહ્યું છે કે, આવતા વર્ષે થનાર ટોક્યો ઓલિમ્પિકને લઈને સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોરોનાવાયરસની વેક્સીન હજી સુધી બની નથી. આવી સ્થિતિમાં ઓલિમ્પિક્સ અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. બેકે કહ્યું કે, ટોક્યો ગેમ્સને હજી 14 મહિના બાકી છે. જ્યારે સમય યોગ્ય હશે ત્યારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

કોરોનાવાયરસને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ સ્થગિત કરવામાં આવી છે. આ વર્ષ જુલાઇમાં રમતોત્સવ યોજવામાં આવનાર હતો, પરંતુ હવે 2021 માં 23 જુલાઈથી 8 ઓગસ્ટની વચ્ચે થશે. જાપાનની સરકારે રમતોની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. શનિવાર સુધીમાં, વિશ્વભરમાં 45 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત છે. 3.04 લાખ લોકોનાં મોત થયા છે.

બેક અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના પ્રમુખ ટ્રેડ્રોસ એડેનોમ ગેબ્રેઇઝ વચ્ચે સમજૂતી થઈ છે. તદનુસાર, સમાજ દ્વારા રમતગમત દ્વારા આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવામાં આવશે. બેકને સવાલ કરવામાં આવ્યો હતો કે કોરોના વેક્સીન હજી સુધી બનાવવામાં આવી નથી અને લોકો ટોક્યો ગેમ્સમાં એક બીજાના સંપર્કમાં આવશે. આવી સ્થિતિમાં, ચેપ અટકાવવા માટે કયા પગલા લેવામાં આવી રહ્યા છે?

બેકે કહ્યું, “ટોક્યો ગેમ્સ પહેલા અમારી પાસે એક વર્ષ અને બે મહિના બાકી છે.” WHOની સલાહ લેવામાં આવી રહી છે. IOC અને WHOનું ટાસ્ક ફોર્સ સાથે મળીને કામ કરી રહ્યું છે. મારું માનવું છે કે જુલાઈ 2021 માં દુનિયા કેવી હશે તેનો કોઈ યોગ્ય જવાબ આપી શકીએ નહીં. આપણે ધૈર્ય રાખવું જોઈએ અને પરિસ્થિતિ પર નજર રાખવી જોઈએ.

વેક્સીન વગર ઓલિમ્પિક થવી મુશ્કેલ
હાલમાં જ ગ્લોબલ હેલ્થ સાયન્ટિસ્ટએ કહ્યું કે, કોરોનાની વેક્સીન વગર ટોક્યો ઓલિમ્પિક થવી મુશ્કેલ છે. આઇઓસી કોઓર્ડિનેશન કમિશનના અધ્યક્ષ જોન કોટે સ્વીકાર કર્યો છે કે, કોરોનવાયર્સ રી-શેડ્યુલ થયેલા ઓલિમ્પિકને પ્રભાવિતક કરી શકે છે. જ્યારે એડિનબર્ગ યુનિવર્સીટીના ગ્લોબલ હેલ્થના અધ્યક્ષ અને પ્રોફેસર દેવી શ્રીધરે કહ્યું કે, ઓલિમ્પિક સમયસર થાય તે માટે વેક્સીન જરૂરી છે. વેક્સીન વગર ગેમ્સ થવી અસંભવ છે.

આવતા વર્ષે ઓલિમ્પિક નહીં થઇ શકે: કોરોના એક્સપર્ટ
જાપાનના કોરોના એક્સપર્ટે કેંતારો ઇવાતાએ ગયા મહિને નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આવતા વર્ષે ગેમ્સ થવી અઘરી છે. તેમણે કહ્યું હતું કે, જો હું ઈમાનદારી સાથે કહું તો માત્ર બે વિકલ્પ છે. પહેલું કે આપણે જાપાનમાં વાયરસને કંટ્રોલ કરીએ અને બીજું કે દુનિયાભરમાં મહામારી પર રોક લગાવીએ. કારણકે ઓલિમ્પિકમાં દુનિયાભરમાંથી એથલીટ્સ અને દર્શકો આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here