ઓમર અબ્દુલાએ કહ્યું- જનતાએ બહુમતી અપાવી મોદી સરકારને અરીસો બતાવ્યો

0
7

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (DDC) ચૂંટણીની 280 સીટ માટે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. તેમાં પીપલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન (PAGD)ને 110 સીટ પર જીત મળી છે. જોકે આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. ભાજપના ખાતામાં અત્યારસુધીમાં 74 સીટ આવી ગઈ છે. જોકે ભાજપના પૂર્વ મંત્રી શ્યાલ લાલ ચૌધરી 11 મતથી હારી ગયા છે. તેઓ જમ્મુ જિલ્લાના સૂચેતગઢ સીટથી ચૂંટણી લડ્યા હતા.

  1. ભાજપ માટે સારી વાત એ છે કે તેમણે 3 સીટ સાથે પહેલીવાર કાશ્મીરમાં એનું ખાતું ખોલ્યું છે. ડીડીસી ચૂંટણીનાં પરિણામો અનુમાન પ્રમાણેનાં જ રહ્યાં છે. જમ્મુ વિસ્તારમાં ભાજપ મજબૂત છે, જ્યારે નેશનલ કોન્ફરન્સ, પીડીપી જેવી સ્થાનિક પાર્ટીઓએ ગુપકાર ગઠબંધન કરીને કાશ્મીર વેલી અને જમ્મુના પીર પંજાબમાં સારી સીટો મેળવી છે.
  2. જોકે બીજી બાજુ, પીડીપી-અધ્યક્ષ મહેબૂબા મુફ્તિ ફારુક અબ્દુલાના નેતૃત્વવાળી પીપલ્સ અલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશન (ગુપકાર ગઠબંધન)ના નેતાઓએ જમ્મુ-કાશ્મીરની સ્થાનિક ચૂંટણીમાં લોકોના નિર્ણયને વખાણ્યો છે અને કહ્યું છે કે જનતાએ રાજ્યને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં વહેંચવાનો અને વિશેષ રાજ્યના દરજ્જાને સમાપ્ત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિશે પોતાનો મત રજૂ કર્યો છે.
  3. મતગણતરી શરૂ થવાના એક દિવસ પહેલાં જ પ્રશાસને નઈમ અખ્તર, સરતાજ મદની, નીર મંસૂદ અને હિલાલ અહમદ લોન સહિત પીડીપી અને નેશનલ કોન્ફરન્સના ઘણા નેતાઓની ધરપકડ કરી હતી. તેમની અટકાયત કરવાનું કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી.
  4. આવું પહેલીવાર થયું છે, જ્યારે કાશ્મીર વેલીમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સામે ભાજપને જીત મળી છે. ભાજપને વેલીમાં 3 સીટ મળી છે.
  5. ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે શ્રીનગરથી ભાજપના ત્રણ ઉમેદવારને જીત મળી છે. એ સાબિત કરે છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને કેન્દ્ર શાસિત રાજ્યના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણ પર વિશ્વાસ છે.
  6. ડીડીસી ચૂંટણીને રાજ્યમાં ભાજપ અને અન્ય રાજકીય પક્ષો વચ્ચેની ટક્કર માનવામાં આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં અનુચ્છેદ 370ને હટાવ્યા પછી આ પહેલી વખત જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થઈ છે.
  7. જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં પહેલીવાર 6 સ્થાનિક મુખ્ય પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી છે. આર્ટિકલ 370 હટ્યા પછી આ પાર્ટીઓએ સાથે મળીને ગુપકાર અલાયન્સ બનાવ્યું છે. આ અલાયન્સમાં ડૉ. ફારુક અબ્દુલાની અધ્યક્ષતાવાળી નેશનલ કોન્ફરન્સ, મહેબૂબા મુફ્તિની આગેવાનીવાળી પીડીપી સિવાય સજ્જાદ ગની લોનની પીપલ્સ કોન્ફરન્સ, અવામી નેશનલ કોન્ફરન્સ, જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ અને માકપાની સ્થાનિક પાર્ટી સામેલ છે.
  8. અહીં સરકારનો દાવો છે કે પંચાયત, BDC અને ત્યાર પછી DDC ચૂંટણી થવાને કારણે અહીં હવે થ્રી ટાયર સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીકમાં કુલ 20 જિલ્લા છે. દરેક જિલ્લામાં DDC માટે 14 વિસ્તાર બનાવવામાં આવ્યા છે.
  9. ડીડીસીની આ ચૂંટણીને હવે ભાજપ માટે જમ્મુ-કાશ્મીરમાં લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવે છે. હવે વિધાનસભા વિસ્તારોને ડી લિમિટેશન કરવાના છે. ત્યાર પછી વિધાનસભા ચૂંટણી થવાની છે. જોકે આ ચૂંટણીને સંપૂર્ણ રીતે ભાજપ, કોંગ્રેસ, NC અને PDP માટે એક ટેસ્ટ તરીકે જોવામાં આવે છે. પરિણામના વિશ્લેષણથી પાર્ટીઓ એ જાણી શકશે કે તેમની રાજકીય હદ ક્યાં અને કેટલી છે.
  10. અહીં 280 સીટ માટે 8 તબક્કામાં મતદાન થયું હતું. પહેલા તબક્કાનું મતદાન 28 નવેમ્બરે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 ડિસેમ્બરે થયું હતું. અહીં 57 લાખ મતદારોએ 51 ટકા મતદાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here