Thursday, October 21, 2021
Homeઓમરે ચૂંટણી ન લડવાની ધમકી આપી, મુફ્તીની કસ્ટડી 3 મહિના વધી; આતંકીઓના...
Array

ઓમરે ચૂંટણી ન લડવાની ધમકી આપી, મુફ્તીની કસ્ટડી 3 મહિના વધી; આતંકીઓના નિશાન પર ભાજપના કાશ્મીરી નેતા

શ્રીનગર. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાના એક વર્ષ પછી રાજકારણ હિલચાલ શરૂ થઈ ગઈ છે. પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા અને તેમના પિતાએ સ્પષ્ટ કર્યું છે કે તે 370 હટાવવાની વાતને ભૂલ્યા નથી, તેમનો સંઘર્ષ ચાલું છે. જો કે, એવું લાગે છે કે તે બન્ને ઈચ્છે છે કે રાજ્યની સ્થિતિ પહેલા જેવી થાય અને આગળ રાજકીય પ્રક્રિયા શરૂ થઈ શકે.

ગત વર્ષે 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને વહેંચી દીધા હતા.ત્યારે મોટાભાગના નેતાઓને ધરપકડ કરાઈ હતી. તેમાંથી ઘણા નેતાઓ છૂટી પણ ગયા છે. અનુચ્છેદ 370 હટાવ્યા પછી કાશ્મીરના રાજકારણમાં ફેરફાર થયા છે. પરંતુ પાર્ટીઓ નબળી પડી છે, અલગાવવાદી નેતાઓમાં ભાગલા પડ્યા છે.

આ સાથે જ ભાજપ આતંકીઓના નિશાના પર આવી ગયું છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓએ ભાજપ નેતા વસીમ અહમદ બારી, તેમના પિતા અને ભાઈની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. આ પહેલા વધુ એક નેતાનું આતંકીઓએ અપહરણ કર્યું હતું. ભાજપના ઘણા નેતાઓને આતંકીઓ તરફથી ધમકી મળી હતી.

PDP અધ્યક્ષ મહેબૂબા મુફ્તી છેલ્લા એક વર્ષથી કસ્ટડીમાં છે. તાજેતરમાં જ 31 જુલાઈના રોજ કસ્ટડીને વધુ ત્રણ મહિના માટે વધારી દેવાઈ છે. મુફ્તીના અંગત સૂત્રોના જણાવ્યા પ્રમાણે કસ્ટડી દરમિયાન તે મોટાભાગનો સમય ધર્મને આપી રહ્યા છે, ભવિષ્યની રણનીતિ અંગે તેમને કોઈ વાત હાલ કરી નથી. જો કે, પાર્ટીના સીનિયર લીડર નઈમ અખ્તરનું કહેવું છે કે તેમની પાર્ટી કાશ્મીર પર ‘હુમલા’નો વિરોધ કરવા માટે તમામ લોકતાંત્રિક, બંધારણીય અને શાંતિપૂર્ણ રીતોનો ઉપયોગ કરશે.

નિષ્ણાતોનું માનવું છે કે મુફ્તી તેમના સ્ટેન્ડ અંગે કોઈ સમજૂતી નહીં કરે. તે પોતાની અને પાર્ટીની એ છાપને સરખી કરવા માંગે છે જે 2014માં ભાજપ સાથેના ગઠબંધન દરમિયાન ખરડાઈ હતી. PDP હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે, પાર્ટીના ઘણા નેતા પૂર્વ PDP નેતા અને મંત્રી અલ્તાફ બુખારીની પાર્ટીમાં જોડાયા છે.તેમનું માનવું છે કે અનુચ્છેદ 370 હટાવ્યા પછી ભાજપને સમર્થન મળ્યું છે.

તો બીજી બાજુ નેશનલ કોન્ફરન્સના બે સીનિયર લીડર ફારુખ અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાના મૌન અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, વિશેષ દરજ્જાની માંગ છોડીને આ લોકો હવે જમ્મુ કાશ્મીર માટે સ્વતંત્ર રાજ્યની માંગ કરી રહ્યા છે.

અનુચ્છેદ 370 હટાવ્યા પહેલા આ બન્ને નેતાઓએ ધમકી આપી હતી કે જો તેને હટાવાશે તો ભારત અને જમ્મુ કાશ્મીરને જોડનારી બંધારણની લિંક પણ તૂટી જશે, અથવા તો અનુચ્છેદ 370 રહેશ કાંતો પછી કાશ્મીર ભારતનો ભાગ નહીં હોય.

ઓમર અબ્દુલ્લા હાલ કાશ્મીર અને તેની બહાર બનતી ઘટનાઓ અંગે ટ્વિટ કરતા રહે છે પણ 35-A અને અનુચ્છેદ -370 હટાવવા અંગે મૌન છે. જો કે, તેમને 27 જુલાઈએ મૌન તોડ્યું હતું અને એક નેશનલ અખબારમાં આર્ટિકલ લખ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યાં સુધી જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું.
તેમણે કહ્યું કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીર માટે જે કંઈ પણ કર્યું હતું, તે બંધારણીય, કાયદાકીય, આર્થિક અને સુરક્ષઆને ધ્યાનમાં રાખતા યોગ્ય ન હતું. તેમના પિતા ફારુખ અબ્દુલ્લાએ કથિત રીતે તેને જમ્મુ કાશ્મીરના લોકો સાથે દગો ગણાવ્યો હતો.

તેમણે આશા વ્યક્ત કરી કે, સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 370 હટાવીને ન્યાય કરશે. જો કે, તેના બીજા દિવસે ઓમાર અબ્દુલ્લાએ સ્પષ્ટતા કરી કે, મેં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યના સીએમ હોવાની રીતે હું કેન્દ્રશાસિત રાજ્ય જમ્મુ કાશ્મીર માટે વિધાનસભાની ચૂંટણી નહીં લડું. માત્ર એટલું જ કહ્યું હતું, આનાથી વધારે પણ નહીં અને ઓછું પણ નહોતું કહ્યું. બહારના લોકો હોબાળો કરી રહ્યા છે કે હું જમ્મુ કાશ્મીરને રાજ્ય બનાવવાની માંગ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે, નફરત ફેલાવનારા નફરત ફેલાવતા રહેશે. મને ઘણા લોકો માટે આશા હતી, પણ નિરાશા રાજકારણનો ભાગ છે, તેનાથી પાઠ ભણીને આગળ વધવાનું છે.

તાજેતરમાં જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં નવા ડોમિસાઈલ લોની જાહેરાત કરી હતી ત્યારે ઓમાર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને આ કાયદાથી વધુ તેના સમય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણું ધ્યાન કોરોના સંક્રમણને અટકાવવા પર હોવું જોઈએ, ત્યારે સરકાર જમ્મુ કાશ્મીરમાં નવો ડોમિસાઈલ લો લાવી રહી છે. જેમાં સુરક્ષા અંગે કોઈ વાત કરાઈ નથી. તેમણે બીજા ટ્વિટમાં જમ્મુ-કાશ્મીર માટે સ્ટેટ-હુડ અને ચૂંટણી કરાવવાની માંગ કરી હતી.

તેમના સલાહકાર તનવીર સાદિકે શ્રીનગરના એક અખબારમાં આર્ટિકલ લખીને નેતાઓને છોડવાની, નવી મિસાઈલ લો પર ફરીથી વિચાર કરવા અને ઈન્ટરનેટ પર લાગેલા પ્રતિબંધને હટાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સમય જમ્મુ કાશ્મીરના લોકોને મળવાનો અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે. જો કે, આ લેખ અંગે નેશનલ કોન્ફરન્સના અન્ય એક નેતા અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચુકેલા આગા રુહુલ્લા મેહદીએ નારાજગી વ્યક્તિ કરી હતી.
રુહુલ્લાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે,શું તમારી માંગ 4G ઈન્ટરનેટ પહેલાની જેમ કરવા અને રાજકીય પ્રક્રિયા શરૂ કરવાની છે, શું જમ્મુ કાશ્મીરમાં બધુ બરાબર થઈ ગયું છે. હું જે કંઈ પણ કહી રહ્યો છું તેના માટે જેલ જવા માટે તૈયાર છું. પરંતુ હું તેમને ક્યારે નહીં કહું કે ચૂંટણી યોજાય અને રાજકીય પ્રક્રિયા શરૂ થાય. જો તમે આવી માંગ કરશો તો સ્વાભાવિક છે કે આ તેમની શરતોને આધિન થશે.

25મી મેના રોજ ઓમર અબ્દુલ્લા દિલ્હી પ્રવાસ પર આવ્યા હતા. આ અંગે પણ સવાલ ઉઠ્યો હતો. આ અંગે અબ્દુલ્લાએ કહ્યું હતું કે, જે લોકો કંટાળી રહ્યા છે, તેમના માટે આ ટાઈમ પાસ છે. અમારી પાર્ટી કાયદાકીય રીતે ગત વર્ષે જે થયું તેને પડકારવા માટે પ્રતિબદ્ધ છે.તેમણે કહ્યું કે, સાદિક અને મેહદીએ જે કંઈ કહ્યું તે તેમનું વ્યક્તિગત મંતવ્ય નથી.

5 ઓગસ્ટની ઘટના અંગે અમારી પાર્ટીનું સુપ્રીમ કોર્ટમાં અને તેની બહાર જે સ્ટેન્ડ છે, તેને બદલવાની જરૂર છે. તેના પછી મેહદીએ છેલ્લે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી.
જમ્મુ કાશ્મીર રાજ્ય કોંગ્રેસ કમિટિએ સૌથી પહેલા જાન્યુઆરીમાં જમ્મુમાં સ્વતંત્ર રાજ્ય અને લોકશાહી પહેલાની જેમ કરવાની માંગ કરી હતી.તો બીજી બાજુ ભાજપને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થયા પછી પશ્વિમ પાકિસ્તાનના રેફ્યુજી, ગોરખા અને વાલ્મિકી વર્ગના લોકો પાસેથી ટેકો મળવાની આશા છે, જેમને અનુચ્છેદ 370 હટાવ્યા પછી ફાયદો થયો છે. આ સાથે જ ભાજપ નવા ડો મિસાઈલ લો દ્વારા ચિનાબ ખીણ અને પીર પંજાલ વિસ્તારમાં મુસ્લિમ પ્રભાવિત વિસ્તારોને આવરી લેવાની તૈયારી કરી રહ્યો છે.

હાલ ઈદના એક દિવસ પહેલા જેકેપીસી ચીફ સજાદ લોનને છોડી મુકાયા છે. જો કે, મીડિયા સાથે વાત કરવા અંગે પ્રતિબંધ ચાલું છે. લોને ટ્વિટ કરીને આ અંગેની જાણ કરી છે. તેમણે લખ્યું કે, છેલ્લે એક વર્ષ પુરા થયાના 5 દિવસ પહેલા મને છોડી મુકાયો, હવે હું ફ્રી છું. આટલા દિવસોમાં ઘણું બધું બદલાઈ ગયું છે. જેલ માટે માટે કોઈ નવી વાત નથી, પહેલા ફિઝીકલ ટોર્ચર કરાતું હતું. આ વખતે માનસિક રીતે હેરાન કરાયા હતા. આ અંગે ઘણું બધું છે કહેવાનું,ટૂંક સમયમાં શેર કરીશ.

જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવીને ભાજપે અલગાવવાદીઓના પણ ભાગલા પાડી દીધા છે. 29 જૂને કટ્ટરપંથી સૈયદ અલી શાહ ગિલાનીને હુર્રિયત કોન્ફરન્સ(જી)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ગિલાનીએ કહ્યું કે, તેમની વિચારધારામાં કોઈ ફેરફાર નથી થયો અને તે ‘લડાઈ ચાલુ રાખશે’. કોઈનું નામ લીધા વગર તેમણે હુર્રિયતના લીડરશીપને જમ્મુ કાશ્મીરના ભાગલા પાડવા માટે જવાબદાર ગણાવ્યા. ગિલાનીએ તેમના પત્રમાં કહ્યું કે, કડક પ્રતિબંધ અને કસ્ટડી પછી પણ, હું લોકોને મળવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને કોઈ ન મળ્યું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments