અમેરિકાનાં ટેક્સાસમાં બહુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા મહિનાથી ગૂમ થયેલા એક વ્યક્તિનું રહસ્ય અંતે ઉકેલાયું ત્યારે પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. હકીકતમાં 57 વર્ષીય ફ્રેડી મેક નામના આ વ્યક્તિને તેના જ પાળેલાં 18 કૂતરાંઓએ ફાડી ખાધો હતો. આ વાત સામે આવ્યા બાદ પોલીસ અને શેરિફ ડિપાર્ટમેન્ટ પરેશાન છે કે, હવે આ પાલતુ કૂતરાં સામે કઈ રીતે અને કેવી કાર્યવાહી કરવી?
અમેરિકાનાં ટેક્સાસમાં બહુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા મહિનાથી ગૂમ થયેલા એક વ્યક્તિનું રહસ્ય અંતે ઉકેલાયું ત્યારે પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. હકીકતમાં 57 વર્ષીય ફ્રેડી મેક નામના આ વ્યક્તિને તેના જ પાળેલાં 18 કૂતરાંઓએ ફાડી ખાધો હતો. સૌથી હચમચાવી દેનારી વાત એ છે કે, ફ્રેડીના હાડકાં પણ કૂતરાં ચાવી ગયા હતા અને ડીએનએ ટેસ્ટમાં આ વાતની પુષ્ટિ થઈ છે.
આ વાત સામે આવ્યા બાદ પોલીસ અને શેરિફ ડિપાર્ટમેન્ટ પરેશાન છે કે, હવે આ પાલતુ કૂતરાં સામે કઈ રીતે અને કેવી કાર્યવાહી કરવી? શેરિફ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ફ્રેડી મેક ગત 19 એપ્રિલથી લાપતા બન્યો હતો અને તેના વિશે કોઈ ભાળ મળી ન હોતી. જૉનસન કાઉન્ટીના શેરિફે જણાવ્યું કે, ફ્રેડીના પાલતુ કૂતરાં પાસેથી હાડકાનો એક ટુકડો મળી આવ્યો હતો અને શંકા જતા તેનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
ટેસ્ટમાં એ વાતની પુષ્ટિ થઈ ગઈ હતી કે, આ હાડકું ફ્રેડીનું જ છે. ફ્રેડીએ તેના ઘરમાં મિક્સ્ડ બ્રીડના 18 કૂતરાં પાળ્યા હતા. ફ્રેડી તેમને સંતાનની જેમ સાચવતો હતો અને તેમની સંભાળ રાખતો હતો. આ કૂતરાંઓએ જ ફ્રેડીને તેનાં કપડાં અને વાળ સહિત ફાડી ખાધો હતો અને તેનાં હાડકાં પણ છોડ્યાં ન હોતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે આજ સુધી આવી ભયાનક ઘટના વિશે સાંભળ્યું પણ નથી. પાલતું કૂતરાં તેના જ પ્રેમાળ માલિકને ફાડી ખાય તે વાત હજુ સુધી કોઈના માનવામાં આવતી નથી.
ફ્રેડી તેના કૂતરાંનું નિયમિત મેડિકલ ચેક-અપ પણ કરાવતો હતો અને તેને સમયસર ભોજન આપતો હતો. કાયદાના નિષ્ણાંતોની સલાહ લીધા બાદ શેરિફ ડિપાર્ટમેન્ટે સૌથી આક્રમક અને હિંસક વલણ ધરાવતાં 13 કૂતરાંને મારી નાંખવાનો નિર્ણય કર્યો હતો. ત્રણ કૂતરાંને દત્તક આપવા માટે અલગ જગ્યાએ રાખવામાં આવ્યાં છે.